Rajkot News: સ્થાનિક સર્વર બંધ હોવાથી આવકના દાખલા, EWS સર્ટિફિકેટ કઢાવવામાં મુશ્કેલીઓ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજકોટમાં મામલતદાર કચેરીઓમાં સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો. વહીવટી તંત્ર સામે લોકોએ ગુસ્સો વ્યક્ત કર્યો હતો. આવકના દાખલા, EWS સર્ટિફિકેટ કઢાવવામાં મુશ્કેલીઓ થતા તંગદિલી સર્જાઇ હતી. સ્થાનિક સર્વર બંધ હોવાથી મામલતદાર કચેરીમાં મુશ્કેલી ઉભી થઇ હતી. રાજકોટની મામલતદાર કચેરીમાં આવકનો દાખલો અને ઇડબલ્યુએસ સર્ટિફિકેટ સહિતનાં પ્રમાણપત્રો ન નિકળતા વિવાદ સર્જાયો હતો.
રાજકોટ મામલતદાર કચેરીમાં રોષનો માહોલ
સ્થાનિકોના કામ સરળતાથી થાય તે માટે સર્વરનું વ્યવસ્થિત કામ કરવું જરુરી છે. પણ જો આ સર્વર જ બંધ પડી જાય તો તમામ કામ અટકી પડી છે. અને અન્ય કામમાં મુશ્કેલીઓ સર્જાય છે. ત્યારે આવુ જ કઇ જોવા મળ્યુ હતુ રાજકોટ મામલતદાર કચેરીમાં. જ્યાં સર્વર બંધ હોવાથી લોકોનો તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો. આવકના દાખલા, EWS સર્ટિફીટ કઢાવવામાં મુશ્કેલી સર્જાઇ હતી. સ્થાનિકોના હોબાળા બાદ તંત્ર જાગ્યુ હતુ. અને કાર્યવાહી હાથ ધરી હતી. બાદમાં વાઈફાઈ સિસ્ટમ શરુ કરી દાખલા કાઢવાની કામગીરી હાથ ધરાઇ હતી.
લોકોના હોબાળા બાદ તંત્ર જાગ્યુ
રાજકોટ મામલતદાર કચેરીમાં હોબાળો સર્જાયા બાદ તંત્રે આગામી તજવીજ હાથ ધરી હતી. અને સ્થાનિકોના પ્રશ્નોના નિવારણ માટે કાર્યવાહી શરુ કરી હતી. આવકના દાખલા અને સર્ટિફિકેટ આપવા માટે વૈકલ્પિક સુવિધા ઉભી કરી હતી. વાઈફાઈ સિસ્ટમ શરુ કરી દાખલા કાઢવાની કામગીરી હાથ ઘરવામાં આવી હતી. સ્થાનિકોને વધુ ધક્કા ન ખાવા પડે અને ફરી આવી કોઇ સમસ્યા ન સર્જાય તે માટે તંત્ર સતર્ક થયુ છે.
What's Your Reaction?






