Rajkot : આજે પ્રથમ નોરતે કાગવડથી ખોડલધામ સુધી ભવ્ય પદયાત્રા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
આગામી 11 ઓક્ટોબરે નવરાત્રીના પ્રથમ નોરતે ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા સતત 16મા વર્ષે કાગવડ ગામથી ખોડલધામ મંદિર સુધીની પરંપરાગત પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. રવિવારે સવારે 9 કલાકે ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલની આગેવાનીમાં શરૂ થનારી આ પદયાત્રામાં વિવિધ સમિતિઓ અને હજારો શ્રદ્ધાળુઓ મા ખોડલના જયઘોષ તથા ગરબાની રમઝટ સાથે જોડાશે.પદયાત્રા મંદિરે પહોંચ્યા બાદ મહાઆરતી, યજ્ઞશાળામાં હવન અને શિખર પર ધ્વજારોહણ કરી નવરાત્રી મહોત્સવનો મંગલ પ્રારંભ કરાશે. નવરાત્રી દરમિયાન સંપૂર્ણ મંદિર પરિસર રોશનીથી ઝળહળી ઉઠશે અને માતાજીને રોજ અવનવા શણગાર કરવામાં આવશે. પદયાત્રાના રૂટ પર સ્વયંસેવકો ખડેપગે રહેશે અને પદયાત્રિકો માટે ફરાળ તથા અલ્પાહારની યવસ્થા ગોઠવવામાં આવી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

