GMC Election 2026: ઉમેદવારી પત્ર ભરવાનો આજે આખરી દિવસ, ભાજપ-કોંગ્રેસ અને આપના ઉમેદવારોમાં પડાપડી!
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી સંદર્ભે રાજકીય ગતિવિધિઓ ચરમસીમાએ પહોંચી છે. આજે ઉમેદવારી પત્રક ભરવાનો અંતિમ દિવસ હોવાથી તમામ રાજકીય પક્ષોમાં ભારે દોડધામ જોવા મળી રહી છે. ચૂંટણી પંચ દ્વારા નક્કી કરવામાં આવેલા સમય મુજબ આજે બપોરે 3:00 વાગ્યા સુધી જ ઉમેદવારો પોતાના ફોર્મ સબમીટ કરી શકશે, જેને લઈને ઉમેદવારોમાં ફોર્મ ભરવા માટેનો ભારે ઉત્સાહ અને ઉતાવળ જોવા મળી રહી છે.
ભાજપના તમામ ઉમેદવારો આજે ભરશે ફોર્મ
શાસક પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા ગાંધીનગર મનપાના તમામ 11 વોર્ડની 44 બેઠકો માટે પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. ભાજપના તમામ અધિકૃત ઉમેદવારો આજે પોતાના સમર્થકો અને આગેવાનોની ઉપસ્થિતિમાં શક્તિપ્રદર્શન સાથે વિધિવત રીતે પોતાના ઉમેદવારી પત્રો દાખલ કરશે. પક્ષ દ્વારા તમામ બેઠકો પર વિજય મેળવવા માટેની રણનીતિ અંતર્ગત આજે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.

કોંગ્રેસ અને આપના બાકી રહેલા ઉમેદવારો પણ મેદાને
વિરોધ પક્ષો દ્વારા પણ ઉમેદવારોની યાદી જાહેર કરવાની સાથે જ ફોર્મ ભરવાની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) દ્વારા જે પણ બેઠકો માટે ઉમેદવારો જાહેર કરવાના બાકી હતા અથવા તો જેમના ફોર્મ ભરવાના બાકી છે, તેઓ પણ આજે સમય મર્યાદા પહેલા પોતાના ઉમેદવારી પત્રો સબમીટ કરી દેશે. આ ત્રિપાંખિયા જંગમાં તમામ પક્ષો પોતાનું પૂરેપૂરું જોર લગાવી રહ્યા છે.
આ પણ વાંચો: Gandhinagar News : ગુજરાતમાં વિદ્યાર્થીઓના મોતના આંકડા ચિંતાજનક, 3 વર્ષમાં 1,888 વિદ્યાર્થીઓનાં મોત, આત્મહત્યામાં 80% વધારો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

