Rajkotના અટલ સરોવરમાં યોજાઈ આતશબાજી, પ્રવેશ માટે બાળકો દિવાલ કૂદતા નજરે પડયા
રાજકોટમાં ગઈ રાત્રે અટલ સરોવરમાં આતશબાજી યોજાઈ હતી જેમાં પ્રવેશ માટે બાળકો દિવાલ કૂદતા નજરે પડ્યા હતા,રાજકોટમાં આતશબાજી અને લેઝર શો સહિતના કાર્યક્રમો યોજાયા હતા જેમાં મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ કાર્યક્રમમાં ઉમટ્યા હતા,મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા જેને લઈ કોર્પોરેશનને વ્યવસ્થા કરવામાં તકલીફ સર્જાઈ હતી,સાથે સાથે લોકોએ પણ ભીડમાં મજા માણી હતી અને કોર્પોરેશનની કામગીરીને વખાણી હતી.લોકોમાં ખુશીનો માહોલ રાજકોટમાં હાલ દિવાળીનાં તહેવારોની ઉજવણી કરાઈ રહી છે. જેમાં તહેવારોમાં બહારગામ નહિ ગયેલા લોકો માટે રાજકોટનું રામવન, ઝૂ, અટલ સરોવર પિકનીકના હોટસ્પોટ બન્યા છે. વહીવટી તંત્ર દ્વારા સંચાલિત એવું ઇશ્વરીયા પાર્ક પણ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. જેને લઈ સોમવારે રજાનાં દિવસે પણ પાર્ક ચાલુ રાખવા નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, નિયમોનું પાલન શક્ય નહીં હોવાથી બોટિંગ હજુ પણ બંધ રાખવામાં આવ્યું છે. રિવરફ્રન્ટને પણ ટક્કર માટે એટલુ સુંદર અટલ સરોવર અમદાવાદના રિવરફ્રન્ટને પણ ટક્કર મારે તેવું રાજકોટનું અટલ સરોવર છે. જે કોઈ વિદેશના લેક જેવું જ લાગે છે. અહીંના લેસર શોની એક ઝલક જોશો તો તમે જોતા જ રહી જશો. તમે જે આ ડ્રોન વિઝયુઅલ અને ફોટો જોઈ રહ્યાં છો, તે જોઈને તમને વિશ્વાસ નહીં આવે કે આ વીડિયો અને ફોટો રાજકોટના અટલ સરોવરના છે. રાજકોટના અટલ સરોવરમાં રાત પડતા જ રોશનીથી જગમગે છે. અટલ સરોવરના કિનારે DREAM લખવામાં આવ્યું છે. જેની આગળ તમે ઉભા રહીને તમે ફોટો કલિક કરાવી શકો છો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજકોટમાં ગઈ રાત્રે અટલ સરોવરમાં આતશબાજી યોજાઈ હતી જેમાં પ્રવેશ માટે બાળકો દિવાલ કૂદતા નજરે પડ્યા હતા,રાજકોટમાં આતશબાજી અને લેઝર શો સહિતના કાર્યક્રમો યોજાયા હતા જેમાં મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ કાર્યક્રમમાં ઉમટ્યા હતા,મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા જેને લઈ કોર્પોરેશનને વ્યવસ્થા કરવામાં તકલીફ સર્જાઈ હતી,સાથે સાથે લોકોએ પણ ભીડમાં મજા માણી હતી અને કોર્પોરેશનની કામગીરીને વખાણી હતી.
લોકોમાં ખુશીનો માહોલ
રાજકોટમાં હાલ દિવાળીનાં તહેવારોની ઉજવણી કરાઈ રહી છે. જેમાં તહેવારોમાં બહારગામ નહિ ગયેલા લોકો માટે રાજકોટનું રામવન, ઝૂ, અટલ સરોવર પિકનીકના હોટસ્પોટ બન્યા છે. વહીવટી તંત્ર દ્વારા સંચાલિત એવું ઇશ્વરીયા પાર્ક પણ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. જેને લઈ સોમવારે રજાનાં દિવસે પણ પાર્ક ચાલુ રાખવા નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, નિયમોનું પાલન શક્ય નહીં હોવાથી બોટિંગ હજુ પણ બંધ રાખવામાં આવ્યું છે.
રિવરફ્રન્ટને પણ ટક્કર માટે એટલુ સુંદર અટલ સરોવર
અમદાવાદના રિવરફ્રન્ટને પણ ટક્કર મારે તેવું રાજકોટનું અટલ સરોવર છે. જે કોઈ વિદેશના લેક જેવું જ લાગે છે. અહીંના લેસર શોની એક ઝલક જોશો તો તમે જોતા જ રહી જશો. તમે જે આ ડ્રોન વિઝયુઅલ અને ફોટો જોઈ રહ્યાં છો, તે જોઈને તમને વિશ્વાસ નહીં આવે કે આ વીડિયો અને ફોટો રાજકોટના અટલ સરોવરના છે. રાજકોટના અટલ સરોવરમાં રાત પડતા જ રોશનીથી જગમગે છે. અટલ સરોવરના કિનારે DREAM લખવામાં આવ્યું છે. જેની આગળ તમે ઉભા રહીને તમે ફોટો કલિક કરાવી શકો છો.