Rajkot: પ્રોપર્ટી ટેક્સ ન ભરનારા સામે કાર્યવાહી, 2 ડઝનથી વધુ મિલકતો સીલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજકોટ મ્યુનિ.દ્વારા પ્રોપર્ટી ટેક્સની બાકી વસુલાત માટે ઝૂંબેશ ચલાવવામાં આવી છે, આરએમસીએ વેરો વર્ષોથી વેરો ન ભરનારા રીઢા બાકીદારો ઉપર તવાઇ ઉતારવા કડક ઝૂંબેશ હાથ ધરી છે. રાજકોટ મનપાએ 3 દિવસમાં 2 ડઝનથી વધુ મિલકતો સીલ કરી છે.
રાજકોટ મહાનગરપાલિકાની મિલકત વેરો ન ચૂકવતાં આસામીઓ સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ત્રણ દિવસમાં 2 ડઝન થી વધુ મિલકત સિલ કરી અંદાજિત દોઢ કરોડથી વધુ રકમની વસુલાત કરવામાં આવી છે. મિલકત વેરાના 410 કરોડના ટાર્ગેટ સામે 50 કરોડ ઓછી આવક થઇ છે. 360 કરોડની નાણાકીય વર્ષમાં મિલકત વેરાની આવક થઈ છે. ચાલુ મહિનામાં 50થી વધુ પ્રોપર્ટી સિલ કરવામાં આવી છે.
વાર્ષિક ટાર્ગેટ પૂરો કરવા ટેક્સ સિવાયની અન્ય બ્રાન્ચમાંથી કર્મચારીઓને રીકવરીની કામગીરી સોંપવામાં આવી છે. તેમજ વોર્ડ વાઇઝ ટુકડી બનાવી બાકીવેરો વસૂલવાની કામગીરી કરવામાં આવી રહી છે. રાજકોટ મનપાએ મિલકતધારકો પાસેથી કરી 1.5 કરોડની વસૂલાત કરી છે. મનપાને ચાલુ નાણાકીય વર્ષમાં 360 કરોડની આવક થઇ છે. 410 કરોડના ટાર્ગેટ સામે 360 કરોડની આવક થઇ છે. મિલકત વેરાના ટાર્ગેટ કરતા 50 કરોડ ઓછી આવક થઇ હોય તેવું લાગી રહ્યું છે. ચાલુ મહિનામાં 50થી વધુ પ્રોપર્ટી સીલ કરવામાં આવી છે. હાલ શહેરમાં મ્યુનિ.દ્વારા પ્રોપર્ટી ટેક્સની બાકી વસુલાત માટે ઝૂંબેશ ચલાવવામાં આવી છે.
What's Your Reaction?






