Rajkotના ધોરાજીના નાની મારડ ગામે ભારે વરસાદ પડતા ખેતરો ફેરવાયા બેટમાં

ધોરાજીના નાની મારડ ગામ જળબંબાકાર ભારે વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા વાડીએ જવાના રસ્તાઓ બંધ થયારાજકોટના ધોરાજી તાલુકાના નાની મારડ ગામમાં ધોધમાર વરસાદ પડતા ચારે તરફ જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયુ છે.ધોરાજી તાલુકો અને આસપાસના ગામોમાં ચારે તરફ પાણી ભરાયા છે જેને કારણે લોકોને ઘરની બહાર નિકળવું મુશ્કેલ થઈ ગયું છે.વાડીએ જવા માટે રસ્તાઓ પણ બંધ છે અને ખેતરો બેટમાં ફેરવાયા છે. ધોરાજીમાં સવારથી વરસાદે માઝા મૂકી રાજકોટના ધોરાજીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વરસાદે માઝા મૂકી છે,સવારથી મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યાં છે,સ્થાનિકોનું કહેવું છે કે,અમારા ખેતરો કયા છે એ અમને દેખાતા નથી એટલો વરસાદ છે અને ખેતરોમાં ભારે માત્રામાં પાણી ભરાયા છે.માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવીઅમરેલી, વલસાડ, નવસારીમાં ઓરેન્જ એલર્ટ તેમજ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત તથા બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણમાં યલો એલર્ટ છે. તેમજ અરવલ્લી, તાપી, સુરતમાં હળવા વરસાદની આગાહી છે. તેમજ ભરૂચ, વડોદરા, નર્મદા, છોટા ઉદેપુરમાં વરસાદની આગાહી સાથે અમદાવાદ, ગાંધીનગર, આણંદ,ખેડામાં પણ વરસાદની આગાહી છે. તથા માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ગુજરાતમાં હાલ ચોમાસું ફરી સક્રિય થયું છે, જેના કારણે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી શક્યતા છે. બંગાળની ખાડી પર બનેલી વરસાદી સિસ્ટમ હવે આગળ વધીને ઓડિશા પહોંચી ગઈ છે અને તે વધારે મજબૂત બની છે એટલે કે તે લૉ-પ્રેશર એરિયામાં ફેરવાઈ ગઈ છે. ધોધમાર વરસાદથી ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ધોધમાર વરસાદથી ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કલ્યાણપુર અને મુંદ્રામાં અઢી ઇંચ વરસાદ આવ્યો છે. જેમાં પોરબંદર, લોધિકા, લાલપુરમાં 2-2 ઇંચ વરસાદ આવ્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક માટે દક્ષિણ ગુજરાતના 5 જિલ્લા અને સૌરાષ્ટ્રના ચાર જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં આજે ધોધમાર વરસાદ પડવાની શક્યતાઓ છે. તંત્ર દ્વારા જાહેર કરેલા આંકડા પ્રમાણે રાજ્યમાં 24 કલાકમાં 145 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ ગીર સોમનાથના વેરાવળમાં 5.25 ઈંચ વરસાદ નોંધાયો હતો. સુરત, દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ગુજરાત પર બનેલી સિસ્ટમોને કારણે રાજ્યમાં અતિભારેથી ભારે વરસાદ વરસી રહ્યો છે. આગામી પાંચ દિવસ સાર્વત્રિક વરસાદ રહેશે. જે બાદના બે દિવસ છૂટાછવાયા સ્થળો પર વરસાદ પડવાની આગાહી છે. આ સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં આગામી 24 કલાકમાં ગાજવીજની સાથે અતિભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે આપેલા 18મી તારીખના મેપ પ્રમાણે, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, જામનગર, રાજકોટ, ભરૂચ, નર્મદા,છોટાઉદેપુર, વલસાડ, નવસારી, સુરત, દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે.

Rajkotના ધોરાજીના નાની મારડ ગામે ભારે વરસાદ પડતા ખેતરો ફેરવાયા બેટમાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ધોરાજીના નાની મારડ ગામ જળબંબાકાર
  • ભારે વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા
  • વાડીએ જવાના રસ્તાઓ બંધ થયા

રાજકોટના ધોરાજી તાલુકાના નાની મારડ ગામમાં ધોધમાર વરસાદ પડતા ચારે તરફ જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયુ છે.ધોરાજી તાલુકો અને આસપાસના ગામોમાં ચારે તરફ પાણી ભરાયા છે જેને કારણે લોકોને ઘરની બહાર નિકળવું મુશ્કેલ થઈ ગયું છે.વાડીએ જવા માટે રસ્તાઓ પણ બંધ છે અને ખેતરો બેટમાં ફેરવાયા છે.

ધોરાજીમાં સવારથી વરસાદે માઝા મૂકી

રાજકોટના ધોરાજીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વરસાદે માઝા મૂકી છે,સવારથી મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યાં છે,સ્થાનિકોનું કહેવું છે કે,અમારા ખેતરો કયા છે એ અમને દેખાતા નથી એટલો વરસાદ છે અને ખેતરોમાં ભારે માત્રામાં પાણી ભરાયા છે.

માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી

અમરેલી, વલસાડ, નવસારીમાં ઓરેન્જ એલર્ટ તેમજ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત તથા બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણમાં યલો એલર્ટ છે. તેમજ અરવલ્લી, તાપી, સુરતમાં હળવા વરસાદની આગાહી છે. તેમજ ભરૂચ, વડોદરા, નર્મદા, છોટા ઉદેપુરમાં વરસાદની આગાહી સાથે અમદાવાદ, ગાંધીનગર, આણંદ,ખેડામાં પણ વરસાદની આગાહી છે. તથા માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ગુજરાતમાં હાલ ચોમાસું ફરી સક્રિય થયું છે, જેના કારણે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી શક્યતા છે. બંગાળની ખાડી પર બનેલી વરસાદી સિસ્ટમ હવે આગળ વધીને ઓડિશા પહોંચી ગઈ છે અને તે વધારે મજબૂત બની છે એટલે કે તે લૉ-પ્રેશર એરિયામાં ફેરવાઈ ગઈ છે.

ધોધમાર વરસાદથી ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે

ધોધમાર વરસાદથી ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કલ્યાણપુર અને મુંદ્રામાં અઢી ઇંચ વરસાદ આવ્યો છે. જેમાં પોરબંદર, લોધિકા, લાલપુરમાં 2-2 ઇંચ વરસાદ આવ્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક માટે દક્ષિણ ગુજરાતના 5 જિલ્લા અને સૌરાષ્ટ્રના ચાર જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં આજે ધોધમાર વરસાદ પડવાની શક્યતાઓ છે. તંત્ર દ્વારા જાહેર કરેલા આંકડા પ્રમાણે રાજ્યમાં 24 કલાકમાં 145 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ ગીર સોમનાથના વેરાવળમાં 5.25 ઈંચ વરસાદ નોંધાયો હતો.

સુરત, દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ગુજરાત પર બનેલી સિસ્ટમોને કારણે રાજ્યમાં અતિભારેથી ભારે વરસાદ વરસી રહ્યો છે. આગામી પાંચ દિવસ સાર્વત્રિક વરસાદ રહેશે. જે બાદના બે દિવસ છૂટાછવાયા સ્થળો પર વરસાદ પડવાની આગાહી છે. આ સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં આગામી 24 કલાકમાં ગાજવીજની સાથે અતિભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે આપેલા 18મી તારીખના મેપ પ્રમાણે, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, જામનગર, રાજકોટ, ભરૂચ, નર્મદા,છોટાઉદેપુર, વલસાડ, નવસારી, સુરત, દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે.