Rajkot: ભારે વરસાદથી ઉપલેટાના તલંગણામાં જળબંબાકારની સ્થિતિ, ખેતરો વરસાદી પાણીમાં ગરકાવ

ભારે વરસાદથી તલંગણા ગામે પૂરની સ્થિતિતલંગણા ગામે ચોતરફ પાણી જ પાણી ખેતરો પણ વરસાદી પાણીમાં ગરકાવ રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે જ હવામાન વિભાગે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી હતી અને તે પ્રમાણે જ વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રાજકોટના ઉપલેટાના તલંગણા ગામમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. ભારે વરસાદથી તલંગણા ગામે પૂરની સ્થિતિ રાજકોટ જિલ્લાના ઉપલેટના તલંગણામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને જેના કારણે ગામમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયુ છે, ગામમાં ચારે તરફ માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અને જેના કારણે જનજીવન અસ્ત-વ્યસ્ત થઈ ગયુ છે. ત્યારે ખેડૂતો પણ ખેતરોમાં વરસાદી પાણી ભરાતા મોટી ચિંતામાં જોવા મળી રહ્યા છે. 18 અને 19 જુલાઈએ આ વિસ્તારમાં વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર 18 જુલાઈના રોજ રાજ્યના દ્વારકા, પોરબંદર, જુનાગઢ, જામનગર અને રાજકોટમાં રેડ એલર્ટ અને કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. ત્યારે 19 જુલાઈના રોજ ગુજરાતના કચ્છ, દ્વારકા, જામનગર, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયુ છે. સાર્વત્રિક વરસાદથી પાણીની સારી આવક સાર્વત્રિક વરસાદથી જળાશયોમાં પણ આવક થઈ છે. તેમજ 8 ફૂટ સુધી પાણી ઠલવાયું છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા શેત્રુંજી ડેમમાં એક રાતમાં ધસમસતી પાણીની આવક થઈ છે. ઉપરવાસમાં પડેલા વરસાદને પગલે પાણીની આવક શરૂ થઈ હતી. ડેમની સપાટી 17.6 ફૂટ નોંધાઈ હતી. જે 16 કલાક બાદ બપોરે 12 વાગ્યા સુધીમાં 2 ફૂટ વધીને 19.6 ફૂટ સુધી પહોંચી હતી. હજુ પણ ડેમમાં પાણીની આવક ચાલુ છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીના પગલે રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે અને વરસાદને પગલે રાજ્યના જળાશયોમાં નવા નીરની આવક થઈ રહી છે. સૌરાષ્ટ્રનો સૌથી મોટો અને ભાવનગરના જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં ગઈકાલ રાતથી પાણીની ધસમસતી આવક શરૂ થઈ છે. ગઈકાલે રાત્રિના 807 ક્યુસેક પાણીની આવક સાથે સપાટી 17.6 ફૂટે પહોંચી હતી જે બાદ રાત્રીના પાણીની આવક વધીને 2030 ક્યુસેક થઈ હતી.

Rajkot: ભારે વરસાદથી ઉપલેટાના તલંગણામાં જળબંબાકારની સ્થિતિ, ખેતરો વરસાદી પાણીમાં ગરકાવ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ભારે વરસાદથી તલંગણા ગામે પૂરની સ્થિતિ
  • તલંગણા ગામે ચોતરફ પાણી જ પાણી
  • ખેતરો પણ વરસાદી પાણીમાં ગરકાવ

રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે જ હવામાન વિભાગે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી હતી અને તે પ્રમાણે જ વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રાજકોટના ઉપલેટાના તલંગણા ગામમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે.

ભારે વરસાદથી તલંગણા ગામે પૂરની સ્થિતિ

રાજકોટ જિલ્લાના ઉપલેટના તલંગણામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને જેના કારણે ગામમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયુ છે, ગામમાં ચારે તરફ માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અને જેના કારણે જનજીવન અસ્ત-વ્યસ્ત થઈ ગયુ છે. ત્યારે ખેડૂતો પણ ખેતરોમાં વરસાદી પાણી ભરાતા મોટી ચિંતામાં જોવા મળી રહ્યા છે.

18 અને 19 જુલાઈએ આ વિસ્તારમાં વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર

18 જુલાઈના રોજ રાજ્યના દ્વારકા, પોરબંદર, જુનાગઢ, જામનગર અને રાજકોટમાં રેડ એલર્ટ અને કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. ત્યારે 19 જુલાઈના રોજ ગુજરાતના કચ્છ, દ્વારકા, જામનગર, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયુ છે.

સાર્વત્રિક વરસાદથી પાણીની સારી આવક

સાર્વત્રિક વરસાદથી જળાશયોમાં પણ આવક થઈ છે. તેમજ 8 ફૂટ સુધી પાણી ઠલવાયું છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા શેત્રુંજી ડેમમાં એક રાતમાં ધસમસતી પાણીની આવક થઈ છે. ઉપરવાસમાં પડેલા વરસાદને પગલે પાણીની આવક શરૂ થઈ હતી. ડેમની સપાટી 17.6 ફૂટ નોંધાઈ હતી. જે 16 કલાક બાદ બપોરે 12 વાગ્યા સુધીમાં 2 ફૂટ વધીને 19.6 ફૂટ સુધી પહોંચી હતી. હજુ પણ ડેમમાં પાણીની આવક ચાલુ છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીના પગલે રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે અને વરસાદને પગલે રાજ્યના જળાશયોમાં નવા નીરની આવક થઈ રહી છે. સૌરાષ્ટ્રનો સૌથી મોટો અને ભાવનગરના જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં ગઈકાલ રાતથી પાણીની ધસમસતી આવક શરૂ થઈ છે. ગઈકાલે રાત્રિના 807 ક્યુસેક પાણીની આવક સાથે સપાટી 17.6 ફૂટે પહોંચી હતી જે બાદ રાત્રીના પાણીની આવક વધીને 2030 ક્યુસેક થઈ હતી.