Mehsanaના ખેરાલુમાં શિત કેન્દ્ર નજીક એસ.ટી. બસ ભુવામાં ફસાઈ, 32 મુસાફરોનો આબાદ બચાવ

Jul 26, 2026 - 20:00
Mehsanaના ખેરાલુમાં શિત કેન્દ્ર નજીક એસ.ટી. બસ ભુવામાં ફસાઈ, 32 મુસાફરોનો આબાદ બચાવ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મહેસાણા જિલ્લાના ખેરાલુ શહેરમાં તંત્રની નબળી કામગીરીના કારણે વધુ એક અકસ્માત સર્જાતા રહી ગયો છે. ખેરાલુ શિત કેન્દ્ર નજીકથી પસાર થઈ રહેલી એસ.ટી. બસ અચાનક રોડ પર પડેલા ભુવામાં ફસાઈ ગઈ હતી. થરાદથી ગાંધીનગર તરફ જઈ રહેલી GJ 18 Z 1029 નંબરની એસ.ટી. બસ ખેરાલુ બસ સ્ટેન્ડથી નીકળીને મુખ્ય હાઈવે પર ચડી રહી હતી, તે દરમિયાન શિત કેન્દ્ર પાસે રસ્તાના ભુવામાં બસનું પાછલું ટાયર અચાનક ખૂંપી ગયું હતું.

ડ્રાઈવરની સમયસૂચકતાથી મુસાફરો સહીસલામત બહાર નીકળ્યા

બસ ભુવામાં ફસાતાં જ મુસાફરોમાં ક્ષણભર માટે ભયનો માહોલ સર્જાયો હતો. જોકે, બસ ડ્રાઈવરે તાત્કાલિક સમયસૂચકતા દાખવીને બસને સ્થિર કરી દીધી હતી. ડ્રાઈવર અને કંડક્ટરની સતર્કતાના કારણે બસમાં સવાર તમામ 32 મુસાફરોને સુરક્ષિત રીતે સહીસલામત બહાર કાઢી લેવામાં આવ્યા હતા. મોટો અકસ્માત ટળતાં જ મુસાફરો અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકોના ટોળેટોળાં સ્થળ પર એકઠા થઈ ગયા હતા.

ગટર લાઈન નાખ્યા બાદ રોડ ન બનાવતાં તંત્ર સામે આક્રોશ

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ખેરાલુ નગરપાલિકા દ્વારા તાજેતરમાં જ આ વિસ્તારમાં ગટર લાઈન નાખવાની કામગીરી કરવામાં આવી હતી. પરંતુ ગટર લાઈનનું કામ પૂર્ણ થયા બાદ તંત્ર દ્વારા અહીં પાકો રોડ બનાવવામાં આવ્યો નહોતો અને માટીનું યોગ્ય પૂરણ પણ કરાયું નહોતું. તંત્રની આ અણઘડ કામગીરીના પરિણામે વરસાદી પાણીથી જમીન બેસી જતાં ભુવો પડ્યો હતો. સ્થાનિકો અને વાહનચાલકોએ આક્રોશ સાથે માંગ કરી છે કે કોઈ મોટી જાનહાનિ થાય તે પહેલાં આ ભુવાનું સત્વરે પૂરણ કરી અહીં પાકો રોડ બનાવવામાં આવે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0