Rajkot: ધોરાજીના ભુતવડ પાસે ગેરકાયદે બાયોડીઝલના જથ્થા સાથે બે ઝડપાયા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર દ્વારા ગેરકાયદેસર રીતે બાયોડીઝલનું વેચાણ અને હેરાફેરી કરતી અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હતી. જે અનુસંધાને ધોરાજી ડિવિઝનના મદદનીશ પોલીસ અધિક્ષક સિમરન ભારદ્વાજને ખાનગી રાહે ચોક્કસ હકીકત મળી હતી કે ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના રાજકોટ-પોરબંદર નેશનલ હાઇવે પર ભુતવડ ગામના પાટીયાની સામે આવેલી ઔદ્યોગિક વસાહતમાં ગેરકાયદેસર રીતે બાયોડીઝલનું વેચાણ અને સંગ્રહ કરવામાં આવી રહ્યો છે.
આ બાતમીના આધારે ટીમે સંયુક્ત રીતે બાતમીવાળી જગ્યા પર રેડ કરી હતી. આ દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી અશોક લેલન કંપનીનું દોસ્ત વાહન (રજીસ્ટ્રેશન નંબરઃGJ-16-W-9206) માંથી ગેરકાયદેસર બાયોડીઝલ 900 લીટર જેની કિંમત રૂપિયા 72,000/- તથા અન્ય બે મોટા ટાંકાઓમાં ભરેલ 4200 લીટર બાયોડીઝલ જેની કિંમત રૂપિયા 3,20 લાખ તેમજ વાહન અને અન્ય મુદ્દામાલ મળીને કુલ રૂપિયા 6,31,080/- ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
પોલીસે આ ગેરકાયદે કારસામાં સંડોવાયેલા આરોપીઓ સાહીલભાઇ હનીફ્ભાઇ શેખ તથા રોહીતભાઇ પરબતભાઇ બારૈયા ની ધરપકડ કરી ફરાર હીતેષભાઇરમેશચંદ્ર કોયાણી,કલ્પેશભાઇ બચુભાઇ બાબરીયાની શોધખોળ આદરી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

