Rajkot News: શહેરમા કાલાવડ રોડ પર કોન્સ્ટેબલની પીસીઆર વાન પર પથ્થર મારો, પોલીસે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજકોટ શહેરમાં પોલીસની વાન પર પથ્થરમારો થયો હોવાની ઘટના પ્રકાશમાં આવઈ છે. શહેરમાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ પીસીઆર વાનમાં નીકળ્યા હતાં. આ કોન્સ્ટેબલને ટોળાએ રોક્યા હતાં અને ગાળાગાળી શરૂ કરી હતી. ત્યાર બાદ ટોળાએ પીસીઆર વાન પર પથ્થરમારો કર્યો હતો. જેના કારણે ગાડીને નુકસાન પહોંચ્યું હતું. પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.
કોન્સ્ટેબલને 15 જેટલા લોકોના ટોળાએ ઘેરી લીધા
પ્રાપ્ત વિગતો પ્રમાણે કાલાવડ રોડ પર સ્થિત અવધીના ઢાળિયા પાસેની ઝૂંપડપટ્ટી પાસે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ ઉમેશ બાલાસરા પીસીઆર વાનની સાથે નીકળ્યા હતાં. રાત્રિ ફરજ પર રહેલા બાલાસરાને બસંત માજી અને દિનેશ ચમાર સહિત 15 જેટલા લોકોના ટોળાએ ઘેરી લીધા હતાં અને અહીંથી નહીં જવા દઈએ કહી ગાળાગાળી શરૂ કરી હતી.
પીસીઆર વાન પર તોડફોડ કરીને પથ્થર મારો કર્યો
આ ટોળાએ કોન્સ્ટેબલની પીસીઆર વાન પર તોડફોડ કરીને પથ્થર મારો કર્યો હતો. જેના કારણે ગાડીની એક બાજુની લાઈટ તુટી ગઈ હતી. સરકારી ગાડીને ત્રણેક હજાર રૂપિયાનું નુકસાન પહોંચ્યું હતું. પોલીસે આ ઘટનામાં ફરજમાં રૂકાવટ બદલ ગુનો નોંધી તમામ આરોપીઓને પકડી પાડવા માટે કાર્યવાહી શરૂ કરી હતી.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

