Rajkot News: ગુલાબ વિહાર રોડ પર માસૂમ બાળકી બાઈકની અડફેટે આવી, અકસ્માતની ઘટના CCTVમાં થઈ કેદ

Apr 3, 2026 - 00:00
Rajkot News: ગુલાબ વિહાર રોડ પર માસૂમ બાળકી બાઈકની અડફેટે આવી, અકસ્માતની ઘટના CCTVમાં થઈ કેદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટ શહેરના ગુલાબ વિહાર રોડ પર એક ચોંકાવનારો અકસ્માત સર્જાયો છે, જેમાં 6 વર્ષની એક માસૂમ બાળકી પૂરપાટ ઝડપે આવતી બાઈકની અડફેટે આવી ગઈ હતી. આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ છે, જેમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક નાની બેદરકારી મોટી હોનારતમાં પરિણમી શકી હોત. સદનસીબે, આ અકસ્માતમાં બાળકીનું માથું અને આંખ માંડ-માંડ બચ્યા છે.

બાળકી દાદા સાથે રોડ ક્રોસ કરી રહી હતી

બાળકી તેના દાદા સાથે રોડ ક્રોસ કરી રહી હતી. દાદા આગળ ચાલતા હતા અને બાળકી પાછળ હતી. આ દરમિયાન બાળકી અચાનક દોડીને રોડ પર આવી ગઈ હતી. બીજી તરફથી આવતા બાઈક ચાલકનું ધ્યાન ન રહેતા તેણે બાળકીને અડફેટે લીધી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બાળકી રસ્તા પર ફંગોળાઈ હતી. આ દ્રશ્યો જોઈને આસપાસના લોકો દોડી આવ્યા હતા અને બાળકીને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.

બાળકી અચાનક દોડીને રોડ પર આવતા અકસ્માત

આ ઘટનામાં બાળકીના માતા-પિતા અને વાલીઓની પણ લાપરવાહી સામે આવી છે. નાના બાળકોને રોડ ક્રોસ કરાવતી વખતે તેમનો હાથ પકડવો કેટલો અનિવાર્ય છે, તે આ કિસ્સો સાબિત કરે છે. સીસીટીવી ફૂટેજમાં દેખાતી આ ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને વાલીઓ માટે એક બોધપાઠ સમાન બની છે. રાજકોટ પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે અને વાહનચાલકોને રહેણાંક વિસ્તારોમાં ઝડપ મર્યાદિત રાખવા અપીલ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0