Rajkot News : રાજકોટમાં આરોગ્ય વિભાગે લીધેલા દૂધ, આઈસ્ક્રીમ, કુલ્ફી સહિતના નમૂનાઓ ફેલ, દિવાળીને ધ્યાને રાખી 35 બેકરીઓમાં તપાસ કરાઈ

Oct 15, 2025 - 09:00
Rajkot News : રાજકોટમાં આરોગ્ય વિભાગે લીધેલા દૂધ, આઈસ્ક્રીમ, કુલ્ફી સહિતના નમૂનાઓ ફેલ, દિવાળીને ધ્યાને રાખી 35 બેકરીઓમાં તપાસ કરાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

શિવ એન્ટરપ્રાઇઝ, ગોકુલ ડેરીના નમૂના ફેલ, વોલ્કો ક્યુએસઆર કંપનીના નમૂના ફેલ થયા અને નમૂના ફેલ થતા દંડ સહિત શિક્ષાત્મક કાર્યવાહી કરાઈ છે, દિવાળીને ધ્યાને રાખી 35 બેકરીઓમાં તપાસ કરાઈ હતી અને કેક, પેસ્ટ્રી, નાનખટાઈ સહિત નમૂનાઓ લેવાયા છે. ફૂડ શાખા દ્વારા દાણાપીઠ, મવડી, મોરબી રોડ ધર્મેન્દ્ર રોડ ઉપર 35થી વધુ નમૂના લેવાયા છે.

શિવ એન્ટરપ્રાઈઝ ખાતેથી શુદ્ધ ઘીનો નમૂનો લેવાયો હતો

રાજકોટ મનપા દ્વારા લેવાયેલા ધી, દૂધ અને કુલ્ફીના નમૂનાના પૃથ્થકરણ રિપોર્ટમાં નમૂના ફેલ થવાનો રિપોર્ટ આવતા ફૂડ શાખા દ્વારા એજયુડિકેશન કેસ દાખલ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મનપા દ્વારા મહિલા કોલેજ ચોકમાં વોલ્કસ યુએસલઆર કંપની ખાતેથી ગ્રામીન ગુડ બદામ કુલ્કીનો નમૂનો લેવાયો હતો જેમાં મિલ્ક ફેટ ધારા ધોરણ કરતા ઓછું જોવા મળતા નમૂનો ફેલ થયો હતો. ગોડલ રોડ ઉપર રસુલ પરામાં પોલ્ટ્રી ફાર્મ સામે આવેલ શિવ એન્ટરપ્રાઈઝ ખાતેથી શુદ્ધ ઘીનો નમૂનો લેવાયો હતો જેમાં ફોરેન કેટ તેલ ઓઈલની હાજરી જોવા મળતા નમુનો ફેલ ગણાયો હતો.

મનપાની ફૂડ શાખા દ્વારા એજયુડિકેશન કેસ દાખલ કરવામાં આવનાર છે

શ્રીકોલોની પાસે વરદાન કોમ્પલેકસ ખાતે આવેલ ઓમ સ્વીટ નમકીન એન્ડ મિલ્ક શોપીમાંથી બફેલો મિલ્કનો નમૂનો લેવાયો હતો તેમાં ધારા ધોરણ કરતા મિલ્ક કેટ, સોલીડ નોટ ફેટનું પ્રમાણ ઓછુ જોવા મળતા નમૂનો સબ સ્ટાન્ડર્ડ જાહેર કરાયો હતો. કુવાડવા રોડ ઉપર ખીજડાવાળા રોડ અમૃત પાર્ટી પ્લોટ સામે આવેલ શ્રી રામ ડેરી ફાર્મ ખાતેથી મિકસ દૂધનો નમૂનો લેવાયો હતો જેમાં ફોરેન ફેટની હાજરી જોવા મળી હતી. મવડીમાં નંદનવન સામે કૈલાસ પાર્ક શેરી નં. ૧ ખાતેથી મિક્સ દૂધનો નમૂનો લેવાયો હતો. જેમાં મિલ્કી સોલીડ નોટ કેટનું પ્રમાણ ધારા પોષણ કરતા ઓછુ જોવા મળતા નમૂનો ફેલ થયો હતો. આ તમામ કિસ્સામાં મનપાની ફૂડ શાખા દ્વારા એજયુડિકેશન કેસ દાખલ કરવામાં આવનાર છે. બાઈટ સુગર બોઈલ્ડ કેન્ફેક્શનરીનો નમૂનો લેવાયો હતો

તહેવારોમાં ઉપયોગમાં લેવાતી ચીજોના ૩૫ નમૂના લઈને ચકાસણી માટે મોકલાયા હતા જેમાં બીંગ બજાર ચોક પાસેથી કેક એન્ડ સ્વીટ ખાતેથી પિસ્તા નાનખટાઈ અને પાઈનેપલ કેક, મોરબી રોડ જકાત નાકા પાસેની કેશવ બેકરીમાંથી બ્લેક કરંટ, જૂના મોરબી રોડ ઉપર આર.કે. ડ્રીમલેન્ડ પાછળની પ્રતિક બેકરીમાંથી ચોકલેટ ટ્રકલ કેક, આદર્શ બેકરી સત્યસાઈ રોડ આલાપ હેરીટેજ પાસેથી નટી બટી કુકીઝ, ચોકલેટ કુકીઝ અને મિલ્ક ટોસ નાનામવા લાલા લજપતરાય ટાઉનશીપ પાસે આવેલ પટેલ બેકરીમાંથી ટવીલિસીયસ જામ કુકી, માર્કો રસ્ક, નાનામવા રોડ ગાંધી સ્કૂલ સામે રાધે પ્રોવિઝન ખાતેથી મેરીઓ રસ્ક, જીલાની પ્રિમિયમ મિલ્ક ટોસ્ટ, રામેશ્વર મલ્ટી ટ્રેક નાનામવા રોડ ખાતેથી પાસે પાસ પરસ, કોઠી બાઈટ સુગર બોઈલ્ડ કેન્ફેક્શનરીનો નમૂનો લેવાયો હતો.

 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0