Dahod: શિવભક્તો દ્વારા સિંગવડથી સંજેલી સુધીની કાવડયાત્રા

Sep 7, 2026 - 01:30
Dahod: શિવભક્તો દ્વારા સિંગવડથી સંજેલી સુધીની કાવડયાત્રા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સિંગવડ : સંજેલી નગરના ભાવિક ભક્તો દ્વારા કાવડ યાત્રા યોજાઇ હતી. કાવડિયાઓએ નગરની કબૂતરી નદીમાંથી કાવડમાં નીર ભરી સિંગવડથી સંજેલી સુધી પદયાત્રા કરી હતી. સંજેલીના કાવડ યાત્રીઓ સિંગવડ નગરમાંથી પસાર થઈ સંજેલી ખાતે આવેલા પુષ્પ સાગર તળાવના કિનારે આવેલ ભીમનાથ મહાદેવ મંદિર પહોંચ્યા હતા. જ્યાં ભક્તો દ્વારા કબૂતરી નદીના પવિત્ર જળથી ભીમનાથ મહાદેવને જળાભિષેક કરાયો હતો. કાવડ યાત્રામાં સંજેલી વિસ્તારના યુવાનો, મહિલાઓ સહિત મોટી સંખ્યામાં ભક્તજનો જોડાયા હતા. યાત્રા દરમિયાન ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સમગ્ર માર્ગ પર ભક્તિમય માહોલ છવાયો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0