Rajkotમાં ઇન્સ્ટાગ્રામ ઈન્ફલુએન્સર તોફાની રાધાએ અગમ્ય કારણોસર કર્યો આપઘાત

Feb 22, 2025 - 11:30
Rajkotમાં ઇન્સ્ટાગ્રામ ઈન્ફલુએન્સર તોફાની રાધાએ અગમ્ય કારણોસર કર્યો આપઘાત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટમાં ઇન્સ્ટાગ્રામ ઈન્ફલુએન્સર કવિન તોફાની રાધાએ આપઘાત કરી લેતા ખળભળાટ મચી ગયો છે,અગમ્ય કારણોસર આપઘાત કર્યો છે,યુવતી તેના પરિવારથી અલગ રહેતી હતી અને ઈન્સ્ટાગ્રામમાં અલગ-અલગ વીડિયો રોજ અપલોડ કરતી હતી,આપગાત કરનાર યુવતી તાજેતરમાં ગોવા ફરવા ગઈ હતી અને ત્યારબાદ રાજકોટ આવીને તેણે આપઘાત કર્યો છે,પોલીસે સમગ્ર ઘટનાને લઈ તપાસ હાથધરી છે.

ઈન્સ્ટાગ્રામ ક્વિન તોફાની રાધાનો આપઘાત

રાજકોટની ઈન્સ્ટાગ્રામ ક્વિન તોફાની રાધાએ આપઘાત કરી લેતા તેના ચાહકોમાં દુખની લાગણી પ્રવર્તી છે,કેમ આપઘાત કર્યો તેની પાછળનું કારણ અકબંધ છે તો બીજી તરફ મૃતક યુવતી પાસેથી કોઈ સ્યુસાઈડ નોટ મળી આવી નથી,તો પોલીસે મોબાઈલ ફોનના આધારે તપાસ હાથધરી છે,તેણે તેના પિતાને છેલ્લે ફોન કર્યો હતો અને કહ્યું હતુ કે,હું દુનિયા છોડીને જાઉ છુ,તો પિતાએ ઘટના સ્થળે જઈને જોયું તો તેમની પુત્રીએ આપઘાત કરી લીધો હતો અને ત્યારબાદ તેમણે પરિવારજનોને જાણ કરી હતી.

રાધિકા હર્ષદભાઈ ધામેચાએ કર્યો આપઘાત

ઈન્સ્ટાગ્રામમાં તોફાની રાધા ઉર્ફે રાધિકા હર્ષદભાઈ ધામેચા ઉ.વ.26 નામની યુવતીએ આપઘાત કરી લેતા તેના પરિવારમાં પણ શોકની લાગણી છવાઈ છે,અચાનક આપઘાત કરી લેતા અનેક તર્ક-વિતર્કો ઉભા થયા છે.પોલીસે હાલમાં મૃતદેહને પીએમ અર્થે મોકલી આપ્યો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે,મોબાઈલ ફોનને FSLમાં તપાસ માટે મોકલી આપ્યો છે,તો તપાસ થયા બાદ આપઘાતનું કારણ સામે આવી શકે છે.

આપઘાતના છે આ કારણો

ભારતમાં છેલ્લા 6 વર્ષમાં 9,92,535 લોકોએ આપઘાત કર્યા. સરેરાશ દરરોજ 400 થી વધુ લોકો આપઘાત કરી રહ્યા છે તેમજ ભારતમાં આપઘાત કરનાર દર ચોથી વ્યક્તિ રોજમદાર છે. દર બે કલાકે ત્રણ બેરોજગાર અને દર 25 મિનીટે એક ગૃહિણી આપઘાત કરી રહી છે. આર્થિક સંકટ, બેરોજગારી, ગંભીર શારીરિકસમસ્યાઓ પારીવારીક મુશ્કેલી, પ્રેમ પ્રકરણ, ઘરકંકાસ આત્મહત્યા માટે જવાબદાર પરિબળ છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0