Rajkot News : રાજકોટમાં ત્રિપલ મર્ડરના કેસમાં બે આરોપી ઝડપાયા, બંન્ને પક્ષોએ સામ સામે નોંધાવી હતી ફરિયાદ

Oct 22, 2025 - 11:00
Rajkot News : રાજકોટમાં ત્રિપલ મર્ડરના કેસમાં બે આરોપી ઝડપાયા, બંન્ને પક્ષોએ સામ સામે નોંધાવી હતી ફરિયાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટમાં દિવાળીના દિવસે આંબેડકરનગરમાં થઇ હતી હત્યા અને વાહન અથડાવવા મુદ્દે બબાલમાં થઇ હતી હત્યા, આ ઘટનામાં 3 લોકોની હત્યા થઈ હતી અને બંને પક્ષોએ સામ સામે નોંધાવી હતી ફરિયાદ, અન્ય આરોપીઓને પકડવા પોલીસની તજવીજ શરૂ કરી છે. પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. દિવાળીના તહેવારમાં ટ્રિપલ મર્ડરથી ચકચાર મચી છે

રાજકોટમાં મામલો ઉગ્ર બનતા 2 સગા ભાઈની હત્યા કરાઈ હતી

રાજકોટના આંબેડકર નગરમાં ત્રિપલ મર્ડરની ઘટના બની હતી, જેમાં બે સગા ભાઈ સુરેશ પરમાર અને વિજય પરમારની હત્યા કરી દેવામાં આવી હતી તો સામા પક્ષે હુમલો કરનારની પણ હત્યા કરાઈ હતી, પોલીસે બન્ને પક્ષે ફરિયાદ નોંધી તપાસ હાથધરી હતી. રાજકોટના ગોંડલ રોડ પર બે ભાઈઓ પર પહેલા છરીથી હુમલો કરવામાં આવ્યો અને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે, તો પોલીસે જે જગ્યાએ ઘટના બની છે તે જગ્ચાએ પોલીસનો બંદોબસ્ત ખડકી દીધો છે અને તપાસ શરૂ કરી છે.

રાજકોટના માલવિયાનગર પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો

તો માલવિયાનગર પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે. અને મૃતદેહને પીએમ માટે ખસેડાયો હતો, પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવ્યો હતો અને અંતિમક્રિયા કરાઈ હતી, પ્રાપ્ત માહિતી મૂજબ વાત કરીએ તો પહેલા વાહન અથડાયું અને ત્યારબાદ જૂથ અથડામણ થઈ હતી અને બન્ને પક્ષના લોકો સામસામે આવી ગયા હતા અને વાત ઉગ્ર બની અને છરીથી હુમલો થતા હત્યા કરવામાં આવી હતી, તો મૃતકના પિતાનું કહેવું છે કે, મજૂરી કામ કરીને મારા પુત્ર ઘરે આવી રહ્યાં હતા અને વાહન અથડાવા જેવી બાબતે હત્યા કરવામાં આવી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0