Rajkot: જમાલ કુડુ વિવાદ, આયોજકે કહ્યું 15 મીનિટ બોલીવુડ સ્ટાઈલ ચાલે છે

રાજકોટમાં નીલસીટી ક્લબના આયોજક સમર્થ મેહતાએ નિવેદન આપતા જણાવ્યું કે, અમે 17 વર્ષથી આ આયોજન કરીએ છીએ. આ જે વીડિયો છે તે છેલ્લી 15 મિનિટનો છે. અગાઉના 4 કલાક અમે માત્ર ગરબા પર જ રાસોત્સવ કરીએ છીએ. છેલ્લા 15 વર્ષથી અમે આ છેલ્લી 15 મીનિટ બોલીવુડ સ્ટાઈલ કરીએ છીએ. રાજકોટના નીલ સિટી ક્લબ ગરબામાં ગઈકાલે જમાલ કુડુ અને સકીરા ગીત પર ખેલૈયાઓએ ડાન્સ કર્યો હતો. જેને લઈને વિવાદ થયો છે. આ ડાન્સના વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે. જેને લઈને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, નાચવું અને રાસ લેવો એ બન્નેમાં ફેર છે. સરકારે નજર રાખવી જોઈએ. હું સખ્ત શબ્દોમાં વખોડું છું પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, જે વીડિયો પ્રસારિત થયા છે એમાં હું તેને વખોડી કાઢું છું. હિન્દુ સંસ્કૃતિ, આપણી પરંપરા અને નવરાત્રિનું મહત્વ. નવરાત્રિ ઉત્સવ એ માતાજીની આરાધનાનો ઉત્સવ છે. ભલે પ્રાચીન ગરબીઓને આજના સમયમાં અર્વાચીન થાય. મોટી સંખ્યામાં યુવાઓ આવીને ત્યાં બધા રાસ લે. નાચવું અને રાસ લેવો એ બન્નેમાં ફેર છે. થર્ટી ફર્સ્ટમાં જે ઉજવણી થાય છે એ નાચવાની થાય છે. નવરાત્રિમાં માની આરાધનાની સાથે રાસ લઈએ છીએ. ત્યારે ગઈકાલે સકીરાના ડાન્સ અને આ પ્રકારે જે આયોજકે કર્યું છે તેને હું સખ્ત શબ્દોમાં વખોડું છું. કોઈપણ સંજોગોમાં ચાલે નહીં વધુમાં જણાવ્યું હતું કે, નવી પેઢી પર એની ખરાબ અસર પડે, હિન્દુ સંસ્કૃતિની લાગણી ઘવાય તેવું કોઈપણ પ્રકારનું આયોજન થવું ન જોઈએ. સરકારે પણ આ અંગે ગુજરાતમાં જ્યાં પણ ગરબાના મોટા આયોજન થતા હોય ત્યાં નજર રાખવી જોઈએ. મર્યાદામાં નવરાત્રિ મહોત્સવ ઉજવાય એનું ધ્યાન રાખે એ અતિ આવશ્યક છે. નવરાત્રિ મહોત્સવ સ્ત્રીઓના સન્માનનો કાર્યક્રમ છે. તેમાં આ પ્રકારના જે ડાન્સ છે એ કોઈપણ સંજોગોમાં ચાલે નહીં અને આ પ્રકારે અટકાવવું જોઈએ. ભાગીતળ ગરબાની અંદર આ ન્યૂસન્સ છે સનાતન ધર્મ સમિતિના સંત જ્યોર્તિનાથ મહારાજે જણાવ્યું હતું કે, રાજકોટના એક ગરબામાં ફિલ્મી ગીતો અને નશાના ગીતો વગાડવામાં આવ્યા હતા. દારૂના ગીતો વગાડવામાં આવ્યા. ગરબાની પરમિશન લીધી હોય તો ગરબા જ વગાડવા જોઈએ. ભાગીતળ ગરબાની અંદર આ ન્યૂસન્સ નાખી અને જે પ્રકારનું કૃત્ય થાય છે એ ખરેખર નિંદનીય છે. ક્યાંય ચલાવી લેવાય તેમ નથી. આયોજક સામે પોલીસ એક્શન લેવાવા જોઈએ. સંસ્કૃતિ વિરૂદ્ધનું કાર્ય થતું હોય તો સમાજે રોકવાની જરૂર વધુમાં જણાવ્યું હતું કે, લોકોએ પણ જાગવાની જરૂર છે. આવું થતું હોય ત્યાં રોકવાની જરૂર છે. યુવાપેઢીની અંદર આવા પ્રોગ્રામ થતા હોય તો તમે શું પ્રેરણા આપો. સંસ્કૃતિની વાતો કરવી છે તો સંસ્કૃતિ સાચવવી પડે. સનાતન ધર્મના તહેવારોમાં આવી બેજવાબદારીપૂર્વકના કૃત્ય થતા હોય તો ત્યાં હાજર પોલીસકર્મીએ પણ ધ્યાન દોરવું જોઈએ. આવું થતું હોય તો તેને રોકવાની કોશિશ કરવી જોઈએ. રોકવું જોઈએ સંસ્કૃતિ વિરૂદ્ધનું કાર્ય થતું હોય તો સમાજે રોકવાની જરૂર છે.

Rajkot: જમાલ કુડુ વિવાદ, આયોજકે કહ્યું 15 મીનિટ બોલીવુડ સ્ટાઈલ ચાલે છે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટમાં નીલસીટી ક્લબના આયોજક સમર્થ મેહતાએ નિવેદન આપતા જણાવ્યું કે, અમે 17 વર્ષથી આ આયોજન કરીએ છીએ. આ જે વીડિયો છે તે છેલ્લી 15 મિનિટનો છે. અગાઉના 4 કલાક અમે માત્ર ગરબા પર જ રાસોત્સવ કરીએ છીએ. છેલ્લા 15 વર્ષથી અમે આ છેલ્લી 15 મીનિટ બોલીવુડ સ્ટાઈલ કરીએ છીએ.

રાજકોટના નીલ સિટી ક્લબ ગરબામાં ગઈકાલે જમાલ કુડુ અને સકીરા ગીત પર ખેલૈયાઓએ ડાન્સ કર્યો હતો. જેને લઈને વિવાદ થયો છે. આ ડાન્સના વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે. જેને લઈને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, નાચવું અને રાસ લેવો એ બન્નેમાં ફેર છે. સરકારે નજર રાખવી જોઈએ.

હું સખ્ત શબ્દોમાં વખોડું છું પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, જે વીડિયો પ્રસારિત થયા છે એમાં હું તેને વખોડી કાઢું છું. હિન્દુ સંસ્કૃતિ, આપણી પરંપરા અને નવરાત્રિનું મહત્વ. નવરાત્રિ ઉત્સવ એ માતાજીની આરાધનાનો ઉત્સવ છે. ભલે પ્રાચીન ગરબીઓને આજના સમયમાં અર્વાચીન થાય. મોટી સંખ્યામાં યુવાઓ આવીને ત્યાં બધા રાસ લે. નાચવું અને રાસ લેવો એ બન્નેમાં ફેર છે. થર્ટી ફર્સ્ટમાં જે ઉજવણી થાય છે એ નાચવાની થાય છે. નવરાત્રિમાં માની આરાધનાની સાથે રાસ લઈએ છીએ. ત્યારે ગઈકાલે સકીરાના ડાન્સ અને આ પ્રકારે જે આયોજકે કર્યું છે તેને હું સખ્ત શબ્દોમાં વખોડું છું.

કોઈપણ સંજોગોમાં ચાલે નહીં વધુમાં જણાવ્યું હતું કે, નવી પેઢી પર એની ખરાબ અસર પડે, હિન્દુ સંસ્કૃતિની લાગણી ઘવાય તેવું કોઈપણ પ્રકારનું આયોજન થવું ન જોઈએ. સરકારે પણ આ અંગે ગુજરાતમાં જ્યાં પણ ગરબાના મોટા આયોજન થતા હોય ત્યાં નજર રાખવી જોઈએ. મર્યાદામાં નવરાત્રિ મહોત્સવ ઉજવાય એનું ધ્યાન રાખે એ અતિ આવશ્યક છે. નવરાત્રિ મહોત્સવ સ્ત્રીઓના સન્માનનો કાર્યક્રમ છે. તેમાં આ પ્રકારના જે ડાન્સ છે એ કોઈપણ સંજોગોમાં ચાલે નહીં અને આ પ્રકારે અટકાવવું જોઈએ.

ભાગીતળ ગરબાની અંદર આ ન્યૂસન્સ છે

સનાતન ધર્મ સમિતિના સંત જ્યોર્તિનાથ મહારાજે જણાવ્યું હતું કે, રાજકોટના એક ગરબામાં ફિલ્મી ગીતો અને નશાના ગીતો વગાડવામાં આવ્યા હતા. દારૂના ગીતો વગાડવામાં આવ્યા. ગરબાની પરમિશન લીધી હોય તો ગરબા જ વગાડવા જોઈએ. ભાગીતળ ગરબાની અંદર આ ન્યૂસન્સ નાખી અને જે પ્રકારનું કૃત્ય થાય છે એ ખરેખર નિંદનીય છે. ક્યાંય ચલાવી લેવાય તેમ નથી. આયોજક સામે પોલીસ એક્શન લેવાવા જોઈએ.

સંસ્કૃતિ વિરૂદ્ધનું કાર્ય થતું હોય તો સમાજે રોકવાની જરૂર વધુમાં જણાવ્યું હતું કે, લોકોએ પણ જાગવાની જરૂર છે. આવું થતું હોય ત્યાં રોકવાની જરૂર છે. યુવાપેઢીની અંદર આવા પ્રોગ્રામ થતા હોય તો તમે શું પ્રેરણા આપો. સંસ્કૃતિની વાતો કરવી છે તો સંસ્કૃતિ સાચવવી પડે. સનાતન ધર્મના તહેવારોમાં આવી બેજવાબદારીપૂર્વકના કૃત્ય થતા હોય તો ત્યાં હાજર પોલીસકર્મીએ પણ ધ્યાન દોરવું જોઈએ. આવું થતું હોય તો તેને રોકવાની કોશિશ કરવી જોઈએ. રોકવું જોઈએ સંસ્કૃતિ વિરૂદ્ધનું કાર્ય થતું હોય તો સમાજે રોકવાની જરૂર છે.