Rajkot જંગલેશ્વર ડિમોલિશન: "દાદાગિરીથી પ્લોટ પચાવી પાડનારાઓ સામે લાલ આંખ" - હર્ષ સંઘવી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં સરકારી જમીન પર ખડકાયેલા ગેરકાયદે દબાણો પર તંત્રના બુલડોઝર ફરી વળ્યા છે. આ કામગીરી અંગે વિગતો આપતા હર્ષ સંઘવીએ સ્પષ્ટ કર્યું હતું કે આ માત્ર દબાણ હટાવવાની ઝુંબેશ નથી, પરંતુ ગુનેગારોના સામ્રાજ્યને તોડવાની કાર્યવાહી છે. જંગલેશ્વરમાં આજે સંપૂર્ણ દબાણ દૂર કરવાની સાથે ફેઝ-1 ડિમોલિશનનું કામ સફળતાપૂર્વક શરૂ કરી દેવામાં આવ્યું છે.
જંગલેશ્વરમાં આજે ડિમોલેશન કર્યું છે: સંઘવી
અસામાજિક તત્વોએ દાદાગિરીથી સરકારી પ્લોટ કબજે કર્યા હતા. ત્યાં આલીશાન ઘરો બનાવીને તેઓ ગરીબ લોકોને ભાડે આપતા હતા. મોટાભાગના રહીશો ત્યાં ભાડે રહેતા હોવાનું સામે આવ્યું છે. આ કાર્યવાહી દરમિયાન હત્યાનો પ્રયાસ, મારામારી અને જુગારના અડ્ડા ચલાવતા અનેક રીઢા ગુનેગારોને પોલીસે ઝડપી પાડ્યા છે.
ફેઝ 1 ડીમોલેશનનું કામ શરૂ કર્યું: હર્ષ સંઘવી
ડિમોલિશન દરમિયાન તપાસમાં ગાંજો અને પોશ ડોડા સહિતની નશીલી સામગ્રી પણ મળી આવી છે, જે દર્શાવે છે કે આ દબાણો ગુનાખોરીના કેન્દ્ર સમાન હતા. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે સામાન્ય નાગરિકોને પરેશાન કરતી દાદાગિરી સાંખી લેવામાં આવશે નહીં. સરકારી જમીન ખુલ્લી કરાવીને ત્યાં કાયદો અને વ્યવસ્થાનું શાસન સ્થાપિત કરવામાં આવશે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

