Rajkot :પૂર્વ-મંત્રીનો ભાણેજ કેસીનો-ગેમમાં 1.37કરોડ હાર્યો 64.50લાખની ઉઘરાણી માટે બંદૂકની અણીએ ધમકી

અમે હવાલો લઈએ તે રૂપિયા કઢાવીને જ રહીએ, નહીં આપો તો રહેવું અઘરું પડી જશેયુવકે કારખાનાના હિસાબમાંથી પિતાની જાણ બહાર પાંચ લાખ ચૂકવ્યા રમવાની ના પાડતાં બીજી આઈડી આપીને પૈસા રિકવરની લાલચ આપી રાજકોટના પૂર્વ મંત્રીના ચાંદીકામ કરતાં યુવાન ભાણેજને આઇડી આપી કેશીનોમાં જુગાર રમાવડાવી 5 મહિનામાં 1.37 કરોડની હારી જતાં તે પૈકી 71.50 લાખ ચુકવી દીધા બાદ બાકીના 64.50 લાખની કડક ઉઘરાણી કરી, હવાલો આપતાં રિવોલ્વર માથા પર રાખી ધમકી આપતા ડીસીબી પોલીસે ગુનો નોંધી ત્રણેયને ઉઠાવી લીધા છે. શહેરના પેડક રોડ પર આર્યનગરમાં ખોડિયાર સિલ્વર નામે ચાંદીકામ કરતાં પ્રિન્સ મનોજભાઇ ઠુમ્મર ઉ.24એ ઓમનગર સર્કલ પ્રણાલી પાર્કમાં રહેતાં ઉત્તમ અશોકભાઇ વીરડીયા, ન્યુ માયાણીનગરમાં રહેતાં સ્મીત કિશોરભાઇ વેકરીયા તથા મવડી રોડ સરદારનગરમાં રહેતાં રવિ રમેશભાઇ વેકરીયા વિરુદ્ધ આઇપીસી 386, 506 (2), 114, આર્મ્સ એક્ટ હેઠળ નોંધાવેલી ફરિયાદમા જણાવ્યુ હતુ કે દોઢેક વર્ષ પહેલા ઉત્તમ સાથે ઓળખાણ થતા તેણે મને કહેલું કે તું મોબાઇલમાં ગેમ રમ તને રૂપિયા મળશે તેમ કહી ઓલપેનલ 777 નામની આઇડી આપી હતી તેમાં કસીનો ગેમ રમીએ તો રૂપિયા મળે જ, જાય નહિ તેવું મને સમજાવ્યું હતું ત્યાર બાદ આઇડી અને પાસવર્ડ મોકલી 5 લાખની બેલેન્સ નાખી હતી અને અઠવાડીએ હિસાબ કરશું તેમ કહેતા હું પહેલા અઠવાડિયે જ 5 લાખ હારી ગયો હતો જેથી મેં કારખાનાના હિસાબમાંથી પપ્પાની જાણ બહાર આ રકમ ઉત્તમને આપી દઈ હવે મારે રમવું નથી તેમ કહેતા તેણે મને કહેલું કે હું તને બીજી આઇડી આપુ છું તેમાં રમજે હારી ગયો છો તે રિકવર થઇ જશે કહી મને બીજી આઇડી આપી હતી કસીનો ગેમ રમતો હતો અને ચારથી પાંચ મહિનામાં 1.37 કરોડની હાર જીત થઇ હતી મેં 71.50 લાખ આપ્યા હતાં જેમાં 47 લાખ રોકડા કટકે કટકે અને 23.50 લાખ આંગડીયાથી ચૂકવ્યા હતાં બાદમાં હું 36 લાખ જીતી ગયો હતો તે મને પરત આપ્યા હતાં આ આઇડીમાં હુ 29.50 લાખ હારી ગયો હતો બાદમાં રમવાની ના પાડતાં તેણે મને તું રમવાનું ચાલુ રાખ, ચોક્કસ જીતીશ જ જેથી તારે મને રૂપિયા આપવા નહિ પડે તેમ કહી વધુ એક આઇડી આપી હતી ફરીથી હું કસીનો રમતાં 35 લાખ હારી જતા અગાઉ 71.50 લાખ આપ્યા હોઇ છતાં તેણે વધુ 64.50 લાખની માંગણી કરી હતી અને કડક ઉઘરાણી કરવા માંડયો હતો. 25/1/24ના સાંજે હું કારખાને હતો ત્યારે ઉત્તમ અને રવિ વેકરીયા આવ્યા હતાં અને ઉત્તમે કહેલું કે હવે આ રકમ તમારે રવિ વેકરીયા અને સ્મીત સખીયાને આપવાની છે રવિએ કહ્યુ કે હવે આ રૂપિયાનો હવાલો મેં અને સ્મીતે લીધો છે, રૂપિયા તો તમારે અમને જ આપવા પડશે અમે જેનો હવાલો લઇએ તેને મુકતા નથી, જો રૂપિયા નહિ આપો તો બજારમાં રહેવું અઘરું પડી જશે.

Rajkot :પૂર્વ-મંત્રીનો ભાણેજ કેસીનો-ગેમમાં 1.37કરોડ હાર્યો 64.50લાખની ઉઘરાણી માટે બંદૂકની અણીએ ધમકી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમે હવાલો લઈએ તે રૂપિયા કઢાવીને જ રહીએ, નહીં આપો તો રહેવું અઘરું પડી જશે
  • યુવકે કારખાનાના હિસાબમાંથી પિતાની જાણ બહાર પાંચ લાખ ચૂકવ્યા
  • રમવાની ના પાડતાં બીજી આઈડી આપીને પૈસા રિકવરની લાલચ આપી

રાજકોટના પૂર્વ મંત્રીના ચાંદીકામ કરતાં યુવાન ભાણેજને આઇડી આપી કેશીનોમાં જુગાર રમાવડાવી 5 મહિનામાં 1.37 કરોડની હારી જતાં તે પૈકી 71.50 લાખ ચુકવી દીધા બાદ બાકીના 64.50 લાખની કડક ઉઘરાણી કરી, હવાલો આપતાં રિવોલ્વર માથા પર રાખી ધમકી આપતા ડીસીબી પોલીસે ગુનો નોંધી ત્રણેયને ઉઠાવી લીધા છે.

શહેરના પેડક રોડ પર આર્યનગરમાં ખોડિયાર સિલ્વર નામે ચાંદીકામ કરતાં પ્રિન્સ મનોજભાઇ ઠુમ્મર ઉ.24એ ઓમનગર સર્કલ પ્રણાલી પાર્કમાં રહેતાં ઉત્તમ અશોકભાઇ વીરડીયા, ન્યુ માયાણીનગરમાં રહેતાં સ્મીત કિશોરભાઇ વેકરીયા તથા મવડી રોડ સરદારનગરમાં રહેતાં રવિ રમેશભાઇ વેકરીયા વિરુદ્ધ આઇપીસી 386, 506 (2), 114, આર્મ્સ એક્ટ હેઠળ નોંધાવેલી ફરિયાદમા જણાવ્યુ હતુ કે દોઢેક વર્ષ પહેલા ઉત્તમ સાથે ઓળખાણ થતા તેણે મને કહેલું કે તું મોબાઇલમાં ગેમ રમ તને રૂપિયા મળશે તેમ કહી ઓલપેનલ 777 નામની આઇડી આપી હતી તેમાં કસીનો ગેમ રમીએ તો રૂપિયા મળે જ, જાય નહિ તેવું મને સમજાવ્યું હતું ત્યાર બાદ આઇડી અને પાસવર્ડ મોકલી 5 લાખની બેલેન્સ નાખી હતી અને અઠવાડીએ હિસાબ કરશું તેમ કહેતા હું પહેલા અઠવાડિયે જ 5 લાખ હારી ગયો હતો જેથી મેં કારખાનાના હિસાબમાંથી પપ્પાની જાણ બહાર આ રકમ ઉત્તમને આપી દઈ હવે મારે રમવું નથી તેમ કહેતા તેણે મને કહેલું કે હું તને બીજી આઇડી આપુ છું તેમાં રમજે હારી ગયો છો તે રિકવર થઇ જશે કહી મને બીજી આઇડી આપી હતી કસીનો ગેમ રમતો હતો અને ચારથી પાંચ મહિનામાં 1.37 કરોડની હાર જીત થઇ હતી મેં 71.50 લાખ આપ્યા હતાં જેમાં 47 લાખ રોકડા કટકે કટકે અને 23.50 લાખ આંગડીયાથી ચૂકવ્યા હતાં બાદમાં હું 36 લાખ જીતી ગયો હતો તે મને પરત આપ્યા હતાં આ આઇડીમાં હુ 29.50 લાખ હારી ગયો હતો બાદમાં રમવાની ના પાડતાં તેણે મને તું રમવાનું ચાલુ રાખ, ચોક્કસ જીતીશ જ જેથી તારે મને રૂપિયા આપવા નહિ પડે તેમ કહી વધુ એક આઇડી આપી હતી ફરીથી હું કસીનો રમતાં 35 લાખ હારી જતા અગાઉ 71.50 લાખ આપ્યા હોઇ છતાં તેણે વધુ 64.50 લાખની માંગણી કરી હતી અને કડક ઉઘરાણી કરવા માંડયો હતો.

25/1/24ના સાંજે હું કારખાને હતો ત્યારે ઉત્તમ અને રવિ વેકરીયા આવ્યા હતાં અને ઉત્તમે કહેલું કે હવે આ રકમ તમારે રવિ વેકરીયા અને સ્મીત સખીયાને આપવાની છે રવિએ કહ્યુ કે હવે આ રૂપિયાનો હવાલો મેં અને સ્મીતે લીધો છે, રૂપિયા તો તમારે અમને જ આપવા પડશે અમે જેનો હવાલો લઇએ તેને મુકતા નથી, જો રૂપિયા નહિ આપો તો બજારમાં રહેવું અઘરું પડી જશે.