Sarangpur શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને ગુલાબ-ગલગોટાના ફુલનો કરાયો વિશેષ શણગાર

સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી આજે સાળંગપુરમાં બિરાજિત શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે મોટી સંખ્યામાં ભક્તો દાદાના દર્શન કરવા ઉમટયા છે. ભાઈ બીજે વિશેષ શણગારઆજે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને ગુલાબ-ગલગોટાના ફુલનો શણગાર કરાયો છે.આજે સવારે મંગળા આરતી કોઠારી વિવેકસાગર સ્વામી દ્વારા કરવામાં આવી હતી. આ પછી શણગાર આરતી પ.પૂ.શાસ્ત્રી હરિપ્રકાશદાસ સ્વામી દ્વારા કરવામાં આવી હતી. આ આરતીનો લહાવો મોટી સંખ્યામાં ભક્તોએ લીધો હતો. આખું મંદિર પરિસર દાદાના ભક્તોથી હકડેઠઠ ભરાઈ ગયું હતું.આજે દાદાને કરાયેલા શણગાર વિશે વાત કરતાં પૂજારી સ્વામીએ જણાવ્યું કે, આજે નૂતન વર્ષના બીજા દિવસે એટલે કે, ભાઈ બીજે કષ્ટભંજન દેવ હનુમાનજીને પ્યોર સિલ્કના કાપડના જરદોશી વર્કના વાઘા પહેરાવાયા છે. આ સાથે દાદાના સિંહાસને 200 કિલોથી વધુ ગલગોટાના અને ગુલાબના ફુલનો શણગાર કરાયો છે. રોશનીથી સજાવાયું મંદિર સાળંગપુર મંદિરને રોશનીથી સજાવાયું છે,મંદિર પરિસરને રોશનીથી સજાવાતા ચારેય બાજુથી મંદિર ઝગમગી ઉઠયું હતુ,મંદિર તેમજ ગોપાળાનંદ યાત્રિક ભવન સાથે સાથે ભોજનાલય પર પણ રોશની કરવામા આવી હતી,મંદિરમાં ભકતોએ પણ સેલફી લીધી હતી અને દાદાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા,દર વખતની જેમ આ વખતે પણ મંદિરને રોશનીથી સજાવાયું છે. રાજમહેલ જેવું બિલ્ડીંગ ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરની ડાબી બાજુ થોડાક અંતરે અને નવાં ભોજનાલયની એકદમ પાછળ બનાવાયું છે. અહીં 20 વિઘા જમીનમાં ઊભા કરાયેલા યાત્રિક ભવનની ભવ્યતા આખો આંજી દે એવી છે. જેના બિલ્ડીંગનું 9, 00, 000 સ્ક્વેર ફૂટમાં કન્સ્ટ્રક્શન કરાયું છે. 8 ફ્લોરવાળું અને 108 ફૂટ ઊંચુ આ બિલ્ડીંગ 340 કોલમ પર ઊભું કરાયું છે.રાજમહેલ જેવા દેખાતા આ બિલ્ડીંગનું એલીવેશન ઇન્ડિયન રોમન સ્ટાઈલનું છે. આ બિ્ડિંગની ડિઝાઇન ચારથી પાંચવાર બનાવવામાં આવી હતી. એ પછી અત્યારની ડિઝાઇન સંતોએ ફાઈનલ કરી હતી.

Sarangpur શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને ગુલાબ-ગલગોટાના ફુલનો કરાયો વિશેષ શણગાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી આજે સાળંગપુરમાં બિરાજિત શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે મોટી સંખ્યામાં ભક્તો દાદાના દર્શન કરવા ઉમટયા છે.

ભાઈ બીજે વિશેષ શણગાર

આજે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને ગુલાબ-ગલગોટાના ફુલનો શણગાર કરાયો છે.આજે સવારે મંગળા આરતી કોઠારી વિવેકસાગર સ્વામી દ્વારા કરવામાં આવી હતી. આ પછી શણગાર આરતી પ.પૂ.શાસ્ત્રી હરિપ્રકાશદાસ સ્વામી દ્વારા કરવામાં આવી હતી. આ આરતીનો લહાવો મોટી સંખ્યામાં ભક્તોએ લીધો હતો. આખું મંદિર પરિસર દાદાના ભક્તોથી હકડેઠઠ ભરાઈ ગયું હતું.આજે દાદાને કરાયેલા શણગાર વિશે વાત કરતાં પૂજારી સ્વામીએ જણાવ્યું કે, આજે નૂતન વર્ષના બીજા દિવસે એટલે કે, ભાઈ બીજે કષ્ટભંજન દેવ હનુમાનજીને પ્યોર સિલ્કના કાપડના જરદોશી વર્કના વાઘા પહેરાવાયા છે. આ સાથે દાદાના સિંહાસને 200 કિલોથી વધુ ગલગોટાના અને ગુલાબના ફુલનો શણગાર કરાયો છે.

રોશનીથી સજાવાયું મંદિર

સાળંગપુર મંદિરને રોશનીથી સજાવાયું છે,મંદિર પરિસરને રોશનીથી સજાવાતા ચારેય બાજુથી મંદિર ઝગમગી ઉઠયું હતુ,મંદિર તેમજ ગોપાળાનંદ યાત્રિક ભવન સાથે સાથે ભોજનાલય પર પણ રોશની કરવામા આવી હતી,મંદિરમાં ભકતોએ પણ સેલફી લીધી હતી અને દાદાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા,દર વખતની જેમ આ વખતે પણ મંદિરને રોશનીથી સજાવાયું છે.

રાજમહેલ જેવું બિલ્ડીંગ

ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરની ડાબી બાજુ થોડાક અંતરે અને નવાં ભોજનાલયની એકદમ પાછળ બનાવાયું છે. અહીં 20 વિઘા જમીનમાં ઊભા કરાયેલા યાત્રિક ભવનની ભવ્યતા આખો આંજી દે એવી છે. જેના બિલ્ડીંગનું 9, 00, 000 સ્ક્વેર ફૂટમાં કન્સ્ટ્રક્શન કરાયું છે. 8 ફ્લોરવાળું અને 108 ફૂટ ઊંચુ આ બિલ્ડીંગ 340 કોલમ પર ઊભું કરાયું છે.રાજમહેલ જેવા દેખાતા આ બિલ્ડીંગનું એલીવેશન ઇન્ડિયન રોમન સ્ટાઈલનું છે. આ બિ્ડિંગની ડિઝાઇન ચારથી પાંચવાર બનાવવામાં આવી હતી. એ પછી અત્યારની ડિઝાઇન સંતોએ ફાઈનલ કરી હતી.