Bharuch: વીજ માળખું ધરાશાયી થતાં પાલેજ ગામના કેટલાક વિસ્તારની બત્તી ગુલ

Sep 28, 2026 - 07:00
Bharuch: વીજ માળખું ધરાશાયી થતાં પાલેજ ગામના કેટલાક વિસ્તારની બત્તી ગુલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પાલેજ ગામમાં એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં જીઈબી (GEB) ના મેઈન ટીસી સ્ટ્રક્ચરને મોટું નુકસાન થયું છે. સ્ટીલ કો કંપની પાસે આવેલા જીઈબીના આ મુખ્ય વીજ માળખાને કોઈ અજાણ્યા વાહને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે આખું ટીસી સ્ટ્રક્ચર જમીનદોસ્ત થઈ ગયું છે.આ અકસ્માતના કારણે ટીસી સાથે જોડાયેલી તમામ મુખ્ય વીજ લાઈનોને ભારે નુકસાન (ડેમેજ) થયું છે. જેના લીધે પાલેજ ગામ અને આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. ઘટનાની જાણ થતાં જ વીજ કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓનો કાફ્લો ઘટનાસ્થળે દોડી ગયો છે સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે. સમારકામ દરમિયાન લાલજીન વિસ્તાર, મક્કા મસ્જિદ વિસ્તાર તથા પંચાયતવાળા વિસ્તારમાં લાઈટ બંધ રહેશે. જ્યાં સુધી નવું સ્ટ્રક્ચર અને લાઈનો કાર્યરત ન થાય ત્યાં સુધી નાગરિકોને ધીરજ રાખવા અને સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0