Rajkot news: ગોંડલના યુવકે સગીરાને પ્રમજાળમાં ફસાવી ગોવા સહિત અલગ અલગ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચર્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજકોટમાં સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. દુષ્કર્મ કરનાર આરોપી અરમાન ગોદાણીની પોલીસે ધરપકડ કરી છે. સોશયલ મીડિયામાં સગીરા સાથે મિત્રતા કેળવી હતી. સગીરાને લલચાવી ગોવા ફરવા માટે લઈ ગયો હતો. આ બનાવ સામે આવતા ચકચાર મચી ગઈ હતી.
રાજકોટમાં સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું
આ બનાવ અંગેની જાણ વાલીઓને થતા તાત્કાલિક પોલીસ મથકે દોડી ગયા હતા. આ ઘટના અંગે અરમાન ગોદાણી સામે પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસે ફરિયાદને ગંભીરતાથી લઈ આરોપીને ઝડપી લીધો હતો. અરમાન ગોદાણી સામે દુષ્કર્મ, પોક્સો, અપહરણ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી ધરપકડ કરવામાં આવી છે.
યુવક સગીરાને ગોવા ફરવા લઈ ગયો
યુવક પોતાનો મોબાઈલ વહેંચી 17હજાર તેમજ સગીરા પાસેથી 10હજાર લઈને સગીરાને ગોવા ફરવા લઈ ગયો હતો. વધુમાં ફરિયાદમાં જણાવ્યું કે એક વર્ષથી આરોપી સગીરાના સંપર્કમાં હતો. તે બાદ સગીરા સાથે ઇન્સ્ટાગ્રામ મારફત પરિચય થયો હતો. બંને સોશયલ મીડિયામાં વાત પણ કરતા હતા.
What's Your Reaction?






