Narmada: ગડી તથા મોટી સિંગલોટી ગામે આંગણવાડી ઉત્સવ યોજાયો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
દેડિયાપાડા તાલુકાના ગડી તથા મોટી સિંગલૉટી ગામ આંગણવાડી ઉત્સવ તથા લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે બાળકોના સર્વાંગી વિકાસ, પોષણ અને પ્રાથમિક શિક્ષણને વધુ સુદૃઢ બનાવવા માટે આંગણવાડી કેન્દ્રો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
ગ્રામ્ય વિસ્તારોમાં બાળકોને જરૂરી સુવિધાઓ મળી રહે અને તેમનો સર્વાંગી વિકાસ થાય તે માટે આંગણવાડી કેન્દ્રોનું મહત્વ વિશેષ છે.ગ્રામ્ય વિસ્તારોમાં જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી વિકાસની ગતિને સતત આગળ વધારવા માટે સરકાર પ્રતિબદ્ધ છે. નવી આંગણવાડીના લોકાર્પણથી ગામના બાળકોને પોષણ, પ્રાથમિક શિક્ષણ તથા વિકાસલક્ષી પ્રવૃત્તિઓ માટે વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ બનશે. આ પ્રસંગે લાડવા સરપંચ દિવાનજી વસાવા ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

