Rajkot News: વીંછિયામાં રખડતા ઢોરનો આતંક, આખલો આડે આવતા બાઈક સવાર ફંગોળાયો

Apr 18, 2026 - 14:30
Rajkot News: વીંછિયામાં રખડતા ઢોરનો આતંક, આખલો આડે આવતા બાઈક સવાર ફંગોળાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટ જિલ્લાના વીંછિયામાં રખડતા ઢોરના કારણે વધુ એક નિર્દોષ નાગરિક અકસ્માતનો ભોગ બન્યો છે. વીંછિયા-જસદણ રોડ પરથી પસાર થઈ રહેલા એક બાઈક સવારની આડે અચાનક રખડતો આખલો આવી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો જોરદાર હતો કે, બાઈક સવાર હવામાં ફંગોળાઈને રોડ પર પટકાયો હતો, જેના કારણે તેને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી છે.

સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ, તંત્ર સામે રોષ

આ સમગ્ર અકસ્માતની લાઈવ ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, કેવી રીતે રખડતા ઢોર રસ્તાની વચ્ચે અડિંગો જમાવીને બેઠા હોય છે અને વાહનચાલકો માટે કાળ સમાન સાબિત થાય છે. ઇજાગ્રસ્ત બાઈક સવારને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. સ્થાનિક લોકોમાં આ ઘટનાને પગલે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

સળગતો સવાલ: જનતાના જીવ જાય છે, સરકાર એક્શનમાં ક્યારે આવશે?

નગરપાલિકા હોય, મહાનગરપાલિકા હોય કે ગ્રામ પંચાયત, રખડતા ઢોરની સમસ્યા હવે રાજ્યવ્યાપી બની ગઈ છે. અનેક લોકોએ આ મૂંગા પશુઓના કારણે જીવ ગુમાવ્યા છે અને અનેક લોકો કાયમી અપંગ બન્યા છે. વારંવાર સામે આવતા CCTV ફૂટેજ તંત્રની નિષ્ફળતાની ચાડી ખાય છે. સવાલ એ થાય છે કે, તંત્ર આ રખડતા ઢોરોને ડબ્બે પૂરવામાં કેમ આળસ કરી રહ્યું છે? શું હજુ પણ વધુ નિર્દોષ લોકોના જીવ જવાની રાહ જોવામાં આવી રહી છે? સરકાર આ મુદ્દે ક્યારે કડક કાયદો લાવી નક્કર એક્શન લેશે તે જોવું રહ્યું.


આ પણ વાંચો - Rajkot News: ભાયાવદરમાં પાણીની સમસ્યા, મહિલાઓએ તંત્રને 'પાણી' બતાવ્યું, નગરપાલિકા કચેરીમાં મચાવ્યો હોબાળો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0