Rajkot: બાળકોને અભ્યાસ અર્થે મોબાઇલ આપનારા વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો!

Feb 21, 2025 - 20:00
Rajkot: બાળકોને અભ્યાસ અર્થે મોબાઇલ આપનારા વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટ શહેરમાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. પોતાના સગીર વયના બાળકોને અભ્યાસ અર્થે મોબાઇલ આપનારા માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. તેમજ સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા અજાણ્યા વ્યક્તિ સાથે મિત્રતાના સંબંધ કેળવવા સગીરાને ભારે પડ્યા હોવાની ઘટના સામે આવી છે. સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા સગીરા સાથે સંબંધ બાંધીને 18 વર્ષીય યુવક દ્વારા દુષ્કર્મ આચરી તેણીની સાથેના અંગત પળોનો વીડિયો બનાવી બ્લેકમેલિંગ કરી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હોવાની ઘટના સામે આવી છે. ત્યારે પોલીસ દ્વારા હાલ નરાધમ યુવાની ધરપકડ કરી લેવામાં આવી છે.

રાજકોટ શહેરમાં ધોરણ 11 માં અભ્યાસ કરનારી 15 વર્ષીય છાત્રા સ્નેપ ચેટ અને ઈન્સ્ટાગ્રામના માધ્યમથી સંપર્કમાં આવેલા 18 વર્ષીય પુત્રી ધવલ દાદુકીયા નામના વ્યક્તિ દ્વારા બે વખત દુષ્કર્મ આચારવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. સગીરાનો બીભત્સ વીડિયો બનાવી ધવલ દાદુકિયા દ્વારા તેણીના જ મોબાઇલમાં મોકલી આપી ગુનાહિત કૃત્ય આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે સગીરાના પિતા દ્વારા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની કલમ 64 (2)(M), 65(1), 77, 351(3), પોક્સો, આઇટી એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાવવામાં આવ્યો છે.

પોલીસને આપેલી ફરિયાદમાં સગીરાના પિતાએ જણાવ્યું છે કે, આરોપી ધવલ દાદુકિયા દ્વારા તેમની સગીરવની દીકરી સાથે મિત્રતા કેળવવામાં આવી હતી. તેમજ મિત્રતા કેળવીને સગીરાના ઘરે તેના ઘરના સભ્યોની ગેરહાજરીમાં સગીરાની મરજી વિરુદ્ધ બે વખત શરીર સંબંધ બાંધ્યા હતા. તેમજ ધવલ દાદુકિયા દ્વારા ધમકી આપતા જણાવવામાં આવ્યું હતું કે જો સમગ્ર મામલે કોઈને વાત કરીશ તો તમે જાનથી મારી નાખીશ. તેમજ સગીરાનો બીભત્સ વિડીયો બનાવી તેણીના મોબાઇલ ફોનમાં મોકલ્યો હોવાનું સામે આવ્યું છે.

પોલીસ સુત્રો તરફથી મળતી માહિતી અનુસાર, ધવલ દાદુકિયા મોરબી ખાતે પ્રાઇવેટ નોકરી કરે છે. તેમજ રોજ રાજકોટ થી મોરબી થી રાજકોટ અપડાઉન કરે છે. બંને વચ્ચે સ્નેપ ચેટના માધ્યમથી પરિચય થયો હતો. થોડા દિવસો પૂર્વે સગીરાને ધવલ દાદુકિયા દ્વારા સ્નેપચેટના આઈડીમાં ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવામાં આવી હતી. ત્યારબાદ ધવલ અને સગીરા વચ્ચે વાતચીત થઈ હતી. વાતચીત બાદ ધવલ સગીરાને મળવા તેની સ્કૂલ પાસે પણ ગયો હતો. ત્યારે ગત પાંચ ફેબ્રુઆરીના રોજ સગીરાના ઘરે કોઈ પરિવારના સભ્યો હાજર નહોતા તે સમયે ધવલ તેના ઘરે પહોંચ્યો હતો અને ત્યારબાદ શરીર સંબંધની માંગણી કરી હતી. જેથી સગીરા દ્વારા શરીર સંબંધ બાંધવા બાબતે ના પાડતા ધવલને ધમકી આપી હતી. તેમજ કહ્યું હતું કે જો તું શરીર સંબંધ નહીં બાંધે તો હું તને મારી નાખીશ. તેમજ ત્યારબાદ તેણે સગીરા પાસે મુખમૈથુન કરાવ્યું હતું. તેમજ તે વખતે સગીરાની જાણ બહાર વિડિયો પણ બનાવી લીધો હતો. ત્યારબાદ સગીરાને બે દિવસ બાદ વિડીયો પણ મોકલી આપ્યો હતો. તેમજ 13 ફેબ્રુઆરીના રોજ સગીરા ઘરે એકલી હતી ત્યારે પણ તેણીની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો. તેમજ કહ્યું હતું કે જો તું આ મામલે કોઈને વાત કરીશ તો તને જાનથી મારી નાખીશ.

ત્યારે તાજેતરમાં સગીરાના મોબાઈલ ફોનમાં રહેલ instagram એકાઉન્ટમાં સગીરાના ભાઈ દ્વારા તપાસ કરવામાં આવતા આરોપી દ્વારા સગીરાના એકાઉન્ટમાં તેની મુખમૈથુન કરતી હોય તે પ્રકારનો વિડીયો મોકલવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ સગીરાના પરિવારજનોએ બનાવ સંદર્ભે તેણીની પૂછપરછ કરતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હોવાનું સામે આવ્યું છે. હાલ સોશિયલ મીડિયાના જમાનામાં માતા પિતા પોતાના બાળકોને મોબાઇલ ફોન આપવાની સાથોસાથ સોશિયલ મીડિયાથી સાવચેત રહેવાની સલાહ પણ આપવી જરૂરી છે. તેમજ પોતાના બાળકો દ્વારા સોશિયલ મીડિયામાં કરવામાં આવનાર એક્ટિવિટી પર ધ્યાન આપવું પણ ખૂબ જ જરૂરી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0