Viramgamના વડગાસ-ગોરૈયા માર્ગ પર ઝરખની પજવણી કરતો વિડીયો વાયરલ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકામાં વન્યજીવની પજવણીનો એક ચોંકાવનારો વિડીયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલા વિડીયોમાં એક અજાણ્યો બાઇક ચાલક રસ્તા પર જઈ રહેલા ઝરખ (Striped Hyena) નો પીછો કરતો અને તેને હેરાન-પરેશાન કરતો સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે. વન્યજીવની પજવણીની આ ઘટના વિરમગામ તાલુકાના વડગાસ અને ગોરૈયા ગામ વચ્ચેના માર્ગ પર બની હોવાનું સામે આવ્યું છે.
કાંકરાવાડી સહિત આસપાસના સીમ વિસ્તારમાં ઝરખની હાજરી
ઉલ્લેખનીય છે કે, વિરમગામ પંથકના સીમ વિસ્તારોમાં અવારનવાર વન્યજીવો દેખા દેતા હોય છે. થોડા દિવસો અગાઉ જ કાંકરાવાડી ગામ તેમજ આસપાસના સમગ્ર પંથકમાં ઝરખ દેખાયા હોવાના અહેવાલો મળ્યા હતા. વિરમગામના ગ્રામ્ય વિસ્તારોમાં ઝરખની અવરજવર વધતાં સ્થાનિકોમાં એક તરફ કૂતુહલ તો બીજી તરફ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
વન્યજીવની પજવણી સામે કાર્યવાહીની માંગ
રાત્રિના સમયે કે નિર્જન માર્ગો પર વન્યજીવો સામે આવે ત્યારે તેમને હેરાન કરવા કે બાઇક પાછળ દોડાવવી અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. આવી પજવણીના કારણે પ્રાણી હિંસક બનીને હુમલો કરી શકે છે અથવા માર્ગ અકસ્માતનો ભય રહે છે. વાયરલ વિડીયોને પગલે વન્યજીવ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને વનવિભાગ દ્વારા આ અજાણ્યા બાઇક ચાલકની ઓળખ કરી તેની સામે વન્યજીવ સંરક્ષણ કાયદા હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

