Godhra: અમન ડે સ્કૂલમાં જન્માષ્ટમી અને શિક્ષક દિન

Sep 7, 2026 - 01:30
Godhra: અમન ડે સ્કૂલમાં જન્માષ્ટમી અને શિક્ષક દિન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગોધરાઃ ગોધરા શહેરની અમન ડે સ્કૂલના કે.જી. વિભાગમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પર્વની તથા શિક્ષક દિનની ઉજવણી ખૂબ જ આનંદ અને ઉત્સાહભેર કરવામાં આવી હતી.આ પ્રસંગે નાના ભૂલકાઓ ભગવાન શ્રીકૃષ્ણ, રાધાજી તેમજ અન્ય સુંદર પાત્રોના વેશમાં સજ્જ થઈને આવ્યા હતા.વિદ્યાર્થીઓના સુંદર પરિધાન અને મનમોહક અંદાજે સમગ્ર શાળા પરિસરને ભક્તિમય અને આનંદમય બનાવી દીધું હતું. ઉજવણી દરમિયાન બાળકો દ્વારા ઉત્સાહભેર મટકી ફોડ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે શિક્ષક દિવસ નિમિત્તે વિદ્યાર્થીઓને શિક્ષક દિનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓએ શિક્ષકોની ભૂમિકા ભજવીને શિક્ષણ કાર્યનો અનુભવ મેળવ્યો હતો. ઉજવણી દરમિયાન વિવિધ રમતોનું પણ; આયોજન કરવામાં આવ્યું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0