Rajkotમાં દારૂકાંડ કેસમાં ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ જયદીપ દેવડાનું નામ સામે આવ્યું

રાજકોટમાં દારૂકાંડમાં ભાજપ નેતાનું નામ પોલીસ તપાસમાં ખુલ્યું છે.ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખની સંડોવાણી સામે આવતા પોલીસ પણ ચૌંકી ઉઠી હતી,રાજકોટમાં ભકિતનગર પોલીસે બાતમીના આધારે દરોડા પાડયા છે.દરોડા દરમિયાન પ્રિયાંક અને મિત દેવડા ઝડપાયા હતા તો મિત દેવડાના ભાઈ જયદીપ દેવડા છે તે પોલીસની તપાસમાં સામે આવ્યું ત્યારે પોલીસે સમગ્ર ઘટનાને લઈ વધુ તપાસ હાથધરી છે. ભકિતનગર પોલીસે કરી હતી રેડ ભકિતનગર પોલીસે 54 દારૂની બોટલ અને 24 ટીન બિયર સાથે મિત દેવડા અને પ્રિયાંકની ધરપકડ કરી હતી જેમાં સામે આવ્યું કે આ બન્નેને મદદ કરવામાં બક્ષીપંચ મોરચાના પ્રમુખ જયદીપ દેવડા છે ત્યારે જયદીપ દેવડા હાલ પોલીસ પકડથી દૂર છે.જયદીપ દેવડા કે જેને પોલીસે તપાસ માટે બોલાવ્યો પણ તે નાસી છૂટયો છે તો પોલીસે તેને ઝડપવામાં માટે કાર્યવાહી હાથધરી છે,જયદીપ દેવડાને બચાવવા માટે ભાજપના વોર્ડ નબંર 14ના કોર્પોરેટરે પોલીસ સ્ટેશનમાં ધમપછાડા કર્યા હતા. દારૂ કેસમાં ફસાયા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ રાજકોટમાં હવે ભાજપ બક્ષી પંચ મોરચાના પ્રમુખનું નામ દારૂના કેસમાં ખુલ્યું છે.શહેરના વોર્ડ નં ૧૪ ભાજપ બક્ષી પાંચ મોરચાના પ્રમુખ જયદીપ દેવડાનું નામ ખુલતા ચકચાર મચી ગઈ છે.ગોપાલ નગર - ૯ માંથી ભક્તિ નગર પોલીસે બાતમી આધારે રેડ કરી હતી તેમાં પ્રિયાંક અને મિત દેવડાના નામ સામે આવ્યા હતા.પોલીસની તપાસ દરમિયાન પ્રિયાંકે કહ્યું કે અમારી સાથે જયદીપ દેવડા છે અને તેમની મદદથી અમે આ બોટલો લાવ્યા હતા ત્યારે પોલીસે આ વાત પર જયદીપ દેવડા સામે પણ ગુનો નોંધ્યો છે.ભક્તિનગર પોલીસ તપાસમાં જતા આરોપી જયદીપ દેવડાને બચાવવા વોર્ડ નં. ૧૪ નાં કોર્પોરેટરે પણ ધમપછાડા કર્યા પરંતુ ભક્તિનગર પોલીસ સામે ન ચાલતા અંતે કોર્પોરેટરને રાતા મોઢે પાછું વળી જવું પડ્યું હતું. ખેડા ભાજપના નેતા પણ ઝડપાયા હતા દારૂ સાથે દારૂ સાથે પોલીસે ગાડીનું પાઇલોટિંગ કરી રહેલા ડેસર તાલુકાના વરસડા ગામના અને ખેડા જિલ્લાના ભાજપ યુવા મોરચાના મંત્રી સહિત ચાર શખ્સોને ઝડપી પાડયા હતાં. પોલીસે બીયરનો મોટો જથ્થો અને કાર મળી કુલ રૂપિયા 4.64 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથધરી હતી.આ કેસમાં દારૂની હેરાફેરીને લઈ ભાજપે ખેડા જિલ્લા ભાજપ યુવા મોરચાના મંત્રીને સસ્પેન્ડ પણ કર્યા છે.આ સમગ્ર ઘટના 12 સપ્ટેમ્બર 2024ના રોજ બની હતી.  

Rajkotમાં દારૂકાંડ કેસમાં ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ જયદીપ દેવડાનું નામ સામે આવ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટમાં દારૂકાંડમાં ભાજપ નેતાનું નામ પોલીસ તપાસમાં ખુલ્યું છે.ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખની સંડોવાણી સામે આવતા પોલીસ પણ ચૌંકી ઉઠી હતી,રાજકોટમાં ભકિતનગર પોલીસે બાતમીના આધારે દરોડા પાડયા છે.દરોડા દરમિયાન પ્રિયાંક અને મિત દેવડા ઝડપાયા હતા તો મિત દેવડાના ભાઈ જયદીપ દેવડા છે તે પોલીસની તપાસમાં સામે આવ્યું ત્યારે પોલીસે સમગ્ર ઘટનાને લઈ વધુ તપાસ હાથધરી છે.

ભકિતનગર પોલીસે કરી હતી રેડ

ભકિતનગર પોલીસે 54 દારૂની બોટલ અને 24 ટીન બિયર સાથે મિત દેવડા અને પ્રિયાંકની ધરપકડ કરી હતી જેમાં સામે આવ્યું કે આ બન્નેને મદદ કરવામાં બક્ષીપંચ મોરચાના પ્રમુખ જયદીપ દેવડા છે ત્યારે જયદીપ દેવડા હાલ પોલીસ પકડથી દૂર છે.જયદીપ દેવડા કે જેને પોલીસે તપાસ માટે બોલાવ્યો પણ તે નાસી છૂટયો છે તો પોલીસે તેને ઝડપવામાં માટે કાર્યવાહી હાથધરી છે,જયદીપ દેવડાને બચાવવા માટે ભાજપના વોર્ડ નબંર 14ના કોર્પોરેટરે પોલીસ સ્ટેશનમાં ધમપછાડા કર્યા હતા.

દારૂ કેસમાં ફસાયા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ

રાજકોટમાં હવે ભાજપ બક્ષી પંચ મોરચાના પ્રમુખનું નામ દારૂના કેસમાં ખુલ્યું છે.શહેરના વોર્ડ નં ૧૪ ભાજપ બક્ષી પાંચ મોરચાના પ્રમુખ જયદીપ દેવડાનું નામ ખુલતા ચકચાર મચી ગઈ છે.ગોપાલ નગર - ૯ માંથી ભક્તિ નગર પોલીસે બાતમી આધારે રેડ કરી હતી તેમાં પ્રિયાંક અને મિત દેવડાના નામ સામે આવ્યા હતા.પોલીસની તપાસ દરમિયાન પ્રિયાંકે કહ્યું કે અમારી સાથે જયદીપ દેવડા છે અને તેમની મદદથી અમે આ બોટલો લાવ્યા હતા ત્યારે પોલીસે આ વાત પર જયદીપ દેવડા સામે પણ ગુનો નોંધ્યો છે.ભક્તિનગર પોલીસ તપાસમાં જતા આરોપી જયદીપ દેવડાને બચાવવા વોર્ડ નં. ૧૪ નાં કોર્પોરેટરે પણ ધમપછાડા કર્યા પરંતુ ભક્તિનગર પોલીસ સામે ન ચાલતા અંતે કોર્પોરેટરને રાતા મોઢે પાછું વળી જવું પડ્યું હતું.

ખેડા ભાજપના નેતા પણ ઝડપાયા હતા દારૂ સાથે

દારૂ સાથે પોલીસે ગાડીનું પાઇલોટિંગ કરી રહેલા ડેસર તાલુકાના વરસડા ગામના અને ખેડા જિલ્લાના ભાજપ યુવા મોરચાના મંત્રી સહિત ચાર શખ્સોને ઝડપી પાડયા હતાં. પોલીસે બીયરનો મોટો જથ્થો અને કાર મળી કુલ રૂપિયા 4.64 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથધરી હતી.આ કેસમાં દારૂની હેરાફેરીને લઈ ભાજપે ખેડા જિલ્લા ભાજપ યુવા મોરચાના મંત્રીને સસ્પેન્ડ પણ કર્યા છે.આ સમગ્ર ઘટના 12 સપ્ટેમ્બર 2024ના રોજ બની હતી.