Rajkotમાં ટાબરિયા ગેંગનો આતંક, મોંઘીદાટ કારના સિમ્બોલની કરી રહ્યાં છે ચોરી
રાજકોટમાં ટાબરિયા ગેંગનો તરખાટ સામે આવ્યો છે,જેમાં ટાબરિયા ગેંગ ચોરી કરતી હોવાની વાત સામે આવી છે,છેલ્લા એક અઠવાડિયાથી મોંઘીદાટ કારનો સિમ્બોલની ચોરી થતી હોવાની વાત સામે આવી છે.જેમાં રાજકોટની સાંઈનગર અને જગન્નાથ સોસાયટીમાંથી લોગોની ચોરી થતી હોવાની વાત સામે આવી છે,જાણો કંઈ રીતે કરતા ચોરી. છેલ્લા એક સપ્તાહથી ટાબરિયા ગેંગનો તરખાટ આમ તો બાળકો સોસાયટી કે ફલેટમાં રમતા હોય ત્યારે માસૂમ લાગે છે,પણ આ જ માસૂમો કયારેક ચોરીના રવાડે પણ ચઢી જાય છે,ત્યારે આવી જ એક ઘટના રાજકોટમાં બની છે જેમાં સોસાયટીમાં મોંઘીદાટ કાર પડી હોય છે અને બાળકો સાયકલ ચલાવતા ચલાવતા તેમાંથી સિમ્બોલ કાઢીને ચોરી કરે છે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે.ત્યારે 15 જેટલી મોંઘી કારના સિમ્બોલની અત્યાર સુધી ચોરી કરવામાં આવી હોવાની વાત સામે આવી છે. 15 જેટલી મોંઘીદાટ કારના લોગોની ચોરી આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરા કેદ થતા પોલીસે પણ તપાસ હાથધરી છે સાથે સાથે 15 થી 35 હજારમાં રૂપિયામાં આ લોગો બહાર વેચી દેવામાં આવે છે,પોલીસે એ દિશામાં પણ તપાસ કરી છે.બાળકો નાની ઉંમરના એટલે કે માઈનોર હોવાથી હજી પોલીસે કોઈ ગુનો નોંધ્યો નથી ત્યારે બાળકોના માતા-પિતાને આ બાબતે જાણ કરવામાં આવશે,મહત્વનું છે કે આ બાળકો સોસાયટીના જ છે કે સોસાયટીની બહારના છે તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. કોઈ દ્વારા કરાવવામાં આવે છે ચોરી ? આ સમગ્ર ઘટનામાં પોલીસને શંકા છે કે કોઈ વ્યકિત દ્રારા તો આ ચોરી નથી કરાવવામાં આવી રહી ને,કેમકે કોઈ નાનું બાળક જયારે આ રીતે ચોરી કરે અને સેકન્ડોમાં લોગો બહાર કાઢી નાખે તે સામાન્ય વાત નથી કોઈ જગ્યાએ આ રીતે ચોરી કરવાની ટ્રેનિંગ લીધી હોય તેવું લાગી રહ્યું છે.બાળકોની પૂછપરછ બાદ સામે આવશે કે હકીકત શું છે અને આનો સાચો આકા કોણ છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજકોટમાં ટાબરિયા ગેંગનો તરખાટ સામે આવ્યો છે,જેમાં ટાબરિયા ગેંગ ચોરી કરતી હોવાની વાત સામે આવી છે,છેલ્લા એક અઠવાડિયાથી મોંઘીદાટ કારનો સિમ્બોલની ચોરી થતી હોવાની વાત સામે આવી છે.જેમાં રાજકોટની સાંઈનગર અને જગન્નાથ સોસાયટીમાંથી લોગોની ચોરી થતી હોવાની વાત સામે આવી છે,જાણો કંઈ રીતે કરતા ચોરી.
છેલ્લા એક સપ્તાહથી ટાબરિયા ગેંગનો તરખાટ
આમ તો બાળકો સોસાયટી કે ફલેટમાં રમતા હોય ત્યારે માસૂમ લાગે છે,પણ આ જ માસૂમો કયારેક ચોરીના રવાડે પણ ચઢી જાય છે,ત્યારે આવી જ એક ઘટના રાજકોટમાં બની છે જેમાં સોસાયટીમાં મોંઘીદાટ કાર પડી હોય છે અને બાળકો સાયકલ ચલાવતા ચલાવતા તેમાંથી સિમ્બોલ કાઢીને ચોરી કરે છે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે.ત્યારે 15 જેટલી મોંઘી કારના સિમ્બોલની અત્યાર સુધી ચોરી કરવામાં આવી હોવાની વાત સામે આવી છે.
15 જેટલી મોંઘીદાટ કારના લોગોની ચોરી
આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરા કેદ થતા પોલીસે પણ તપાસ હાથધરી છે સાથે સાથે 15 થી 35 હજારમાં રૂપિયામાં આ લોગો બહાર વેચી દેવામાં આવે છે,પોલીસે એ દિશામાં પણ તપાસ કરી છે.બાળકો નાની ઉંમરના એટલે કે માઈનોર હોવાથી હજી પોલીસે કોઈ ગુનો નોંધ્યો નથી ત્યારે બાળકોના માતા-પિતાને આ બાબતે જાણ કરવામાં આવશે,મહત્વનું છે કે આ બાળકો સોસાયટીના જ છે કે સોસાયટીની બહારના છે તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.
કોઈ દ્વારા કરાવવામાં આવે છે ચોરી ?
આ સમગ્ર ઘટનામાં પોલીસને શંકા છે કે કોઈ વ્યકિત દ્રારા તો આ ચોરી નથી કરાવવામાં આવી રહી ને,કેમકે કોઈ નાનું બાળક જયારે આ રીતે ચોરી કરે અને સેકન્ડોમાં લોગો બહાર કાઢી નાખે તે સામાન્ય વાત નથી કોઈ જગ્યાએ આ રીતે ચોરી કરવાની ટ્રેનિંગ લીધી હોય તેવું લાગી રહ્યું છે.બાળકોની પૂછપરછ બાદ સામે આવશે કે હકીકત શું છે અને આનો સાચો આકા કોણ છે.