Rajkot: જસદણમાં 17 વર્ષીય સગીરાનું કરાયું અપહરણ, પોલીસે ગણતરીના કલાકમાં આરોપીને ઝડપ્યો

છેલ્લા એક મહિનાથી જસદણ તાલુકામાં દુષ્કર્મ તેમજ પોક્સો હેઠળ 4 જેટલા ગુના નોંધાયા છે, ત્યારે જસદણ શહેર તેમજ તાલુકામાં વધારે પ્રમાણમાં અવારનવાર સગીરા સાથે દુષ્કર્મ અને સગીરાનું અપહરણ જેવા કિસ્સા બનતા હોય છે. ત્યારે વધુ એક ઘટના જસદણના એક ગામે રહેતી સગીરા સાથે બની છે.17 વર્ષીય સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું ગણતરીની કલાકોમાં જસદણ પોલીસ આવા નરાધમોને ઝડપી લઈને સબક શીખવાડે છે પણ અવારનવાર જસદણ પંથકમાં દુષ્કર્મના કેસ સામે આવી રહ્યા છે, ત્યારે એક મહિનાની અંદર ચારથી પણ વધુ કેસ જસદણ પંથક પોલીસ ચોપડે નોંધાયા હોવા છતાં અટકવાનું નામ જ લઈ રહ્યા નથી. આવા હવસખોરોથી દીકરીઓના માતા પિતામાં એક ડરનો માહોલ ઉભો થયો છે. જસદણના એક ગામે રહેતી સગીરાનું બે દિવસ પહેલા અપહરણ થયું હતું, જેની ફરિયાદ તેમના પિતા દ્વારા જસદણ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી. જસદણના એક ગામે 17 વર્ષીય સગીરાનું અપહરણ ગોખલાણા ગામના રહેવાસી દ્વારા કરવામાં આવ્યું હતું, તેવી જસદણ પોલીસને જાણ થતાં જસદણ પોલીસ દ્વારા તાત્કાલિક સગીરાને આરોપીના પંજામાંથી છોડાવવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી. આ ઘટનાના 24 કલાક બાદ સગીરાને આરોપીના સકંજામાંથી છોડાવી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ પ્રકારના ગુનાઓ આચરનારા સામે કડક કાર્યવાહી કરવી જોઈએ: દિનેશ બાંભણિયા આ અંગે દિનેશ બાંભણિયાએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે તાજેતરની અંદર છેલ્લા એકાદ માસમાં જસદણ પંથકમાં જે કોઈ આ પ્રકારના બનાવ બને છે, તેમાં સ્થાનિક આગેવાનોએ અને અગ્રણીઓએ કાયદો વ્યવસ્થાની સ્થિતિ તેમજ આવા લુખ્ખા અને આવારા તત્વો બેફામ ન બને તે માટે પોલીસ ફરિયાદો કરવી જોઈએ અને પોલીસે પણ આ પ્રકારના ગુનાઓ આચરનારા સામે કડક કાર્યવાહી કરવી જોઈએ તેવું જણાવ્યું છે. મહિલાઓ અને યુવતીઓ પોતાને અસુરક્ષિત મહેસૂસ કરી રહી છે રાજકોટના જસદણ પંથકમાં છેલ્લા કેટલાક સમયથી દુષ્કર્મ સહિતની બાબતોની પોલીસ ફરિયાદો નોંધાઈ રહી છે, જેમાં ગંભીર ગુનાઓને લઈને અને દુષ્કર્મ અને પોક્સો જેવા ગુનાઓ વારંવાર નોંધાઈ રહ્યા છે, ત્યારે હવે અભ્યાસ કરતી દીકરીઓ અને તેમના વાલીઓ માટે પણ ચિંતાનો વિષય બન્યો છે અને મહિલાઓ અને યુવતીઓ પોતાને અસુરક્ષિત મહેસૂસ કરી રહી હોવાનું પણ સામે આવ્યું છે.

Rajkot: જસદણમાં 17 વર્ષીય સગીરાનું કરાયું અપહરણ, પોલીસે ગણતરીના કલાકમાં આરોપીને ઝડપ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

છેલ્લા એક મહિનાથી જસદણ તાલુકામાં દુષ્કર્મ તેમજ પોક્સો હેઠળ 4 જેટલા ગુના નોંધાયા છે, ત્યારે જસદણ શહેર તેમજ તાલુકામાં વધારે પ્રમાણમાં અવારનવાર સગીરા સાથે દુષ્કર્મ અને સગીરાનું અપહરણ જેવા કિસ્સા બનતા હોય છે. ત્યારે વધુ એક ઘટના જસદણના એક ગામે રહેતી સગીરા સાથે બની છે.

17 વર્ષીય સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું

ગણતરીની કલાકોમાં જસદણ પોલીસ આવા નરાધમોને ઝડપી લઈને સબક શીખવાડે છે પણ અવારનવાર જસદણ પંથકમાં દુષ્કર્મના કેસ સામે આવી રહ્યા છે, ત્યારે એક મહિનાની અંદર ચારથી પણ વધુ કેસ જસદણ પંથક પોલીસ ચોપડે નોંધાયા હોવા છતાં અટકવાનું નામ જ લઈ રહ્યા નથી. આવા હવસખોરોથી દીકરીઓના માતા પિતામાં એક ડરનો માહોલ ઉભો થયો છે. જસદણના એક ગામે રહેતી સગીરાનું બે દિવસ પહેલા અપહરણ થયું હતું, જેની ફરિયાદ તેમના પિતા દ્વારા જસદણ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી. જસદણના એક ગામે 17 વર્ષીય સગીરાનું અપહરણ ગોખલાણા ગામના રહેવાસી દ્વારા કરવામાં આવ્યું હતું, તેવી જસદણ પોલીસને જાણ થતાં જસદણ પોલીસ દ્વારા તાત્કાલિક સગીરાને આરોપીના પંજામાંથી છોડાવવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી. આ ઘટનાના 24 કલાક બાદ સગીરાને આરોપીના સકંજામાંથી છોડાવી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

આ પ્રકારના ગુનાઓ આચરનારા સામે કડક કાર્યવાહી કરવી જોઈએ: દિનેશ બાંભણિયા

આ અંગે દિનેશ બાંભણિયાએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે તાજેતરની અંદર છેલ્લા એકાદ માસમાં જસદણ પંથકમાં જે કોઈ આ પ્રકારના બનાવ બને છે, તેમાં સ્થાનિક આગેવાનોએ અને અગ્રણીઓએ કાયદો વ્યવસ્થાની સ્થિતિ તેમજ આવા લુખ્ખા અને આવારા તત્વો બેફામ ન બને તે માટે પોલીસ ફરિયાદો કરવી જોઈએ અને પોલીસે પણ આ પ્રકારના ગુનાઓ આચરનારા સામે કડક કાર્યવાહી કરવી જોઈએ તેવું જણાવ્યું છે.

મહિલાઓ અને યુવતીઓ પોતાને અસુરક્ષિત મહેસૂસ કરી રહી છે

રાજકોટના જસદણ પંથકમાં છેલ્લા કેટલાક સમયથી દુષ્કર્મ સહિતની બાબતોની પોલીસ ફરિયાદો નોંધાઈ રહી છે, જેમાં ગંભીર ગુનાઓને લઈને અને દુષ્કર્મ અને પોક્સો જેવા ગુનાઓ વારંવાર નોંધાઈ રહ્યા છે, ત્યારે હવે અભ્યાસ કરતી દીકરીઓ અને તેમના વાલીઓ માટે પણ ચિંતાનો વિષય બન્યો છે અને મહિલાઓ અને યુવતીઓ પોતાને અસુરક્ષિત મહેસૂસ કરી રહી હોવાનું પણ સામે આવ્યું છે.