Ahmedabad: મહિલાએ લંડનના ટૂરિસ્ટ વિઝાના નામે બે ભાઇઓ પાસેથી 15 લાખ પડાવ્યા

દસ્કોઈના દેવડી ગામમાં રહેતા યુવક તથા તેના ભાઈને લંડન ફરવા જવા માટેના વિઝા કરી આપવાનું કહીને મહિલાએ કુલ રૂ.15 લાખ પડાવ્યા હતા. જે બાદ વધુ પૈસાની માંગણી કરતા યુવકે આપવાની ના પાડી દીધી હતી. જેથી મહિલાએ યુવક તથા તેના ભાઈના ફેન ઉપાડવાના બંધ કરી દીધા હતા. યુવકને પોતાની સાથે ઠગાઈ થઈ હોવાની જાણ થતા આ અંગે વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.દસ્કોઈના દેવડી ગામમાં રહેતા 40 વર્ષીય અંકિતકુમાર પટેલ ખેતીકામ કરે છે. તેમના કાકાના ઘરે અવાર નવાર જવાનું થતું હોવાથી વૈશાલીબેન ઉર્ફે નીશાબેન વાઝી સાથે પરિચય થયો હતો. તે સમયે યુવતીએ અંકિતકુમારના કાકા અને પપ્પાને લંડન ફરવા આવો તેમ જણાવ્યું હતું. લંડનનો લાલ પાસ અને ત્યાની સરકાર વર્ષના બાર માણસો સ્પોંન્સર કરી શકે છે જેથી આઠ માણસો તૈયાર છે અને ચાર બાકી છે તેમ જણાવ્યું હતું. જે બાદ અંકિતકુમાર તથા તેમના કાકાનો પુત્ર મયંક બંને લંડન ફરવા જવા માટે તૈયાર થયા હતા અને વિઝા માટેની વાત વૈશાલીબેનને કરી હતી. વૈશાલીબેને બંનેના વિઝાના રૂ.19.36 લાખ જેટલા થશે તેવી વાત કરી હતી. એટલું જ નહીં પૈસા ન હોય તો હાલ રૂ,15 લાખ આપો બાકીના પછી આપી દેજો તેમ જણાવ્યું હતું. જેથી અંકિતકુમાર અને તેમના ભાઈએ ધીમે ધીમે કરીને કુલ રૂ.15 લાખ વૈશાલીને આપ્યા હતા. બાદમાં વૈશાલીએ પાસપોર્ટના ડોક્યુમેન્ટ જમા કરાવવા પડશે તથા ફિંગરપ્રિન્ટ કરવી પડશે તેવી વાતો કરીને અલગ અલગ જગ્યાએ લઈ ગયા હતા. તેમજ વૈશાલીએ બીજા રૂ.10.50 લાખની માંગણી કરી હતી. જોકે, અંકિતકુમારે પૈસા ન હોવાથી આપવાની ના પાડી હતી. જેથી વૈશાલીએ અંકિતકુમાર તથા તેના ભાઈના ફોન ઉપાડવાના બંધ કરી દીધા હતા અને તેમના કાકાના ઘરે પણ આવવાનું બંધ કરી દીધુ હતું. આ અંગે અંકિતકુમારે વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં વૈશાલી સામે ફરિયાદ નોંધાવી છે.

Ahmedabad: મહિલાએ લંડનના ટૂરિસ્ટ વિઝાના નામે બે ભાઇઓ પાસેથી 15 લાખ પડાવ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દસ્કોઈના દેવડી ગામમાં રહેતા યુવક તથા તેના ભાઈને લંડન ફરવા જવા માટેના વિઝા કરી આપવાનું કહીને મહિલાએ કુલ રૂ.15 લાખ પડાવ્યા હતા. જે બાદ વધુ પૈસાની માંગણી કરતા યુવકે આપવાની ના પાડી દીધી હતી. જેથી મહિલાએ યુવક તથા તેના ભાઈના ફેન ઉપાડવાના બંધ કરી દીધા હતા. યુવકને પોતાની સાથે ઠગાઈ થઈ હોવાની જાણ થતા આ અંગે વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

દસ્કોઈના દેવડી ગામમાં રહેતા 40 વર્ષીય અંકિતકુમાર પટેલ ખેતીકામ કરે છે. તેમના કાકાના ઘરે અવાર નવાર જવાનું થતું હોવાથી વૈશાલીબેન ઉર્ફે નીશાબેન વાઝી સાથે પરિચય થયો હતો. તે સમયે યુવતીએ અંકિતકુમારના કાકા અને પપ્પાને લંડન ફરવા આવો તેમ જણાવ્યું હતું. લંડનનો લાલ પાસ અને ત્યાની સરકાર વર્ષના બાર માણસો સ્પોંન્સર કરી શકે છે જેથી આઠ માણસો તૈયાર છે અને ચાર બાકી છે તેમ જણાવ્યું હતું. જે બાદ અંકિતકુમાર તથા તેમના કાકાનો પુત્ર મયંક બંને લંડન ફરવા જવા માટે તૈયાર થયા હતા અને વિઝા માટેની વાત વૈશાલીબેનને કરી હતી. વૈશાલીબેને બંનેના વિઝાના રૂ.19.36 લાખ જેટલા થશે તેવી વાત કરી હતી. એટલું જ નહીં પૈસા ન હોય તો હાલ રૂ,15 લાખ આપો બાકીના પછી આપી દેજો તેમ જણાવ્યું હતું. જેથી અંકિતકુમાર અને તેમના ભાઈએ ધીમે ધીમે કરીને કુલ રૂ.15 લાખ વૈશાલીને આપ્યા હતા. બાદમાં વૈશાલીએ પાસપોર્ટના ડોક્યુમેન્ટ જમા કરાવવા પડશે તથા ફિંગરપ્રિન્ટ કરવી પડશે તેવી વાતો કરીને અલગ અલગ જગ્યાએ લઈ ગયા હતા. તેમજ વૈશાલીએ બીજા રૂ.10.50 લાખની માંગણી કરી હતી. જોકે, અંકિતકુમારે પૈસા ન હોવાથી આપવાની ના પાડી હતી. જેથી વૈશાલીએ અંકિતકુમાર તથા તેના ભાઈના ફોન ઉપાડવાના બંધ કરી દીધા હતા અને તેમના કાકાના ઘરે પણ આવવાનું બંધ કરી દીધુ હતું. આ અંગે અંકિતકુમારે વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં વૈશાલી સામે ફરિયાદ નોંધાવી છે.