Rajkot: PGVCLના કર્મચારી પર 3 શખ્સે કર્યો હુમલો, માથા-આંખમાં ગંભીર ઈજાઓ

વીજ બિલના બાકી પૈસા લેવા જતા કર્યો હુમલોકર્મચારીને માથા, આંખમાં ગંભીર ઈજાઓ કાલાવડ પોલીસે વધુ તપાસ હાથ ધરી રાજકોટના કાલાવડમાં PGVCLના કર્મચારી પર હુમલો કરવામાં આવ્યો છે. કાલાવડમાં PGVCLના કર્મચારી પર 3 શખ્સોએ હુમલો કર્યો છે. કાલાવડ શહેરમાં બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલી સ્વીટ પાનની દુકાને બાકી વીજ બિલ ના પૈસા લેવા જતા કર્મચારી પર હુમલો કરવામાં આવ્યો છે. માથાના ભાગે કાચની બાટલી મારીને હુમલો કર્યો એક કર્મચારીને માથાના ભાગે કાચની બાટલી મારીને હુમલો કર્યો છે અને અન્ય કર્મચારીને મુઢ માર આ શખ્સોએ માર્યો છે. ત્યારે કર્મચારી રાહુલ ગોસ્વામીને માથા અને આંખમાં ગંભીર ઈજાઓ થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. ત્યારે આ બનાવની જાણ થતાં જ PGVCLના અધિકારીઓ અને કર્મચારીઓ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે અને આ અંગે કાલાવડ પોલીસને જાણ કરવામાં આવતા કાલાવડ ટાઉન પોલીસ ઘટના સ્થળે પહોંચી અને આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. વીંછીયામાં રિપેરિંગ કરી રહેલા PGVCL કર્મચારીઓ પર જીવલેણ હુમલો કરાયો હતો થોડા મહિનાઓ પહેલા વીંછીયાના નવાગામ દેવપરા ગામમાં રિપેરિંગ કરવા ગયેલી પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડની ટીમ પર અજાણ્યા વ્યક્તિએ જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી હતી. આ બનાવમાં વીજ કંપનીના એક કર્મચારીને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ અંગે નાની મોલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. બનાવની મળતી વિગતો મુજબ PGVCLના અધિકારીઓ અને કોન્ટ્રાકટર સહિત 5 લોકો નવાગામ દેવપરા ગામમાં વીજપોલનું રૂપેરીંગ કરી રહ્યા હતા, ત્યારે કોઈ અજાણ્યા વ્યક્તિએ ટ્રેક્ટરને જાણી જોઈને કર્મચારીઓ કામ કરી રહ્યા હતા, ત્યાં ટક્કર મારીને હુમલો કર્યો હતો. આ હુમલામાં વીજ કંપનીના મહેશભાઈ ગાઢાદરાને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

Rajkot: PGVCLના કર્મચારી પર 3 શખ્સે કર્યો હુમલો, માથા-આંખમાં ગંભીર ઈજાઓ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વીજ બિલના બાકી પૈસા લેવા જતા કર્યો હુમલો
  • કર્મચારીને માથા, આંખમાં ગંભીર ઈજાઓ
  • કાલાવડ પોલીસે વધુ તપાસ હાથ ધરી

રાજકોટના કાલાવડમાં PGVCLના કર્મચારી પર હુમલો કરવામાં આવ્યો છે. કાલાવડમાં PGVCLના કર્મચારી પર 3 શખ્સોએ હુમલો કર્યો છે. કાલાવડ શહેરમાં બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલી સ્વીટ પાનની દુકાને બાકી વીજ બિલ ના પૈસા લેવા જતા કર્મચારી પર હુમલો કરવામાં આવ્યો છે.

માથાના ભાગે કાચની બાટલી મારીને હુમલો કર્યો

એક કર્મચારીને માથાના ભાગે કાચની બાટલી મારીને હુમલો કર્યો છે અને અન્ય કર્મચારીને મુઢ માર આ શખ્સોએ માર્યો છે. ત્યારે કર્મચારી રાહુલ ગોસ્વામીને માથા અને આંખમાં ગંભીર ઈજાઓ થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. ત્યારે આ બનાવની જાણ થતાં જ PGVCLના અધિકારીઓ અને કર્મચારીઓ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે અને આ અંગે કાલાવડ પોલીસને જાણ કરવામાં આવતા કાલાવડ ટાઉન પોલીસ ઘટના સ્થળે પહોંચી અને આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

વીંછીયામાં રિપેરિંગ કરી રહેલા PGVCL કર્મચારીઓ પર જીવલેણ હુમલો કરાયો હતો

થોડા મહિનાઓ પહેલા વીંછીયાના નવાગામ દેવપરા ગામમાં રિપેરિંગ કરવા ગયેલી પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડની ટીમ પર અજાણ્યા વ્યક્તિએ જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી હતી. આ બનાવમાં વીજ કંપનીના એક કર્મચારીને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ અંગે નાની મોલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. બનાવની મળતી વિગતો મુજબ PGVCLના અધિકારીઓ અને કોન્ટ્રાકટર સહિત 5 લોકો નવાગામ દેવપરા ગામમાં વીજપોલનું રૂપેરીંગ કરી રહ્યા હતા, ત્યારે કોઈ અજાણ્યા વ્યક્તિએ ટ્રેક્ટરને જાણી જોઈને કર્મચારીઓ કામ કરી રહ્યા હતા, ત્યાં ટક્કર મારીને હુમલો કર્યો હતો. આ હુમલામાં વીજ કંપનીના મહેશભાઈ ગાઢાદરાને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.