Rajkot શહેર ભાજપ પ્રમુખની વરણી પહેલાં ભડકો, પ્રમુખ સામે અસંતોષની આગ

Jan 8, 2025 - 09:30
Rajkot શહેર ભાજપ પ્રમુખની વરણી પહેલાં ભડકો, પ્રમુખ સામે અસંતોષની આગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટમાં ભાજપ પ્રમુખની ચૂંટણી યોજવાની છે. પ્રમુખની વરણીને લઈને જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જો કે પ્રમુખપદની ચૂંટણી પહેલા જ ભાજપમાં ભડકો જોવા મળ્યો.વર્તમાન શહેર પ્રમુખ સામે પક્ષમાં અસંતોષની આગ જોવા મળી. ત્રણ પૂર્વ મંત્રી,ત્રણ પૂર્વ મેયરો દ્વારા પ્રમુખના વલણને લઈને પ્રદેશમાં રજૂઆત કરવામાં આવી. અરવિંદ રૈયાણી દ્વારા રજૂઆત કરવામાં આવી કે વર્તમાન પ્રમુખ આપખુદીથી વહીવટ કરી રહ્યા છે. જેના કારણે અન્ય લોકોને અન્યાય થઈ રહ્યો રૈયાણીએ ફરિયાદ કરી.

વર્તમાન પ્રમુખ સામે ફરિયાદ

શહેરમાં ભાજપના પ્રમુખ પદની ચૂંટણીનો માહોલ ગરમાયો છે. શહેર ભાજપ પ્રમુખની વરણી પહેલા જ વિવાદ જોવા મળ્યો. પક્ષમાં એકને રાજી રાખવા જતા અન્યને અન્યાય થતો હોવાનું સામે આવી રહ્યું છે. તેમજ વર્તમાનમાં હોદ્દા પર રહેલા લોકો આપખુદશાહીવાળું વલણ ધરાવતા હોવાની ફરિયાદો ઉઠી છે. શહેરના પ્રમુખને લઈને ત્રણ પૂર્વ મંત્રી ત્રણ પૂર્વ મેયરો ગોવિંદભાઈ પટેલ, અરવિંદ રૈયાણી, બીનાબેન આચાર્ય, રક્ષાબેન બોડિયા સહિતના નેતાઓ દ્વારા પ્રદેશમાં રજૂઆત કરવામાં આવી. તમામની ફરિયાદ છે કે વર્તમાન પ્રમુખ સંકલન વગર આપખુદીથી વહીવટ કરે છે.જૂના લોકોને પારાવાર અન્યાય થઈ રહ્યા છે.

 ચૂંટણીમાં રસાકસીનો જંગ

પ્રમુખ પદની દાવેદારી માટે 30થી વધુ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. આ ઉમેદવારોમાં ખાસ કરીને 4 પૂર્વ મેયરો અને વિજય રૂપાણી જૂથના નેતાઓનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત સીનીયર આગેવાન નેતા કશ્યપ શુક્લએ પણ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. પ્રમુખ પદ માટે યુવા ચહેરાઓને મજબૂત દાવેદાર માનવામાં આવે છે. પ્રમુખની વરણીને લઈને કરવામાં આવેલ સેન્સ પ્રક્રિયામાં નિરીક્ષક તરીકે માયાબેન કોડનાની ઉપસ્થિત રહી કાર્યકર્તાઓની સેન્સ લીધી હતી. જો કે નિરીક્ષકોની સેન્સ બાદ પક્ષ અંતિમ નિર્ણય પર મોહર મારશે. પ્રમુખ પદ માટે સિનિયર આગેવાનો અને પૂર્વ મુખ્યમંત્રી વિજયરૂપાણી જૂથ સક્રિય થતાં ચૂંટણીમાં રસાકસીનો જંગ જામ્યો છે.

પ્રમુખ પદની વરણી માટે કડક વલણ

ભાજપ પ્રમુખ પદ માટે આ વખતે પક્ષે વધુ કડક વલણ અપનાવવામાં આવ્યું છે. પ્રમુખ પદની દાવેદારી માટે નિયમો બનાવ્યા છે. જે અંતર્ગત વર્તમાન તેમજ પૂર્વમાં બે વખત સક્રિય સભ્ય બનેલા હોવા જોઈએ. તેમજ મંડલ અધ્યક્ષ અથવા જિલ્લા પ્રદેશ સ્તરે, પ્રદેશની ટીમ, મોરચા, પ્રકલ્પમાં કામ ફરજિયાત કામ કરેલું હોવું જોઈએ.આ ઉપરાંત બે વખત ચૂંટાયેલા પ્રમુખને ફરી રીપીટ નહીં કરવામાં આવે. શિસ્તબદ્ધ મનાતા એવા ભાજપે આ વખતે આર્થિક કૌભાંડમાં સંડોવાયેલા અને ચરિત્રહિન તેમજ પોલીસ કેસ થયેલ અને ગુનાહીત પ્રવૃત્તિમાં સંકળાયેલ વ્યક્તિઓને રાજકોટ શહેરના પ્રમુખ પદની દાવેદારીથી દૂર રાખ્યા છે. શહેર પ્રમુખ પદની ચૂંટણી પહેલા ભાજપમાં અસંતોષની આગ અને વિવાદ જોવા મળતાં પ્રમુખની પસંદગીનું કોકડું વધુ ગૂંચવાયું.વર્તમાન શહેર પ્રમુખ સામે અસંતોષની આગ અન્યોને પણ લપેટમાં લઈ શકે છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0