Ahmedabadના વસ્ત્રાલમાં કાર અને આઈસર વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત, ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આમ પણ આખો દિવસ ટ્રાફિક સમસ્યા સર્જાતી હોય છે,સાંજના સમયે સૌથી વધુ ટ્રાફિકની સમસ્યા સર્જાય છે ત્યારે આસપાસના સ્થાનિકો આ ટ્રાફિક સમસ્યાથી કંટાળી ગયા છે અને અકસ્માતના બનાવો બનતા હોય છે.વસ્ત્રાલ પાંજરાપોળ ચાર રસ્તા અને આગળ ટ્રાફિક ઓછું થાય તેની માટે નવા કટ બનાવવામાં આવ્યા છે પરંતુ આ નવા કટથી ટ્રાફિક તો ઓછો થતું નથી પરંતુ અકસ્માતોની સંખ્યા વધતી હોય તેવું લાગી રહ્યું છે. પૂર્વ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવા પેટન બદલી અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં અનેક જગ્યાએ રસ્તા ના પેટન બદલી અલગ અલગ કટ આપીને ટ્રાફિક ઓછું કરવાની ઘેલછાના કારણે અનેક અકસ્માતો સર્જાઈ રહ્યા છે જ્યારે મોડી રાતે વસ્ત્રાલ રીંગરોડ પાંજરાપોળ ચાર રસ્તાની આગળ એક કલાકમાં ડબલ અકસ્માત સર્જાયા છે જેમાં એક કાર અને આઇસરનો અકસ્માત થતાં કાર ચાલકને ગંભીર જાઓ થતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો હતો આ અકસ્માતના હજી ટોળાઓ વિખાયા ન હતા ત્યારે જે નવા કટ બનાયા છે તેમાં વળાંક લેતા બે કારને ડમપર ચાલકે અડફેટે લીધા લીધા હતા. એરો માર્યો નથી અને અકસ્માત સર્જાય છે સમગ્ર ઘટનામાં સદ નસીબે મોટી ઈજાઓ નથી થઈ પરંતુ કારનો કચ્ચરઘાણ થઈ ગયો હતો બીજા અકસ્માતમાં ડમ્પર ચાલક નશાની હાલતમાં હોવાનો લોકોએ આક્ષેપ કર્યો હતો અને ગાડીમાંથી નશાકારક વસ્તુઓ પણ મળી આવી હતી,સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે જે જગ્યાએ નવી કટ બનાવે છે ત્યાં કોઈ એરો માર્યા નથી અથવા કોઈ રેડિયમ પર લગાવ્યા નથી અને સ્થાનિકોના કેવા પ્રમાણે કટ બનાવ્યા પછી વારંવાર અકસ્માત થાય છે.સમગ્ર ઘટનામાં પોલીસે તપાસ હાથધરી છે. વસ્ત્રાલ મેટ્રો રૂટ પાસે ભારે ટ્રાફિકની સમસ્યા વસ્ત્રાલ મેટ્રો રૂટ પાસે ભારે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે,સાંજના સમયે તો એવી સ્થિતિ સર્જાય છે જાણે એમ લાગે કે આપણે દિલ્લી અને મુંબઈમાં છીએ પરંતુ આ સમસ્યા ટ્રાફિક પોલીસ પણ હલ કરી શકતી નથી,વસ્ત્રાલ રીંગરોડ પર ભારે ટ્રાફિક સર્જાય છે,નાની કટમાંથી લોકો ગમે તેમ ઘુસી જાય છે જેના કારણે અકસ્માત સર્જાય છે.અમદાવાદ પૂર્વના ટ્રાફિક ડીસીપી અને ટ્રાફિક પોલીસ ઈન્સપેકટર આ સમસ્યાનું નિરાકરણ લાવો તે જરૂરી બન્યું છે.નહીતર અકસ્માતમાં કોઈનો જીવ જશે એ નક્કી છે.

Ahmedabadના વસ્ત્રાલમાં કાર અને આઈસર વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત, ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આમ પણ આખો દિવસ ટ્રાફિક સમસ્યા સર્જાતી હોય છે,સાંજના સમયે સૌથી વધુ ટ્રાફિકની સમસ્યા સર્જાય છે ત્યારે આસપાસના સ્થાનિકો આ ટ્રાફિક સમસ્યાથી કંટાળી ગયા છે અને અકસ્માતના બનાવો બનતા હોય છે.વસ્ત્રાલ પાંજરાપોળ ચાર રસ્તા અને આગળ ટ્રાફિક ઓછું થાય તેની માટે નવા કટ બનાવવામાં આવ્યા છે પરંતુ આ નવા કટથી ટ્રાફિક તો ઓછો થતું નથી પરંતુ અકસ્માતોની સંખ્યા વધતી હોય તેવું લાગી રહ્યું છે.

પૂર્વ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવા પેટન બદલી

અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં અનેક જગ્યાએ રસ્તા ના પેટન બદલી અલગ અલગ કટ આપીને ટ્રાફિક ઓછું કરવાની ઘેલછાના કારણે અનેક અકસ્માતો સર્જાઈ રહ્યા છે જ્યારે મોડી રાતે વસ્ત્રાલ રીંગરોડ પાંજરાપોળ ચાર રસ્તાની આગળ એક કલાકમાં ડબલ અકસ્માત સર્જાયા છે જેમાં એક કાર અને આઇસરનો અકસ્માત થતાં કાર ચાલકને ગંભીર જાઓ થતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો હતો આ અકસ્માતના હજી ટોળાઓ વિખાયા ન હતા ત્યારે જે નવા કટ બનાયા છે તેમાં વળાંક લેતા બે કારને ડમપર ચાલકે અડફેટે લીધા લીધા હતા.

એરો માર્યો નથી અને અકસ્માત સર્જાય છે

સમગ્ર ઘટનામાં સદ નસીબે મોટી ઈજાઓ નથી થઈ પરંતુ કારનો કચ્ચરઘાણ થઈ ગયો હતો બીજા અકસ્માતમાં ડમ્પર ચાલક નશાની હાલતમાં હોવાનો લોકોએ આક્ષેપ કર્યો હતો અને ગાડીમાંથી નશાકારક વસ્તુઓ પણ મળી આવી હતી,સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે જે જગ્યાએ નવી કટ બનાવે છે ત્યાં કોઈ એરો માર્યા નથી અથવા કોઈ રેડિયમ પર લગાવ્યા નથી અને સ્થાનિકોના કેવા પ્રમાણે કટ બનાવ્યા પછી વારંવાર અકસ્માત થાય છે.સમગ્ર ઘટનામાં પોલીસે તપાસ હાથધરી છે.

વસ્ત્રાલ મેટ્રો રૂટ પાસે ભારે ટ્રાફિકની સમસ્યા

વસ્ત્રાલ મેટ્રો રૂટ પાસે ભારે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે,સાંજના સમયે તો એવી સ્થિતિ સર્જાય છે જાણે એમ લાગે કે આપણે દિલ્લી અને મુંબઈમાં છીએ પરંતુ આ સમસ્યા ટ્રાફિક પોલીસ પણ હલ કરી શકતી નથી,વસ્ત્રાલ રીંગરોડ પર ભારે ટ્રાફિક સર્જાય છે,નાની કટમાંથી લોકો ગમે તેમ ઘુસી જાય છે જેના કારણે અકસ્માત સર્જાય છે.અમદાવાદ પૂર્વના ટ્રાફિક ડીસીપી અને ટ્રાફિક પોલીસ ઈન્સપેકટર આ સમસ્યાનું નિરાકરણ લાવો તે જરૂરી બન્યું છે.નહીતર અકસ્માતમાં કોઈનો જીવ જશે એ નક્કી છે.