Ahmedabad: ખારીકટ કેનાલ પરનો બ્રિજ તોડવાનું શરૂ કરાતા નરોડાસ્મશાનથી ગામ તરફનોરસ્તોબંધ
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા શહેરના પૂર્વ વિસ્તારમાંથી પસાર થતી ખારીકટ કેનાલના રિડવલપમેન્ટની કામગીરી હાથ ધરવામાં આવી છે. રૂપિયા 12,000 કરોડના ખર્ચે થનારા આ કામમાં કેનાલને પૂરીને તેના પર રસ્તો બનાવવામાં આવી રહ્યો છે. જેના ફેઝ-1માં નરોડા પાસે કેનાલની કામગીરી શરૂ કરાઈ છે. ત્યારે નરોડા સ્મશાન પાસે આવેલી કેનાલના નાના બ્રિજને તોડવાનું કામ શરૂ કરવામાં આવ્યું હોવાથી ત્યાંથી નરોડા ગામ તરફ જવાનો રસ્તો આગામી એક મહિના માટે બંધ રહેશે.આગામી એક મહિના સુધી નરોડા સ્મશાનથી નરોડા ગામ તરફ્ જવાનો રોડ બંધ રહેવાનો હોવાથી નરોડા-દહેગામ રોડ પરથી આવતા એસટી, એએમટીએસ, બીઆરટીએસ અને અન્ય ભારે વાહનો નરોડા જીઆઈડીસીથી થઈ ગેલેક્સી ચાર રસ્તાથી ગામ અને નરોડા પાટીયા તરફ્ જઈ શકશે. જોકે, આ ડાયવર્ઝનના કારણે નરોડા જીઆઈડીસી ચાર રસ્તા નજીક ટ્રાફિકની સમસ્યા ઊભી થવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. ટુ-વ્હીલરો બાજુમાં આવેલા આંતરિક નાના રોડથી ગામ તરફ જઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, કેનાલની કામગીરીના કારણે ઠેર-ઠેર વાહનચાલકોને તકલીફ પડી રહી છે. વળી, જે જગ્યાએ હજુ કામ શરૂ થયું નથી, ત્યાં કેનાલમાં ગંદકીનું પ્રમાણ પણ વધી ગયું હોવાથી આસપાસની સોસાયટીઓ અને કારખાનેદારો દુર્ગંધ અને જીવાતોથી પરેશાન થઈ ગયા છે. તેમનું કહેવું છે કે, ચોમાસા પહેલા જો અહીં કેનાલનું કામ શરૂ નહીં કરાય તો ગંદકીમાં વધારો થશે અને રોગચાળો ફાટી નીકળે તેવી સ્થિતિ ઊભી થઈ જશે. એટલે, તેમની માગણી છે કે, મ્યુનિ. કેનાલનું કામ ઝડપથી પુરું કરે તો વાહનચાલકોને પણ રાહત થાય અને કેનાલની બંને તરફ જેમને અવર-જવર કરવાની રહે છે તેમની મુશ્કેલી દૂર થાય. નોંધનીય છે કે, કેનાલ પર રસ્તો બન્યા પછી તેની બંને તરફ આવેલી સોસાયટીઓના ભાવ પણ ઉંચકાઈ જશે અને કેટલીક સોસાયટીઓ જેનું અત્યાર સુધી કોઈ પણ પૂછતું ન હતું, તેમાં મકાન લેવા અને રિડવલપમેન્ટ માટે પડાપડી થતી જોવા મળી શકે તેવી આશા કેનાલની આસપાસ રહેતા લોકો રાખી રહ્યા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા શહેરના પૂર્વ વિસ્તારમાંથી પસાર થતી ખારીકટ કેનાલના રિડવલપમેન્ટની કામગીરી હાથ ધરવામાં આવી છે. રૂપિયા 12,000 કરોડના ખર્ચે થનારા આ કામમાં કેનાલને પૂરીને તેના પર રસ્તો બનાવવામાં આવી રહ્યો છે. જેના ફેઝ-1માં નરોડા પાસે કેનાલની કામગીરી શરૂ કરાઈ છે. ત્યારે નરોડા સ્મશાન પાસે આવેલી કેનાલના નાના બ્રિજને તોડવાનું કામ શરૂ કરવામાં આવ્યું હોવાથી ત્યાંથી નરોડા ગામ તરફ જવાનો રસ્તો આગામી એક મહિના માટે બંધ રહેશે.
આગામી એક મહિના સુધી નરોડા સ્મશાનથી નરોડા ગામ તરફ્ જવાનો રોડ બંધ રહેવાનો હોવાથી નરોડા-દહેગામ રોડ પરથી આવતા એસટી, એએમટીએસ, બીઆરટીએસ અને અન્ય ભારે વાહનો નરોડા જીઆઈડીસીથી થઈ ગેલેક્સી ચાર રસ્તાથી ગામ અને નરોડા પાટીયા તરફ્ જઈ શકશે. જોકે, આ ડાયવર્ઝનના કારણે નરોડા જીઆઈડીસી ચાર રસ્તા નજીક ટ્રાફિકની સમસ્યા ઊભી થવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. ટુ-વ્હીલરો બાજુમાં આવેલા આંતરિક નાના રોડથી ગામ તરફ જઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે, કેનાલની કામગીરીના કારણે ઠેર-ઠેર વાહનચાલકોને તકલીફ પડી રહી છે. વળી, જે જગ્યાએ હજુ કામ શરૂ થયું નથી, ત્યાં કેનાલમાં ગંદકીનું પ્રમાણ પણ વધી ગયું હોવાથી આસપાસની સોસાયટીઓ અને કારખાનેદારો દુર્ગંધ અને જીવાતોથી પરેશાન થઈ ગયા છે. તેમનું કહેવું છે કે, ચોમાસા પહેલા જો અહીં કેનાલનું કામ શરૂ નહીં કરાય તો ગંદકીમાં વધારો થશે અને રોગચાળો ફાટી નીકળે તેવી સ્થિતિ ઊભી થઈ જશે. એટલે, તેમની માગણી છે કે, મ્યુનિ. કેનાલનું કામ ઝડપથી પુરું કરે તો વાહનચાલકોને પણ રાહત થાય અને કેનાલની બંને તરફ જેમને અવર-જવર કરવાની રહે છે તેમની મુશ્કેલી દૂર થાય. નોંધનીય છે કે, કેનાલ પર રસ્તો બન્યા પછી તેની બંને તરફ આવેલી સોસાયટીઓના ભાવ પણ ઉંચકાઈ જશે અને કેટલીક સોસાયટીઓ જેનું અત્યાર સુધી કોઈ પણ પૂછતું ન હતું, તેમાં મકાન લેવા અને રિડવલપમેન્ટ માટે પડાપડી થતી જોવા મળી શકે તેવી આશા કેનાલની આસપાસ રહેતા લોકો રાખી રહ્યા છે.