Rajkot: ઈમ્પેક્ટ ફીના બહાને મનસુખ સાગઠીયાએ ભ્રષ્ટાચારની માજા મુકી હોવાનું આવ્યું સામે

રાજકોટના સસ્પેન્ડેડ TPO સાગઠીયાનું વધુ એક કારસ્તાન આવ્યું બહારઈમ્પેક્ટ ફીના નામે શાળા-કોલેજોને ડોમ બાંધવા છૂટો દોર આપ્યો હતો 80 બિલ્ડીંગના ડોમ બાંધ્યા બાદ ઇમ્પેક્ટ ફી ભરાઈ હતી રાજકોટના સસ્પેન્ડેડ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયાનું વધુ એક કારસ્તાન બહાર આવ્યું છે. મનસુખ સાગઠિયાએ ભ્રષ્ટાચારની માજા મુકી હોવાનું સામે આવ્યુ છે. શહેરમાં ઈમ્પેક્ટ ફીના નામે શાળા-કોલેજોને ડોમ બાંધવા માટે છૂટો દોર આપ્યો હતો અને સ્કુલ-શાળાઓએ પણ ડોમ તાણી બાંધ્યા હતા. 80 જેટલી બિલ્ડીંગોમાં ડોમ બાંધ્યા બાદ ઈમ્પેક્ટ ફી ભરાઈ શહેરમાં 80 જેટલી બિલ્ડીંગોમાં ડોમ બાંધ્યા બાદ ઈમ્પેક્ટ ફી ભરાઈ હોવાનું સામે આવ્યું છે. ત્યારે હવે મહાનગરપાલિકા દ્વારા તમામ જોખમી બાંધકામોને હટાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે મનસુખ સાગઠિયા પાસેથી મોટા પ્રમાણમાં અપ્રમાણસર મિલકત અને રોકડ રકમ સહિત સોનાના દાગીના જપ્ત કરવામાં આવ્યા છે અને હાલમાં તે જેલના સળીયા ગણી રહ્યો છે. સાગઠિયાએ ગેમઝોન સંચાલકો પાસેથી લાંચ લીધી હોવાનું કબૂલ્યું રાજકોટમાં TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે સૌથી મોટો ઘટસ્ફોટ સાગઠિયાએ એસીબીની તપાસ દરમિયાન કર્યો હતો, તેણે કબૂલ્યું કે જે અગ્નિકાંડ બન્યો તેની પહેલા ગેમઝોન સંચાલકો પાસેથી તેણે લાંચ લીધી હતી. એસીબીની તપાસ દરમિયાન સાગઠીયાએ અનેક પ્લાન ભષ્ટ્રાચાર કરી પાસ કર્યાનું કબુલ્યું હતું. ઓફિસમાંથી કરોડોની રોકડ અને સોનું મળ્યું રાજકોટ ACBમાં મનપાના ક્લાસ વન અધિકારી મનસુખ સાગઠીયા સામે અપ્રમાણસર મિલકત અંગે ફરિયાદ નોંધાઈ હતી. જેને લઈને સોમવારે રાતથી ACBની ટીમે 150 ફૂટ રિંગ રોડ પર આવેલા ટ્વીટ સ્ટાર ઓફિસમાં સીલ ખોલીને સર્ચ હાથ ધર્યું હતું. આ દરમિયાન 5 કરોડ રૂપિયા રોકડા મળ્યા હતા, સાથે જ 1 કરોડથી વધુની કિંમતનું સોનું પણ મળી આવ્યું હતું. ACBની ટીમ દ્વારા 3 જેટલા બોક્સમાં રૂપિયા, સોનું, એક મોટી તિજોરી, પ્રિન્ટર સહિતના દસ્તાવેજો કબ્જે કરવામાં આવ્યા હતા. ત્યારે આગામી દિવસોમાં સાગઠીયા વિરુદ્ધની તપાસમાં શું મોટા ખુલાસાઓ થાય છે તે જોવાનું રહેશે. અગાઉ 19 જૂને મળી હતી 10 કરોડની સંપત્તિ નોંધનીય છે કે, આ પહેલા 19 જૂને એન્ટીકરપ્શન બ્યુરોએ સાગઠીયા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા હતા અને 10 કરોડ 55 લાખની અપ્રમાણસર મિલકત મળી આવી હતી. આ સિવાય સાગઠીયાના ભાઈની રાજકોટ ખાતેની આવેલી ઓફિસ ઉપર પણ દરોડા પડ્યા હતા. ACB ના ડાયરેક્ટર સમશેરસિંગના માર્ગદર્શન હેઠળ જોઈન્ટડાયરેક્ટર બીપીન આહિરે સહિતનો સ્ટાફ ત્રાટકયો હતો. મનસુખ સાગઠીયા પાસે ગેસ એજન્સી, પેટ્રોલ પંપ અને અમદાવાદમાં અદાણી શાંતીગ્રામમાં બંગલો મળી આવ્યો હતો.

Rajkot: ઈમ્પેક્ટ ફીના બહાને મનસુખ સાગઠીયાએ ભ્રષ્ટાચારની માજા મુકી હોવાનું આવ્યું સામે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજકોટના સસ્પેન્ડેડ TPO સાગઠીયાનું વધુ એક કારસ્તાન આવ્યું બહાર
  • ઈમ્પેક્ટ ફીના નામે શાળા-કોલેજોને ડોમ બાંધવા છૂટો દોર આપ્યો હતો
  • 80 બિલ્ડીંગના ડોમ બાંધ્યા બાદ ઇમ્પેક્ટ ફી ભરાઈ હતી

રાજકોટના સસ્પેન્ડેડ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયાનું વધુ એક કારસ્તાન બહાર આવ્યું છે. મનસુખ સાગઠિયાએ ભ્રષ્ટાચારની માજા મુકી હોવાનું સામે આવ્યુ છે. શહેરમાં ઈમ્પેક્ટ ફીના નામે શાળા-કોલેજોને ડોમ બાંધવા માટે છૂટો દોર આપ્યો હતો અને સ્કુલ-શાળાઓએ પણ ડોમ તાણી બાંધ્યા હતા.

80 જેટલી બિલ્ડીંગોમાં ડોમ બાંધ્યા બાદ ઈમ્પેક્ટ ફી ભરાઈ

શહેરમાં 80 જેટલી બિલ્ડીંગોમાં ડોમ બાંધ્યા બાદ ઈમ્પેક્ટ ફી ભરાઈ હોવાનું સામે આવ્યું છે. ત્યારે હવે મહાનગરપાલિકા દ્વારા તમામ જોખમી બાંધકામોને હટાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે મનસુખ સાગઠિયા પાસેથી મોટા પ્રમાણમાં અપ્રમાણસર મિલકત અને રોકડ રકમ સહિત સોનાના દાગીના જપ્ત કરવામાં આવ્યા છે અને હાલમાં તે જેલના સળીયા ગણી રહ્યો છે.

સાગઠિયાએ ગેમઝોન સંચાલકો પાસેથી લાંચ લીધી હોવાનું કબૂલ્યું

રાજકોટમાં TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે સૌથી મોટો ઘટસ્ફોટ સાગઠિયાએ એસીબીની તપાસ દરમિયાન કર્યો હતો, તેણે કબૂલ્યું કે જે અગ્નિકાંડ બન્યો તેની પહેલા ગેમઝોન સંચાલકો પાસેથી તેણે લાંચ લીધી હતી. એસીબીની તપાસ દરમિયાન સાગઠીયાએ અનેક પ્લાન ભષ્ટ્રાચાર કરી પાસ કર્યાનું કબુલ્યું હતું.

ઓફિસમાંથી કરોડોની રોકડ અને સોનું મળ્યું

રાજકોટ ACBમાં મનપાના ક્લાસ વન અધિકારી મનસુખ સાગઠીયા સામે અપ્રમાણસર મિલકત અંગે ફરિયાદ નોંધાઈ હતી. જેને લઈને સોમવારે રાતથી ACBની ટીમે 150 ફૂટ રિંગ રોડ પર આવેલા ટ્વીટ સ્ટાર ઓફિસમાં સીલ ખોલીને સર્ચ હાથ ધર્યું હતું. આ દરમિયાન 5 કરોડ રૂપિયા રોકડા મળ્યા હતા, સાથે જ 1 કરોડથી વધુની કિંમતનું સોનું પણ મળી આવ્યું હતું. ACBની ટીમ દ્વારા 3 જેટલા બોક્સમાં રૂપિયા, સોનું, એક મોટી તિજોરી, પ્રિન્ટર સહિતના દસ્તાવેજો કબ્જે કરવામાં આવ્યા હતા. ત્યારે આગામી દિવસોમાં સાગઠીયા વિરુદ્ધની તપાસમાં શું મોટા ખુલાસાઓ થાય છે તે જોવાનું રહેશે.

અગાઉ 19 જૂને મળી હતી 10 કરોડની સંપત્તિ

નોંધનીય છે કે, આ પહેલા 19 જૂને એન્ટીકરપ્શન બ્યુરોએ સાગઠીયા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા હતા અને 10 કરોડ 55 લાખની અપ્રમાણસર મિલકત મળી આવી હતી. આ સિવાય સાગઠીયાના ભાઈની રાજકોટ ખાતેની આવેલી ઓફિસ ઉપર પણ દરોડા પડ્યા હતા. ACB ના ડાયરેક્ટર સમશેરસિંગના માર્ગદર્શન હેઠળ જોઈન્ટડાયરેક્ટર બીપીન આહિરે સહિતનો સ્ટાફ ત્રાટકયો હતો. મનસુખ સાગઠીયા પાસે ગેસ એજન્સી, પેટ્રોલ પંપ અને અમદાવાદમાં અદાણી શાંતીગ્રામમાં બંગલો મળી આવ્યો હતો.