Rajkot: વેરા વસૂલાત માટે મનપા આકરા પાણીએ...12ને નોટિસ તો 15 મિલકત સીલ

રાજકોટ મહાનગર પાલિકાના વેરાવિભાગ દ્વારા મિલત વેરો બાકી હોય તેવા આસામીઓ વિરુદ્ધ કડક રિકવરી ઝૂંબેશ હાથ ધરી છે. બાકી વેરા વસૂલાત માટે રાજકોટ મનપા આકરા પાણીએ જોવા મળી રહી છે. રાજકોટ શહેરમાં 15 મિલકત સીલ કરવામાં આવી છે. તો બીજી તરફ 12 મિકલતને વહેલી તકે વેરો ભરવા માટે નોટિસ ફટકારવામાં આવી છે.રાજકોટ મનપા દ્વારા વેરા વસુલાત ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત નાના બાકીદારોની સાથે જ મોટા મગરમચ્છોને પણ નોટિસો આપવામાં આવી રહી છે. આ પહેલા મનપા દ્વારા સરકારી કચેરીઓને બાકીનો મિલકત તેમજ પાણીવેરો ભરવા નોટિસો આપી હતી. ત્યારે હવે કોર્પોરેશન તંત્રએ 12 મિકલતને વહેલી તકે વેરો ભરવા માટે નોટિસ આપી છે તો બીજી તરફ રાજકોટ શહેરમાં 15 મિલકત સીલ કરી છે. રાજકોટ મનપા દ્વારા 41 લાખના વેરાની વસૂલાત કરવામાં આવી અન્ય 3 મિકલતોના નળ જોડાણ કાપી નખાયા છે.મળતી માહિતી મુજબ, રાજકોટ મહાનગરપાલીકાના ટેક્સ વિભાગની મોટી કાર્યવાહી હાથ ધરી છે. બાકી વેરો વસૂલ કરવા 15 મિલકત સીલ કરવામાં આવી છે. 12 મિલકત સીલ કરવા માટે નોટિસ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવ્યા બાદ 41 લાખની વેરા વસુલાત કરવામાં આવી છે. વેરો ન ચૂકવતા 3 મિલકતોના નળ જોડાણ કાપી નાખવામાં આવ્યા છે. 8 મિલકત ટાંચમાં લેવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બજેટ પહેલાં ટેકસ વિભાગ આકરા પાણીમાં, સરકારી લેણું વસૂલ કરવા નોટિસ બજવણી સહિતના પગલાં લેવામાં આવ્યા છે.

Rajkot: વેરા વસૂલાત માટે મનપા આકરા પાણીએ...12ને નોટિસ તો 15 મિલકત સીલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટ મહાનગર પાલિકાના વેરાવિભાગ દ્વારા મિલત વેરો બાકી હોય તેવા આસામીઓ વિરુદ્ધ કડક રિકવરી ઝૂંબેશ હાથ ધરી છે. બાકી વેરા વસૂલાત માટે રાજકોટ મનપા આકરા પાણીએ જોવા મળી રહી છે. રાજકોટ શહેરમાં 15 મિલકત સીલ કરવામાં આવી છે. તો બીજી તરફ 12 મિકલતને વહેલી તકે વેરો ભરવા માટે નોટિસ ફટકારવામાં આવી છે.

રાજકોટ મનપા દ્વારા વેરા વસુલાત ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત નાના બાકીદારોની સાથે જ મોટા મગરમચ્છોને પણ નોટિસો આપવામાં આવી રહી છે. આ પહેલા મનપા દ્વારા સરકારી કચેરીઓને બાકીનો મિલકત તેમજ પાણીવેરો ભરવા નોટિસો આપી હતી. ત્યારે હવે કોર્પોરેશન તંત્રએ 12 મિકલતને વહેલી તકે વેરો ભરવા માટે નોટિસ આપી છે તો બીજી તરફ રાજકોટ શહેરમાં 15 મિલકત સીલ કરી છે. રાજકોટ મનપા દ્વારા 41 લાખના વેરાની વસૂલાત કરવામાં આવી અન્ય 3 મિકલતોના નળ જોડાણ કાપી નખાયા છે.

મળતી માહિતી મુજબ, રાજકોટ મહાનગરપાલીકાના ટેક્સ વિભાગની મોટી કાર્યવાહી હાથ ધરી છે. બાકી વેરો વસૂલ કરવા 15 મિલકત સીલ કરવામાં આવી છે. 12 મિલકત સીલ કરવા માટે નોટિસ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવ્યા બાદ 41 લાખની વેરા વસુલાત કરવામાં આવી છે. વેરો ન ચૂકવતા 3 મિલકતોના નળ જોડાણ કાપી નાખવામાં આવ્યા છે. 8 મિલકત ટાંચમાં લેવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બજેટ પહેલાં ટેકસ વિભાગ આકરા પાણીમાં, સરકારી લેણું વસૂલ કરવા નોટિસ બજવણી સહિતના પગલાં લેવામાં આવ્યા છે.