Rajkot News: HSRP નંબર પ્લેટ વિના વાહનોને નહીં મળે પેટ્રોલ-ડીઝલ, નિયમ ભંગ પર થશે કાર્યવાહી

Aug 18, 2026 - 00:30
Rajkot News: HSRP નંબર પ્લેટ વિના વાહનોને નહીં મળે પેટ્રોલ-ડીઝલ, નિયમ ભંગ પર થશે કાર્યવાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટ શહેરમાં ટ્રાફિક નિયમોનું કડક પાલન કરાવવા અને ગુનાખોરી પર નિયંત્રણ મેળવવા માટે પોલીસ તંત્રે એક અત્યંત મહત્વનો અને કડક નિર્ણય લીધો છે. રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા BNSS Section 163(2) ની જોગવાઈઓ હેઠળ એક વિશેષ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ આદેશ અનુસાર હવેથી શહેરમાં નંબર પ્લેટ વગરના કે ક્ષતિગ્રસ્ત પ્લેટ વાળા વાહનો પર સંપૂર્ણ લગામ લગાવવાની તૈયારી કરી લેવામાં આવી છે.

HSRP નંબર પ્લેટ વગર ઈંધણ આપવા પર સખત મનાઈ

પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવેલા આ જાહેરનામા મુજબ, જે વાહનોની આગળ અને પાછળ બંને બાજુએ અધિકૃત HSRP (હાઈ સિક્યુરિટી રજિસ્ટ્રેશન પ્લેટ) નંબર પ્લેટ નહીં હોય, તેવા કોઈ પણ વાહનને પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ કે ડીઝલ જેવા ઈંધણ આપવામાં આવશે નહીં. રાજકોટ શહેરમાં સિક્યુરિટી અને ટ્રાફિક શિસ્ત જાળવવા માટે આ 'નો HSRP, નો ફ્યુઅલ' નિયમનો તાત્કાલિક અસરથી અમલ કરવા આદેશ અપાયો છે.


Rajkot News: No HSRP No Fuel, CP Issues Strict Order Under BNSS 163

જાહેરનામાના ભંગ બદલ વાહનચાલક અને પંપ સંચાલક સામે થશે કાર્યવાહી

આ જાહેરનામાનું ઉલ્લંઘન કરનારાઓ સામે પોલીસ વિભાગ દ્વારા આકરાં પગલાં લેવામાં આવશે. જો કોઈ વાહનચાલક HSRP નંબર પ્લેટ વગર ઈંધણ પુરાવવાનો આગ્રહ રાખશે અથવા કોઈ પેટ્રોલ પંપ સંચાલક કે કર્મચારી નિયમનો ભંગ કરીને આવા વાહનોમાં પેટ્રોલ-ડીઝલ ભરશે, તો બંને પક્ષો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તંત્રે પેટ્રોલ પંપના માલિકોને પણ આ બાબતે સખત સૂચનાઓ જાહેર કરી દીધી છે.

Rajkot News: No HSRP No Fuel, CP Issues Strict Order Under BNSS 163

ઘર્ષણના પ્રસંગે તુરંત જ પોલીસને જાણ કરવા આદેશ

પેટ્રોલ પંપ પર ઈંધણ આપવાની ના પાડતા જો કોઈ વાહનચાલક પંપ કર્મચારીઓ સાથે બળજબરી કરે, દાદાગીરી કરે કે ઘર્ષણની સ્થિતિ ઊભી કરે, તો તેવા સંજોગોમાં સંચાલકોને તાત્કાલિક સ્થાનિક પોલીસ સ્ટેશન અથવા કંટ્રોલ રૂમને જાણ કરવા જણાવવામાં આવ્યું છે. પોલીસ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે, કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આ નિયમનું ચુસ્તપાલન કરાવવામાં આવશે.

Rajkot News: No HSRP No Fuel, CP Issues Strict Order Under BNSS 163


આ પણ વાંચો - 18 August Top News: 18 ઓગસ્ટના રોજ બનનારી મહત્વની ઘટનાઓ


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0