Rajkot: ગાડીમાં બ્લેક ફિલ્મ લગાવીને ફરતા ભાજપના નેતાને પોલીસે દંડ ફટકાર્યો

રાજકોટ ભાજપના નેતાએ કર્યો ટ્રાફિક નિયમભંગ બ્લેક ફિલ્મ અને નંબર પ્લેટ વગરની ગાડી નેતાઓ કાર્યક્રમમાં ભાગ લેવા આવ્યા હતાઃ દર્શિતા શાહ કાયદા દરેક વ્યક્તિ માટે સમાન છે તે વાક્યને રાજકોટ પોલીસે સાચા અર્થમાં સાર્થક કરી છે. રાજકોટમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપના નેતા નંબર પ્લેટ વગરની ગાડી અને બ્લેક ફિલ્મ લગાવીને ફરતા હતા. જે રાજકોટ પોલીસના ધ્યાનમાં આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી દંડ ફટકાર્યો હતો. આ કામગીરીને લઈને રાજકોટ શહેર પોલીસની કામગીરીના વખાણ થઈ રહ્યા છે. રાજકોટ પોલીસે કોઈની પણ શરમ રાખ્યા વગર દંડ ફટકાર્યો હતો. ગાડીમાં નંબર પ્લેટની જગ્યાએ પ્રમુખ લખેલું હતું રાજકોટ શહેર ટ્રાફિક પોલીસે ભાજપના નેતાની કોઈ લાગવગ ધ્યાને લીધી ન હતી. જાણકારી મુજબ પોલીસે કિસાનપરા ચોકમાં ભાજપ નેતાની કાર રોકી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ભાજપ નેતાની કાર પર બ્લેક ફિલ્મ લગાવેલી હતી. એટલું જ નહીં પરંતુ ભાજપના નેતાની કાર પર નંબર પ્લેટની જગ્યાએ વોર્ડ નંબર 12ના પ્રમુખ છે તેવી પ્લેટ લગાવેલી હતી. ટ્રાફિક પોલીસે ભાજપના નેતાની કાર રોકી દંડ કરતા મુદ્દો ગરમાયો હતો. ટ્રાફિક DCP પર ભાજપના નેતાઓ દ્વારા દબાણ કરવામાં આવ્યું ઉલ્લેખનીય છે કે, કાર રોકવામાં આવતા ભાજપના નેતાઓ અને કાર્યકરો એકત્ર થઈ ગયા હતા. તેમજ ટ્રાફિક DCP પર ભાજપના નેતાઓ દ્વારા દબાણ પણ કરવામાં આવ્યું હતું. ભાજપના નેતાના દબાણ સામે પણ રાજકોટ પોલીસે મચક આપી ન હતી. આ બાબતે ટ્રાફિક DCP પૂજા યાદવે કહ્યું કે, ‘નિયમો બધા માટે સરખા હોય છે.’ નિયમો ના પાળવા બદલ રાજકોટ પોલીસ દ્વારા ભાજપ નેતાને દંડ કરીને કાર્યવાહી કરવામાં આવી છે. નિયમભંગ અંગે ધારાસભ્ય દર્શિતા શાહનું નિવેદન આ મુદ્દે રાજકોટના ધારાસભ્ય દર્શિતાબેન શાહે જણાવ્યું હતું કે, નેતાઓ કાર્યક્રમમાં ભાગ લેવા આવ્યા હતા. તેમજ હું પણ તે કાર્યક્રમમાં હાજર હતી. મેં આ મુદ્દે DCP પૂજા યાદવ સાથે વાત કરી હતી. અમે પોલીસને કોઈ ભલામણ કરી નથી. મેં માત્ર દંડની જોગવાઈ જાણવા માટે ફોન કર્યો હતો. બંને કારચાલકોને મેમો આપવામાં આવ્યો છે જે બદલ ટ્રાફીક પોલીસની કામગીરીની પ્રશંસા કરું છું. બંને કાર્યકર્તાઓને અમે સમજાવી દીધા છે. તેઓ દંડની રકમ પણ ભરી દેશે. નંબર પ્લેટ ન હોય તો દંડ તો ભરવો જ પડે.

Rajkot: ગાડીમાં બ્લેક ફિલ્મ લગાવીને ફરતા ભાજપના નેતાને પોલીસે દંડ ફટકાર્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજકોટ ભાજપના નેતાએ કર્યો ટ્રાફિક નિયમભંગ
  • બ્લેક ફિલ્મ અને નંબર પ્લેટ વગરની ગાડી
  • નેતાઓ કાર્યક્રમમાં ભાગ લેવા આવ્યા હતાઃ દર્શિતા શાહ

કાયદા દરેક વ્યક્તિ માટે સમાન છે તે વાક્યને રાજકોટ પોલીસે સાચા અર્થમાં સાર્થક કરી છે. રાજકોટમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપના નેતા નંબર પ્લેટ વગરની ગાડી અને બ્લેક ફિલ્મ લગાવીને ફરતા હતા. જે રાજકોટ પોલીસના ધ્યાનમાં આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી દંડ ફટકાર્યો હતો. આ કામગીરીને લઈને રાજકોટ શહેર પોલીસની કામગીરીના વખાણ થઈ રહ્યા છે. રાજકોટ પોલીસે કોઈની પણ શરમ રાખ્યા વગર દંડ ફટકાર્યો હતો.

ગાડીમાં નંબર પ્લેટની જગ્યાએ પ્રમુખ લખેલું હતું

રાજકોટ શહેર ટ્રાફિક પોલીસે ભાજપના નેતાની કોઈ લાગવગ ધ્યાને લીધી ન હતી. જાણકારી મુજબ પોલીસે કિસાનપરા ચોકમાં ભાજપ નેતાની કાર રોકી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ભાજપ નેતાની કાર પર બ્લેક ફિલ્મ લગાવેલી હતી. એટલું જ નહીં પરંતુ ભાજપના નેતાની કાર પર નંબર પ્લેટની જગ્યાએ વોર્ડ નંબર 12ના પ્રમુખ છે તેવી પ્લેટ લગાવેલી હતી. ટ્રાફિક પોલીસે ભાજપના નેતાની કાર રોકી દંડ કરતા મુદ્દો ગરમાયો હતો.

ટ્રાફિક DCP પર ભાજપના નેતાઓ દ્વારા દબાણ કરવામાં આવ્યું

ઉલ્લેખનીય છે કે, કાર રોકવામાં આવતા ભાજપના નેતાઓ અને કાર્યકરો એકત્ર થઈ ગયા હતા. તેમજ ટ્રાફિક DCP પર ભાજપના નેતાઓ દ્વારા દબાણ પણ કરવામાં આવ્યું હતું. ભાજપના નેતાના દબાણ સામે પણ રાજકોટ પોલીસે મચક આપી ન હતી. આ બાબતે ટ્રાફિક DCP પૂજા યાદવે કહ્યું કે, ‘નિયમો બધા માટે સરખા હોય છે.’ નિયમો ના પાળવા બદલ રાજકોટ પોલીસ દ્વારા ભાજપ નેતાને દંડ કરીને કાર્યવાહી કરવામાં આવી છે.

નિયમભંગ અંગે ધારાસભ્ય દર્શિતા શાહનું નિવેદન

આ મુદ્દે રાજકોટના ધારાસભ્ય દર્શિતાબેન શાહે જણાવ્યું હતું કે, નેતાઓ કાર્યક્રમમાં ભાગ લેવા આવ્યા હતા. તેમજ હું પણ તે કાર્યક્રમમાં હાજર હતી. મેં આ મુદ્દે DCP પૂજા યાદવ સાથે વાત કરી હતી. અમે પોલીસને કોઈ ભલામણ કરી નથી. મેં માત્ર દંડની જોગવાઈ જાણવા માટે ફોન કર્યો હતો. બંને કારચાલકોને મેમો આપવામાં આવ્યો છે જે બદલ ટ્રાફીક પોલીસની કામગીરીની પ્રશંસા કરું છું. બંને કાર્યકર્તાઓને અમે સમજાવી દીધા છે. તેઓ દંડની રકમ પણ ભરી દેશે. નંબર પ્લેટ ન હોય તો દંડ તો ભરવો જ પડે.