Dahod પોલીસે ગુગલ ટાઈમ લાઈનના આધારે આચાર્યની ધરપકડ કરી

દાહોદમાં સીંગવડના તોરણીમાં છ વર્ષની બાળકીની મૃતદેહનો ભેદ ઉકેલાયો.શાળાના આચાર્યે કાળા કાંચની ગાડીમાં ધોરણ એક બાળકી જોડે દુષ્કર્મના પ્રયાસ બાદ હત્યા કરી હોવાનું ઘસ્ફોટ, આચાર્યની ધરપકડ કરાઈ.આચાર્યે બાળકીની હત્યા કર્યા બાદ પુરાવાના નાશ કરવાના પણ પ્રયાસ કરાયા.અને પોલીસથી બચવા અનેક પ્રપંચ રચ્યા,પોલીસે ડિજિટલ ટેકનોલોજીથી પર્દાફાશ કર્યો. મો દબાવી હત્યા કરી દાહોદ જિલ્લામાં શિક્ષણ આલમને શર્મસાર કરતી ઘટના સામે આવી. જેમાં શાળાના આચાર્ય ગોવિંદ નટ દ્વારા ધોરણ એક માં અભ્યાસ કરતી છ વર્ષની બાળકી જોડે દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હતો.ત્યારબાદ બાળકીનું મો દબાવી હત્યા કરી નાખી હતી. અને બાદમાં પોલીસ જોડે તપાસમાં જોડાઈ ગયો હતો પરંતુ પોલીસે ટેકનિકલ સોર્સના મદદથી ગુનાનો ભેદ ઉકેલી આચાર્યની ધરપકડ લીધી છે. 72 કલાકની તપાસે ઉકેલ્યો ભેદ ગત તારીખ 19.09.2024 ના રોજ સિંગવડ તાલુકાના તોરણી પ્રાથમિક શાળામાં પહેલા ધોરણમાં ભણતી છ વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.ઘટનાની ગંભીરતા જોતા દાહોદ SP ડો. રાજદીપસિંહ ઝાલા, LCB, SOG, સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. બાળકીનું પેનલ પીએમ કર્યા બાદ તેનું શ્વાસ રૂંધવાથી મોત થયું હોવાની પુષ્ટિ થતાં પોલીસની તપાસ આગળ વધી હતી.અને 72 કલાકની ઇન્વેસ્ટિગેશન બાદ સમગ્ર ગુનાનો ભેદ ઉકેલી છ વર્ષની બાળકીની હત્યાના સંદર્ભમાં આચાર્ય ગોવિંદ નટને જેલ ભેગો કરી આગળની તપાસ હાથધરી છે. આચાર્યે કાળા કાચની ગાડીમાં કૃત્ય આચર્યું બાળકી શાળાએ જવા તેની મમ્મી જોડે ઉભી હતી. તે અરસામાં આચાર્ય દ્વારા આ બાળકીને પોતાની કાળા કાચની ગાડીમાં બેસાડી થોડી દુર લઈ ગયા બાદ દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હતો. તે દરમિયાન બાળકી એ બુમાબૂમ કરતા તેનું મોઢું દબાવી હત્યા કરી દીધી હતી.અને ગાડી બંધ કરી શાળાના કામકાજમાં જોડાયો. સાંજે શાળા છૂટ્તા પહેલા ગાડીના કાચ ખોલ્યા જેથી બાળકી ગાડીમાં જોવાય અને શ્વાસ રૂંધવાથીથી તેનું મોત થયું હોય તેવું પ્રસ્થાપિત કરી શકાય.પરંતુ કોઈની નજર ન પડતા આખરે પોલીસથી બચવા માટે સાંજના છ વાગ્યાના અરસામાં બાળકીના મૃતદેહને શાળા પરિસરમાં ફેકી, તેના ચંપલ અને સ્કુલ બેગ શાળામાં મૂકી દીધા હતા. સ્કૂલના બાળકોનું નિવેદન,અને પોલીસની ટેકનીક આરોપી સુધી ખેંચી ગઈ ઘટના બાદ એસપી ડોક્ટર રાજદીપસિંહ ઝાલા તેમજ 10 અલગ અલગ ટીમોએ તપાસની દોર લંબાવ્યો અને બીજા દિવસે સોશિયલ વર્કર, સિવિલ ડ્રેસમાં તેમજ શૈક્ષણિક સંસ્થાના કાર્યકર્તા બનીને ખિસ્સામાં ચોકલેટ લઈને બાળકો જોડે હળી મળીને તપાસ હાથ ધરી. જેમાં બહાર આવ્યું કે બાળકી પ્રાર્થનાના સમયમાં મધ્યાન ભોજન ના સમયમાં અથવા શૈક્ષણિક કાર્ય દરમિયાન ગેરહાજર હતી,ત્યારબાદ પોલીસે ટેકનિકલ સોર્સના મદદથી ગુગલ ટાઇમ લાઇનની મદદથી બાળકીને ગાડીમાં બેસાડ્યા બાદ તેના મતદેહ શાળા કમ્પાઉન્ડમાં મુકવાના સમયમાં ગુગલ ટાઇમ લાઇનમાં આરોપી આચાર્ય ગોવિંદ નટ ની હાજરીએ ઘણું બધું સ્પષ્ટતા કરી દીધી હતી. આરોપી આચાર્યે ગાડીમાં પુરાવાના નાશ માટે ગોધરા ગાડી ધોવડાવવા મોકલી આચાર્ય દ્વારા દુષ્કર્મના પ્રયાસ દરમિયાન બાળકીનું મોં દબાવી દેતા ગભરાટમાં બાળકીએ વોમિટ કરી હતી.તેમજ માથાના વાળ ગાડીમાં રહી જતા ઘટનાને અંજામ આપ્યા બાદ પુરાવાના નાશ માટે ગાડીને તેના પુત્ર પાસે ગોધરા ધોવડાવવા મોકલી દીધી હતી.અને એક વિદ્યાર્થી સાથે બાઈક પર બેસી શાળા ખાતે પહોંચ્યો હતો. અને આચાર્ય હોવાના નાતે પોલીસ તપાસમાં હોવાથી પોલીસ સાથે જોડાયો હતો.જેમાં સંતરોડ ટોલ ખાતે સીસીટીવી કેમેરામાં ચકાસણી કર્તા ગાડી ગોધરા ગઈ હોવાની પુષ્ટિ થઈ હતી. પોલીસ તપાસમાં જુદા નિવેદનો સામે આવ્યા હતા પોલીસ તપાસમાં શરૂઆતમાં આચાર્ય દ્વારા પોલીસને અનેક જુદા જુદા નિવેદનો આપ્યાં.જેમાં પહેલાં સ્ટેટમેન્ટમાં આચાર્ય 5 વાગ્યે શાળામાંથી નીકળી ગયો હોવાનું કહ્યું હતું પરંતુ ગૂગલ ટાઈમ લાઈન મુજબ આચાર્ય સાંજે 6.12 કલાકે શાળામાંથી બહાર નીકળયા હોવાનું સામે આવ્યું.તેમજ બાળકો અને શિક્ષકની પૂછપરછ દરમિયાન આચાર્ય વિધાર્થીનીઓના માથા પર અને ખબા પર હાથ ફરવતો હોય તેવા કિસ્સા જોવા મળ્યા હતા. પોલીસ દ્વારા હાલ હત્યા અને દુષ્કર્મ પ્રયાસનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.  

Dahod પોલીસે ગુગલ ટાઈમ લાઈનના આધારે આચાર્યની ધરપકડ કરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દાહોદમાં સીંગવડના તોરણીમાં છ વર્ષની બાળકીની મૃતદેહનો ભેદ ઉકેલાયો.શાળાના આચાર્યે કાળા કાંચની ગાડીમાં ધોરણ એક બાળકી જોડે દુષ્કર્મના પ્રયાસ બાદ હત્યા કરી હોવાનું ઘસ્ફોટ, આચાર્યની ધરપકડ કરાઈ.આચાર્યે બાળકીની હત્યા કર્યા બાદ પુરાવાના નાશ કરવાના પણ પ્રયાસ કરાયા.અને પોલીસથી બચવા અનેક પ્રપંચ રચ્યા,પોલીસે ડિજિટલ ટેકનોલોજીથી પર્દાફાશ કર્યો.

મો દબાવી હત્યા કરી

દાહોદ જિલ્લામાં શિક્ષણ આલમને શર્મસાર કરતી ઘટના સામે આવી. જેમાં શાળાના આચાર્ય ગોવિંદ નટ દ્વારા ધોરણ એક માં અભ્યાસ કરતી છ વર્ષની બાળકી જોડે દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હતો.ત્યારબાદ બાળકીનું મો દબાવી હત્યા કરી નાખી હતી. અને બાદમાં પોલીસ જોડે તપાસમાં જોડાઈ ગયો હતો પરંતુ પોલીસે ટેકનિકલ સોર્સના મદદથી ગુનાનો ભેદ ઉકેલી આચાર્યની ધરપકડ લીધી છે.

72 કલાકની તપાસે ઉકેલ્યો ભેદ

ગત તારીખ 19.09.2024 ના રોજ સિંગવડ તાલુકાના તોરણી પ્રાથમિક શાળામાં પહેલા ધોરણમાં ભણતી છ વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.ઘટનાની ગંભીરતા જોતા દાહોદ SP ડો. રાજદીપસિંહ ઝાલા, LCB, SOG, સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. બાળકીનું પેનલ પીએમ કર્યા બાદ તેનું શ્વાસ રૂંધવાથી મોત થયું હોવાની પુષ્ટિ થતાં પોલીસની તપાસ આગળ વધી હતી.અને 72 કલાકની ઇન્વેસ્ટિગેશન બાદ સમગ્ર ગુનાનો ભેદ ઉકેલી છ વર્ષની બાળકીની હત્યાના સંદર્ભમાં આચાર્ય ગોવિંદ નટને જેલ ભેગો કરી આગળની તપાસ હાથધરી છે.

આચાર્યે કાળા કાચની ગાડીમાં કૃત્ય આચર્યું

બાળકી શાળાએ જવા તેની મમ્મી જોડે ઉભી હતી. તે અરસામાં આચાર્ય દ્વારા આ બાળકીને પોતાની કાળા કાચની ગાડીમાં બેસાડી થોડી દુર લઈ ગયા બાદ દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હતો. તે દરમિયાન બાળકી એ બુમાબૂમ કરતા તેનું મોઢું દબાવી હત્યા કરી દીધી હતી.અને ગાડી બંધ કરી શાળાના કામકાજમાં જોડાયો. સાંજે શાળા છૂટ્તા પહેલા ગાડીના કાચ ખોલ્યા જેથી બાળકી ગાડીમાં જોવાય અને શ્વાસ રૂંધવાથીથી તેનું મોત થયું હોય તેવું પ્રસ્થાપિત કરી શકાય.પરંતુ કોઈની નજર ન પડતા આખરે પોલીસથી બચવા માટે સાંજના છ વાગ્યાના અરસામાં બાળકીના મૃતદેહને શાળા પરિસરમાં ફેકી, તેના ચંપલ અને સ્કુલ બેગ શાળામાં મૂકી દીધા હતા.

સ્કૂલના બાળકોનું નિવેદન,અને પોલીસની ટેકનીક આરોપી સુધી ખેંચી ગઈ

ઘટના બાદ એસપી ડોક્ટર રાજદીપસિંહ ઝાલા તેમજ 10 અલગ અલગ ટીમોએ તપાસની દોર લંબાવ્યો અને બીજા દિવસે સોશિયલ વર્કર, સિવિલ ડ્રેસમાં તેમજ શૈક્ષણિક સંસ્થાના કાર્યકર્તા બનીને ખિસ્સામાં ચોકલેટ લઈને બાળકો જોડે હળી મળીને તપાસ હાથ ધરી. જેમાં બહાર આવ્યું કે બાળકી પ્રાર્થનાના સમયમાં મધ્યાન ભોજન ના સમયમાં અથવા શૈક્ષણિક કાર્ય દરમિયાન ગેરહાજર હતી,ત્યારબાદ પોલીસે ટેકનિકલ સોર્સના મદદથી ગુગલ ટાઇમ લાઇનની મદદથી બાળકીને ગાડીમાં બેસાડ્યા બાદ તેના મતદેહ શાળા કમ્પાઉન્ડમાં મુકવાના સમયમાં ગુગલ ટાઇમ લાઇનમાં આરોપી આચાર્ય ગોવિંદ નટ ની હાજરીએ ઘણું બધું સ્પષ્ટતા કરી દીધી હતી.

આરોપી આચાર્યે ગાડીમાં પુરાવાના નાશ માટે ગોધરા ગાડી ધોવડાવવા મોકલી

આચાર્ય દ્વારા દુષ્કર્મના પ્રયાસ દરમિયાન બાળકીનું મોં દબાવી દેતા ગભરાટમાં બાળકીએ વોમિટ કરી હતી.તેમજ માથાના વાળ ગાડીમાં રહી જતા ઘટનાને અંજામ આપ્યા બાદ પુરાવાના નાશ માટે ગાડીને તેના પુત્ર પાસે ગોધરા ધોવડાવવા મોકલી દીધી હતી.અને એક વિદ્યાર્થી સાથે બાઈક પર બેસી શાળા ખાતે પહોંચ્યો હતો. અને આચાર્ય હોવાના નાતે પોલીસ તપાસમાં હોવાથી પોલીસ સાથે જોડાયો હતો.જેમાં સંતરોડ ટોલ ખાતે સીસીટીવી કેમેરામાં ચકાસણી કર્તા ગાડી ગોધરા ગઈ હોવાની પુષ્ટિ થઈ હતી.

પોલીસ તપાસમાં જુદા નિવેદનો સામે આવ્યા હતા

પોલીસ તપાસમાં શરૂઆતમાં આચાર્ય દ્વારા પોલીસને અનેક જુદા જુદા નિવેદનો આપ્યાં.જેમાં પહેલાં સ્ટેટમેન્ટમાં આચાર્ય 5 વાગ્યે શાળામાંથી નીકળી ગયો હોવાનું કહ્યું હતું પરંતુ ગૂગલ ટાઈમ લાઈન મુજબ આચાર્ય સાંજે 6.12 કલાકે શાળામાંથી બહાર નીકળયા હોવાનું સામે આવ્યું.તેમજ બાળકો અને શિક્ષકની પૂછપરછ દરમિયાન આચાર્ય વિધાર્થીનીઓના માથા પર અને ખબા પર હાથ ફરવતો હોય તેવા કિસ્સા જોવા મળ્યા હતા. પોલીસ દ્વારા હાલ હત્યા અને દુષ્કર્મ પ્રયાસનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.