ઓનલાઇન ફ્રોડ કેસમાં યુપીના મુખ્તાર અંસારી ગેંગની સંડોવણી સામે આવી

અમદાવાદ,રવિવાર અમદાવાદમાં આવેલી એક કંપનીના માલિકનું સીમ કાર્ડ ગત જુલાઇ ૨૦૨૨માં ગુમ થયાનું કહીને ઓનલાઇન ફ્રોડ કરતી ગેંગ  દ્વારા  નેટબેંકિંગથી તે કંપનીમાંથી રૂપિયા ૨.૨૯ કરોડની છેતરપિંડી કરવામાં આવી હતી.આ કેસમાં અમદાવાદ સાયબર ક્રાઇમે એક શકમંદની અટકાયત કરીને પુછપરછ કરતા ઉત્તરપ્રદેશની ગેંગ સાથે સંડોવાયેલા એક વ્યક્તિને આઝમગઢથી ઝડપી લીધો હતો. જ્યારે અન્ય એક આરોપી યુપીના મુખ્તાર અંસારી અંસારીની ગેંગના શાર્પ શુટરનું નામ પણ ખુલ્યુ છે. આ અંગે સાયબર ક્રાઇમના અધિકારીઓએ વધુ તપાસ હાથ ધરી છે.અમદાવાદમાં આવેલી નીવા એક્સપોર્ટ કંપનીના કાલુપુર કો. ઓપરેટીવ બેંકના એકાઉન્ટમાં રજીસ્ટર્ડ થયેલા મોબાઇલ નંબરને બંધ કરાવીને ઓનલાઇન છેતરપિંડી કરતી ગેંગ દ્વારા નેટબેંકિગનો ઉપયોગ કરીને એક દિવસમાં આઠ જેટલા ટ્રાન્જેક્શન કરીને ૨.૨૯ કરોડની માતબર રકમની છેતરપિંડી કરવામાં આવી હતી. આ કેસમાં ટેકનીકલ એનાલીસીસને આધારે પોલીસે તપાસ કરતા ત્રણ લાખ રૂપિયા સૌરભ યાદવ નામના વ્યક્તિના આઇસીઆઇસીઆઇ બેંકના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાયાનું જાણવા મળ્યું હતું. જેના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર પી એચ મકવાણાની ટીમે સૌરભ યાદવની ગોવાથી ધરપકડ કરી હતી. સૌરભ યાદવની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે  તે વર્ષ ૨૦૨૧માં મારામારીના ગુનામાં આઝમગઢ જેલમાં હતો. તે સમયે તેનો પરિચય કાર્તિકસિંગ દુર્ગાપ્રતાપસિગ સાથે થયો હતો. સૌરભ જેલમાંથી છુટયો તેના બે મહિના બાદ કાર્તિકસિંગે તેને ફોન કરીને કહ્યું હતું કે તેને તેનું મકાન વેચાણ કરવાનું છે. જેથી નાણાં ટન્સફર કરવા માટે એક બેંક એકાઉન્ટની જરૂર છે. ત્યારબાદ સૌરભ યાદવે પોતાના નામે આઇસીઆઇસીઆઇ બેંકમાં એકાઉન્ટ ખોલીને ડેબિટ કાર્ડ, ચેક બુક સહિતની કીટ કાર્તિકસિંગના સોનુ નામના માણસને આપી હતી.જે એકાઉન્ટનો ઉપયોગ કાર્તિકસિંગ અને તેના માણસો છેતરપિંડીના નાણાં ટ્રાન્સફર કરવા માટે કરતા હતા. આ બાતમીને આધારે પોલીસે કાર્તિકસિંગની આઝમગઢથી ધરપકડ કરીને પુછપરછ શરૂ કરી હતી. જેમાં તેણે યુપીની મુખ્તાર અંસારી ગેંગમાં સક્રિય રાજન પાસીની નામના શાર્પ શુટરની સંડોવણી હોવાનો મોટો ખુલાસો થયો છે. આમ, ઓનલાઇન ફ્રોડમાં યુપીની ગેંગ સક્રિય હોવાનું જાણવા મળ્યું છે. જે અંગે સાયબર ક્રાઇમે વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે એસીપી હાર્દિક માકડિયાએ જણાવ્યું કે ઓન લાઇન ફ્રોડ કેસમાં પ્રથમવાર કોઇ ગેંગની સંડોવણી સામે આવી છે. જે ગંભીર બાબત છે. જે અંગે યુપી પોલીસ સાથે મળીને કાર્યવાહી કરાશે યુપીની ગેંગ દ્વારા જેલમાંથી જ અનેક બેંક એકાઉન્ટ ખોલાયાની શક્યતાયુપીના આઝમગઢથી ઝડપાયેલા આરોપી કાર્તિકસિગની પુછપરછમાં મુખ્તાર અંસારીની ગેંગના માણસની સંડોવણી સાયબર ક્રાઇમમાં બહાર આવતા પોલીસ ચોંકી ઉઠી છે. કાર્તિકસિંગે માત્ર સૌરભ યાદવ જ નહી પણ આઝમગઢ જેલમાં સજા કાપવા આવેલા અનેક લોકોના દસ્તાવેજોના આધારે બેંક એકાઉન્ટ ખોલાવ્યાની શક્યતા સાયબર ક્રાઇમના અધિકારીઓએ વ્યક્ત કરી છે. જેના આધારે યુપી પોલીસની તેમજ જેલ પ્રશાસનની મદદ લઇને વિશેષ તપાસ કરવામાં આવશે. કંપનીના ઇમેઇલને હેક કરીેને નેટબેંકિંગનો પાસવર્ડ  મેળવવામાં આવતો હતો ઓનલાઇન છેતરપિંડી કરતી ગેંગની એક મહત્વની મોડ્સ ઓપરેન્ડી છે. જેમાં તે ગેંગ તેમના ટેકનીકલ એક્સપર્ટની મદદથી કંપનીના ઇમેઇલ પર માલવેર વાયરસ મોકલીને ઇમેઇલને હેક કરતા હતા. ત્યારબાદ કંપની ઇમેઇલ પરથી મેઇલ મોકલીને સીમ કાર્ડ ખોવાઇ ગયું હોવાનું કારણ આપીને બંધ કરાવતા હતા. સીમ કાર્ડ બંધ થયા બાદ  કંપનીના બેંક એકાઉન્ટમાં લોગઇન કરીને તેમાંથી નાણાંકીય વ્યવહાર કરી છેતરપિંડી આચરવામાં આવતી હતી.  આ પ્રકાર સીમકાર્ડને બંધ કરાવીને છેતરપિંડી કરતી ગેંગ શનિવાર અને રવિવારે જ છેતરપિંડી આચરતા હતા. જેથી બેંક ટ્રાન્જેક્શનના ઓટીપી કે મેસેજ સીમ કાર્ડ પર આવી શકતા નહોતા અને  જેથી કંપનીના ડીરેક્ટર તાત્કાલિક નવુ સીમકાર્ડ ઇસ્યુ કરાવી શકતા નહોતા.

ઓનલાઇન ફ્રોડ કેસમાં યુપીના મુખ્તાર અંસારી ગેંગની સંડોવણી સામે આવી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ,રવિવાર

 અમદાવાદમાં આવેલી એક કંપનીના માલિકનું સીમ કાર્ડ ગત જુલાઇ ૨૦૨૨માં ગુમ થયાનું કહીને ઓનલાઇન ફ્રોડ કરતી ગેંગ  દ્વારા  નેટબેંકિંગથી તે કંપનીમાંથી રૂપિયા ૨.૨૯ કરોડની છેતરપિંડી કરવામાં આવી હતી.આ કેસમાં અમદાવાદ સાયબર ક્રાઇમે એક શકમંદની અટકાયત કરીને પુછપરછ કરતા ઉત્તરપ્રદેશની ગેંગ સાથે સંડોવાયેલા એક વ્યક્તિને આઝમગઢથી ઝડપી લીધો હતો. જ્યારે અન્ય એક આરોપી યુપીના મુખ્તાર અંસારી અંસારીની ગેંગના શાર્પ શુટરનું નામ પણ ખુલ્યુ છે. આ અંગે સાયબર ક્રાઇમના અધિકારીઓએ વધુ તપાસ હાથ ધરી છે.અમદાવાદમાં આવેલી નીવા એક્સપોર્ટ કંપનીના કાલુપુર કો. ઓપરેટીવ બેંકના એકાઉન્ટમાં રજીસ્ટર્ડ થયેલા મોબાઇલ નંબરને બંધ કરાવીને ઓનલાઇન છેતરપિંડી કરતી ગેંગ દ્વારા નેટબેંકિગનો ઉપયોગ કરીને એક દિવસમાં આઠ જેટલા ટ્રાન્જેક્શન કરીને ૨.૨૯ કરોડની માતબર રકમની છેતરપિંડી કરવામાં આવી હતી. આ કેસમાં ટેકનીકલ એનાલીસીસને આધારે પોલીસે તપાસ કરતા ત્રણ લાખ રૂપિયા સૌરભ યાદવ નામના વ્યક્તિના આઇસીઆઇસીઆઇ બેંકના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાયાનું જાણવા મળ્યું હતું. જેના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર પી એચ મકવાણાની ટીમે સૌરભ યાદવની ગોવાથી ધરપકડ કરી હતી. સૌરભ યાદવની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે  તે વર્ષ ૨૦૨૧માં મારામારીના ગુનામાં આઝમગઢ જેલમાં હતો. તે સમયે તેનો પરિચય કાર્તિકસિંગ દુર્ગાપ્રતાપસિગ સાથે થયો હતો. સૌરભ જેલમાંથી છુટયો તેના બે મહિના બાદ કાર્તિકસિંગે તેને ફોન કરીને કહ્યું હતું કે તેને તેનું મકાન વેચાણ કરવાનું છે. જેથી નાણાં ટન્સફર કરવા માટે એક બેંક એકાઉન્ટની જરૂર છે. ત્યારબાદ સૌરભ યાદવે પોતાના નામે આઇસીઆઇસીઆઇ બેંકમાં એકાઉન્ટ ખોલીને ડેબિટ કાર્ડ, ચેક બુક સહિતની કીટ કાર્તિકસિંગના સોનુ નામના માણસને આપી હતી.જે એકાઉન્ટનો ઉપયોગ કાર્તિકસિંગ અને તેના માણસો છેતરપિંડીના નાણાં ટ્રાન્સફર કરવા માટે કરતા હતા. આ બાતમીને આધારે પોલીસે કાર્તિકસિંગની આઝમગઢથી ધરપકડ કરીને પુછપરછ શરૂ કરી હતી. જેમાં તેણે યુપીની મુખ્તાર અંસારી ગેંગમાં સક્રિય રાજન પાસીની નામના શાર્પ શુટરની સંડોવણી હોવાનો મોટો ખુલાસો થયો છે. આમ, ઓનલાઇન ફ્રોડમાં યુપીની ગેંગ સક્રિય હોવાનું જાણવા મળ્યું છે. જે અંગે સાયબર ક્રાઇમે વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે એસીપી હાર્દિક માકડિયાએ જણાવ્યું કે ઓન લાઇન ફ્રોડ કેસમાં પ્રથમવાર કોઇ ગેંગની સંડોવણી સામે આવી છે. જે ગંભીર બાબત છે. જે અંગે યુપી પોલીસ સાથે મળીને કાર્યવાહી કરાશે

 

યુપીની ગેંગ દ્વારા જેલમાંથી જ અનેક બેંક એકાઉન્ટ ખોલાયાની શક્યતા


યુપીના આઝમગઢથી ઝડપાયેલા આરોપી કાર્તિકસિગની પુછપરછમાં મુખ્તાર અંસારીની ગેંગના માણસની સંડોવણી સાયબર ક્રાઇમમાં બહાર આવતા પોલીસ ચોંકી ઉઠી છે. કાર્તિકસિંગે માત્ર સૌરભ યાદવ જ નહી પણ આઝમગઢ જેલમાં સજા કાપવા આવેલા અનેક લોકોના દસ્તાવેજોના આધારે બેંક એકાઉન્ટ ખોલાવ્યાની શક્યતા સાયબર ક્રાઇમના અધિકારીઓએ વ્યક્ત કરી છે. જેના આધારે યુપી પોલીસની તેમજ જેલ પ્રશાસનની મદદ લઇને વિશેષ તપાસ કરવામાં આવશે.

 

કંપનીના ઇમેઇલને હેક કરીેને નેટબેંકિંગનો પાસવર્ડ  મેળવવામાં આવતો હતો


ઓનલાઇન છેતરપિંડી કરતી ગેંગની એક મહત્વની મોડ્સ ઓપરેન્ડી છે. જેમાં તે ગેંગ તેમના ટેકનીકલ એક્સપર્ટની મદદથી કંપનીના ઇમેઇલ પર માલવેર વાયરસ મોકલીને ઇમેઇલને હેક કરતા હતા. ત્યારબાદ કંપની ઇમેઇલ પરથી મેઇલ મોકલીને સીમ કાર્ડ ખોવાઇ ગયું હોવાનું કારણ આપીને બંધ કરાવતા હતા. સીમ કાર્ડ બંધ થયા બાદ  કંપનીના બેંક એકાઉન્ટમાં લોગઇન કરીને તેમાંથી નાણાંકીય વ્યવહાર કરી છેતરપિંડી આચરવામાં આવતી હતી.  આ પ્રકાર સીમકાર્ડને બંધ કરાવીને છેતરપિંડી કરતી ગેંગ શનિવાર અને રવિવારે જ છેતરપિંડી આચરતા હતા. જેથી બેંક ટ્રાન્જેક્શનના ઓટીપી કે મેસેજ સીમ કાર્ડ પર આવી શકતા નહોતા અને  જેથી કંપનીના ડીરેક્ટર તાત્કાલિક નવુ સીમકાર્ડ ઇસ્યુ કરાવી શકતા નહોતા.