Suratમાં લિફટમાં 11 લોકો ફસાઈ જતા ફાયર વિભાગે તમામનું કર્યુ રેસ્ક્યું
સુરતમાં હોટલ લેવલ 5ની બિલ્ડીગમાં વીજળી ગુલ થતા લિફટમાં જઈ રહેલા 11 લોકો ફસાયા હતા,અડાજણ ફાયર વિભાગે તમામ લોકોને લિફટમાંથી બહાર કાઢયા હતા,ડીજીવીજીસીએલમાં ફોલ્ટ સર્જાતા લોકો ફસાયા હોવાની વાત સામે આવી હતી.ઓલપાડ અને ઈચ્છાપોરમાં વીજળી ગુલ થઈ હતી સાથે સાથે રાંદેર,પાલ,અડાજણમાં પણ વીજળી ગુલ થતા લોકો હેરાન થયા હતા. લિફટમાં ફસાયા હતા 11 લોકો સુરતમાં હોટલમાં જમાવા જઈ રહેલા 11 લોકો બાળકો સાથે લિફટમાં ફસાઈ ગયા હતા,લિફટ શરૂ થઈ અને અધવચ્ચેથી વીજળી ગુલ થતા તમામ લોકો ફસાઈ ગયા હતા જેના કારણે અડાજણ ફાયર વિભાગ તાત્કાલિક દરવાજો ખોલીને તમામને બહાર કાઢયા હતા,લિફટમાં ફસાઈ ગયેલા લોકોને રેસ્કયુ કરીને બહાર કાઢયા હતા.સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે વાત કરવામાં આવે તો ડીજીવીજીસીએલ વીજ કંપનીમાં કોઈ મોટો ફોલ્ટ સર્જાયો હતો જેના કારણે આ ઘટના બની હોવાની વાત સામે આવી છે. ચાર દિવસ પહેલા પાલિકાની લિફટ ખોટકાઈ હતી પાલિકાની મુખ્ય કચેરી ખાતે લિફ્ટ ખોટકાઈ જતાં એક અધિકારી ફસાઈ ગયા હતા. ફાયરે લિફ્ટનો દરવાજો સાધનોની મદદથી ખોલ્યો હતો.મુગલસરાઈ મુખ્ય કચેરીમાં એનએફસી બિલ્ડિંગમાં બીજા અને ત્રીજા માળની વચ્ચે બુધવારે સવારે લિફ્ટ બંધ પડી ગઈ હતી, જેમાં બિલ્ડિંગમાં જ ઇન્કવાયરી વિભાગમાં ફરજ બજાવતા જયેશ શાહ ફસાઈ ગયા હતા. જો તમે લિફ્ટમાં ફસાઈ જાઓ તો શું કરવું? લિફ્ટમાં ફસાઈ જાવ ત્યારે તમે સૌથી પહેલા એલાર્મ બટન દબાવવું જોઈએ. આની મદદથી લિફ્ટ મેનેજર કે આખી બિલ્ડિંગને જાણ થઈ જશે કે કોઈક લિફ્ટમાં ફસાયું છે. તેનાથી જલ્દીથી તમારી મદદ માટે લોકો પહોંચી જશે. આ પછી લિફ્ટમાં આપેલ ફોનનું બટન દબાવો અને લિફ્ટમાં ફસાઈ જવા વિશે સિક્યોરિટી ગાર્ડને જલ્દી જાણ કરો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતમાં હોટલ લેવલ 5ની બિલ્ડીગમાં વીજળી ગુલ થતા લિફટમાં જઈ રહેલા 11 લોકો ફસાયા હતા,અડાજણ ફાયર વિભાગે તમામ લોકોને લિફટમાંથી બહાર કાઢયા હતા,ડીજીવીજીસીએલમાં ફોલ્ટ સર્જાતા લોકો ફસાયા હોવાની વાત સામે આવી હતી.ઓલપાડ અને ઈચ્છાપોરમાં વીજળી ગુલ થઈ હતી સાથે સાથે રાંદેર,પાલ,અડાજણમાં પણ વીજળી ગુલ થતા લોકો હેરાન થયા હતા.
લિફટમાં ફસાયા હતા 11 લોકો
સુરતમાં હોટલમાં જમાવા જઈ રહેલા 11 લોકો બાળકો સાથે લિફટમાં ફસાઈ ગયા હતા,લિફટ શરૂ થઈ અને અધવચ્ચેથી વીજળી ગુલ થતા તમામ લોકો ફસાઈ ગયા હતા જેના કારણે અડાજણ ફાયર વિભાગ તાત્કાલિક દરવાજો ખોલીને તમામને બહાર કાઢયા હતા,લિફટમાં ફસાઈ ગયેલા લોકોને રેસ્કયુ કરીને બહાર કાઢયા હતા.સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે વાત કરવામાં આવે તો ડીજીવીજીસીએલ વીજ કંપનીમાં કોઈ મોટો ફોલ્ટ સર્જાયો હતો જેના કારણે આ ઘટના બની હોવાની વાત સામે આવી છે.
ચાર દિવસ પહેલા પાલિકાની લિફટ ખોટકાઈ હતી
પાલિકાની મુખ્ય કચેરી ખાતે લિફ્ટ ખોટકાઈ જતાં એક અધિકારી ફસાઈ ગયા હતા. ફાયરે લિફ્ટનો દરવાજો સાધનોની મદદથી ખોલ્યો હતો.મુગલસરાઈ મુખ્ય કચેરીમાં એનએફસી બિલ્ડિંગમાં બીજા અને ત્રીજા માળની વચ્ચે બુધવારે સવારે લિફ્ટ બંધ પડી ગઈ હતી, જેમાં બિલ્ડિંગમાં જ ઇન્કવાયરી વિભાગમાં ફરજ બજાવતા જયેશ શાહ ફસાઈ ગયા હતા.
જો તમે લિફ્ટમાં ફસાઈ જાઓ તો શું કરવું?
લિફ્ટમાં ફસાઈ જાવ ત્યારે તમે સૌથી પહેલા એલાર્મ બટન દબાવવું જોઈએ. આની મદદથી લિફ્ટ મેનેજર કે આખી બિલ્ડિંગને જાણ થઈ જશે કે કોઈક લિફ્ટમાં ફસાયું છે. તેનાથી જલ્દીથી તમારી મદદ માટે લોકો પહોંચી જશે. આ પછી લિફ્ટમાં આપેલ ફોનનું બટન દબાવો અને લિફ્ટમાં ફસાઈ જવા વિશે સિક્યોરિટી ગાર્ડને જલ્દી જાણ કરો.