Rajkotમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિની ગાડી પરથી સાયરન દૂર, સંદેશ ન્યૂઝના અહેવાલની અસર

રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિની ગાડી પરથી સાયરન દૂર થઈ.કુલપતિ વિવાદમાં સંદેશ ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી. સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિ ઉત્પલ જોષીએ પોતાની સરકારી ગાડી પર સાયરન લગાવતા વિવાદમાં સપડાયા. કુલપતિના સાયરન વિવાદે મીડિયામાં ઉહાપોહ મચાવ્યો.કુલપતિ સાયરન વિવાદસૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ તરીકે ઉત્પલ જોષીની ગત જાન્યુઆરી મહિનામાં જ સરકાર દ્વારા નિમણૂંક કરવામાં આવી હતી. કુલપતિ બન્યાના ટૂંકાગાળામાં જ ઉત્પલ જોષી વિવાદમાં ફસાયા. ઉત્પલ જોષી કુલપતિ બન્યા બાદ સરકારી વાહનનો ઉપયોગ કરતા હતા. દરમ્યાન  કુલપતિ દ્વારા પોતાને મળેલ સરકારી ગાડી પર સાયરન લગાવવાતા વિવાદમાં આવ્યા. કુલપતિએ સરકારી વાહનમાં સાયરન લગાવ્યાના દ્રશ્યો સામે આવતા શિક્ષણ જગતમાં પણ ચર્ચા થઈ રહી છે. સાયરન મામલો મીડિયામાં સામે આવતા વધુ હોબાળો મચ્યો. RTOએ પણ કુલપતિ દ્વારા સરકારી વાહન પર સાયરન લગાવવાને ગેરકાયદે અને નિયમ વિરુદ્ધ ગણાવ્યું હતું.કુલપતિએ આપ્યું નિવેદનકુલપતિ ઉત્પલ જોષીએ સાયરન મામલે વિવાદ વધતા નિવેદન આપ્યું કે અન્ય કુલપતિઓ પણ પોતાની કાર પર સાયરન લગાવે છે. વધુમાં તેમણે કહ્યું કે ગુજરાતની અન્ય યુનિવર્સિટીના કુલપતિ પણ પોતાની સરકારી પર સાયરન લગાવી હોવાથી તેમણે પણ પોતાની કારમાં સાયરન લગાવી.કુલપતિ તરીકે સરકારી વાહન પર સાયરન લગાવનાર એકમાત્ર હુ કુલપતિ નથી.જો બીજા કરી શકતા હોય તો હું કેમ નહીં. પૂર્વ કુલપતિને સવાલસરકારી વાહન પર સાયરન મામલે જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટિના એક પૂર્વ કુલપતિને જયારે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે મેં મારી કાર પર સાયરન લગાવ્યું નહોતું. અને મારા ધ્યાનમાં નથી કે કોઈ કુલપતિ પોતાની કાર પર સાયરન લગાવતા હોય.નોંધનીય છે કે 2025ની શરૂઆતમાં 10 જાન્યુઆરીના રોજ ઉત્પલ જોષીની સૌરાષ્ટ્રના 18મા કાયમી કુલપતિ તરીકે નિમણૂંક કરવામાં આવી હતી. વ્હીકલ એક્ટસરકાર દ્વારા થોડા સમય પહેલા જ તાત્કાલિક ધોરણે સરકારી અધિકારીઓની ગાડીઓ પરથી લાલ લાઈટો દૂર કરવામાં આવી હતી. વ્હીકલ એક્ટ મુજબ ફાયરબ્રિગેડ, એમ્બ્યુલન્સ, ડિઝાસ્ટર મેનેજમેન્ટના વાહનો ઉપરાંત બચાવ કામગીરી માટે વપરાતા વાહનોમાં સાયરન લગાવી શકાય. આ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા માન્ય અધિકારીઓના વાહન પર સાયરન લગાવવામાં આવે છે. આ કાનૂન મુજબ યુનિવર્સિટીના કુલપતિ સરકારી વાહન પર સાયરન લગાવી શકે નહીં. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ તરિકે ચાર્જ સંભાળ્યાના એક મહિનાની અંદર ડો.ઉત્પલ જોષી કાર પર સાયરન લગાવતા વિવાદમાં સપડાયા.વિવાદ વધુ ઉગ્ર બનતા આખરે કુલપતિએ પોતાની કાર પરથી સાયરન દૂર કરી.

Rajkotમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિની ગાડી પરથી સાયરન દૂર, સંદેશ ન્યૂઝના અહેવાલની અસર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિની ગાડી પરથી સાયરન દૂર થઈ.કુલપતિ વિવાદમાં સંદેશ ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી. સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિ ઉત્પલ જોષીએ પોતાની સરકારી ગાડી પર સાયરન લગાવતા વિવાદમાં સપડાયા. કુલપતિના સાયરન વિવાદે મીડિયામાં ઉહાપોહ મચાવ્યો.

કુલપતિ સાયરન વિવાદ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ તરીકે ઉત્પલ જોષીની ગત જાન્યુઆરી મહિનામાં જ સરકાર દ્વારા નિમણૂંક કરવામાં આવી હતી. કુલપતિ બન્યાના ટૂંકાગાળામાં જ ઉત્પલ જોષી વિવાદમાં ફસાયા. ઉત્પલ જોષી કુલપતિ બન્યા બાદ સરકારી વાહનનો ઉપયોગ કરતા હતા. દરમ્યાન  કુલપતિ દ્વારા પોતાને મળેલ સરકારી ગાડી પર સાયરન લગાવવાતા વિવાદમાં આવ્યા. કુલપતિએ સરકારી વાહનમાં સાયરન લગાવ્યાના દ્રશ્યો સામે આવતા શિક્ષણ જગતમાં પણ ચર્ચા થઈ રહી છે. સાયરન મામલો મીડિયામાં સામે આવતા વધુ હોબાળો મચ્યો. RTOએ પણ કુલપતિ દ્વારા સરકારી વાહન પર સાયરન લગાવવાને ગેરકાયદે અને નિયમ વિરુદ્ધ ગણાવ્યું હતું.

કુલપતિએ આપ્યું નિવેદન

કુલપતિ ઉત્પલ જોષીએ સાયરન મામલે વિવાદ વધતા નિવેદન આપ્યું કે અન્ય કુલપતિઓ પણ પોતાની કાર પર સાયરન લગાવે છે. વધુમાં તેમણે કહ્યું કે ગુજરાતની અન્ય યુનિવર્સિટીના કુલપતિ પણ પોતાની સરકારી પર સાયરન લગાવી હોવાથી તેમણે પણ પોતાની કારમાં સાયરન લગાવી.કુલપતિ તરીકે સરકારી વાહન પર સાયરન લગાવનાર એકમાત્ર હુ કુલપતિ નથી.જો બીજા કરી શકતા હોય તો હું કેમ નહીં.

પૂર્વ કુલપતિને સવાલ

સરકારી વાહન પર સાયરન મામલે જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટિના એક પૂર્વ કુલપતિને જયારે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે મેં મારી કાર પર સાયરન લગાવ્યું નહોતું. અને મારા ધ્યાનમાં નથી કે કોઈ કુલપતિ પોતાની કાર પર સાયરન લગાવતા હોય.નોંધનીય છે કે 2025ની શરૂઆતમાં 10 જાન્યુઆરીના રોજ ઉત્પલ જોષીની સૌરાષ્ટ્રના 18મા કાયમી કુલપતિ તરીકે નિમણૂંક કરવામાં આવી હતી.

વ્હીકલ એક્ટ

સરકાર દ્વારા થોડા સમય પહેલા જ તાત્કાલિક ધોરણે સરકારી અધિકારીઓની ગાડીઓ પરથી લાલ લાઈટો દૂર કરવામાં આવી હતી. વ્હીકલ એક્ટ મુજબ ફાયરબ્રિગેડ, એમ્બ્યુલન્સ, ડિઝાસ્ટર મેનેજમેન્ટના વાહનો ઉપરાંત બચાવ કામગીરી માટે વપરાતા વાહનોમાં સાયરન લગાવી શકાય. આ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા માન્ય અધિકારીઓના વાહન પર સાયરન લગાવવામાં આવે છે. આ કાનૂન મુજબ યુનિવર્સિટીના કુલપતિ સરકારી વાહન પર સાયરન લગાવી શકે નહીં. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ તરિકે ચાર્જ સંભાળ્યાના એક મહિનાની અંદર ડો.ઉત્પલ જોષી કાર પર સાયરન લગાવતા વિવાદમાં સપડાયા.વિવાદ વધુ ઉગ્ર બનતા આખરે કુલપતિએ પોતાની કાર પરથી સાયરન દૂર કરી.