Rajkot: દિવાળી પૂર્વે 47 પેઢીઓમાં મેગા ચેકિંગ, 14 ખાદ્યપદાર્થોના સેમ્પલ ટેસ્ટિંગ માટે મોકલાયા

Nov 4, 2026 - 09:30
Rajkot: દિવાળી પૂર્વે 47 પેઢીઓમાં મેગા ચેકિંગ, 14 ખાદ્યપદાર્થોના સેમ્પલ ટેસ્ટિંગ માટે મોકલાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દિવાળી અને બેસતા વર્ષના તહેવારો નજીક આવતાં જ બજારોમાં મીઠાઈ, ફરસાણ, ડ્રાયફ્રૂટ અને મુખવાસની માંગમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. તહેવારોની આ મોસમમાં લોકોના આરોગ્ય સાથે કોઈ ચેડાં ન થાય અને નાગરિકોને શુદ્ધ તેમજ ગુણવત્તાયુક્ત ખાદ્યસામગ્રી મળી રહે તે હેતુથી રાજકોટ મહાનગરપાલિકા (RMC) ના ફૂડ વિભાગે શહેરભરમાં મોટા પાયે મેગા ચેકિંગ ડ્રાઇવ હાથ ધરી છે. મનપાની ફૂડ સેફ્ટી ઓફિસરોની અલગ અલગ ટીમોએ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી 47 જેટલી જાણીતી અને નાની-મોટી પેઢીઓ પર ઓચિંતી તપાસ હાથ ધરી હતી. આ કાર્યવાહી દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરનારા અને અસ્વચ્છતા રાખનારા વેપારીઓ સામે કડક પગલાં ભરી સ્થળ પર જ અખાદ્ય સામગ્રીનો નાશ કરવામાં આવ્યો હતો.

18 કિલો અખાદ્ય જથ્થો કચરાપેટી ભેગો કરાયો

રાજકોટના મુખ્ય બજારો અને રહેણાંક વિસ્તારોમાં આવેલી મીઠાઈ, ફરસાણ, ડ્રાયફ્રૂટ, ચોકલેટ અને મુખવાસનું વેચાણ કરતી કુલ ૪૭ દુકાનો અને ઉત્પાદન એકમોમાં સઘન ચકાસણી કરવામાં આવી હતી.ચેકિંગ દરમિયાન વાસી, ગુણવત્તા વગરના અને સ્વાસ્થ્ય માટે હાનિકારક એવા આશરે ૧૮ કિલોગ્રામ અખાદ્ય ખાદ્યપદાર્થોનો સ્થળ પર જ ફિનાઈલ નાખીને નાશ કરવામાં આવ્યો હતો. વિવિધ મીઠાઈઓ, માવો, ડ્રાયફ્રૂટ અને ઘી-તેલ સહિત ૧૪ જેટલા શંકાસ્પદ ખાદ્યપદાર્થોના કાયદેસરના નમૂના (સેમ્પલ) એકત્ર કરી પૃથક્કરણ અર્થે સરકારી ફૂડ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. લેબ રિપોર્ટ આવ્યા બાદ નિયમ મુજબ આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરાશે.

7 પેઢીઓને નોટિસ અને ₹27,500નો વહીવટી દંડ

હાઇજીન અને લાઇસન્સના ઉલ્લંઘન સામે લાલ આંખ: તપાસ દરમિયાન ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ્સ એક્ટ (FSSAI) ના નિયમો મુજબ રજિસ્ટ્રેશન/લાઇસન્સ ન ધરાવતી તેમજ કિચન અને સ્ટોરેજ એરિયામાં ગંદકી રાખતી ૭ પેઢીઓને ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ નોટિસ ફટકારવામાં આવી છે.સેનિટેશન, સ્ટોરેજ અને સ્વચ્છતાના નિયમોનો ભંગ કરનારા વેપારીઓ પાસેથી સ્થળ પર જ કુલ ₹27,500નો વહીવટી ચાર્જ (દંડ) વસૂલ કરવામાં આવ્યો હતો.મનપા કમિશનર અને આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ આગામી ભાઈબીજ અને લાભપાંચમ સુધી આ ચેકિંગ ઝુંબેશ સતત ચાલુ રહેશે તેવી સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો: Ahmedabad: કન્ફર્મ ટિકિટ વગર પણ બિહાર જઈ શકાશે! દિવાળી-છઠ્ઠ પૂજા ટાણે પશ્ચિમ રેલવેની મોટી ભેટ

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0