Mahisagarના લુણાવાડા શહેરમાં ભારે વરસાદ વરસતા નદીઓ વહી જતા દ્રશ્યો સામે આવ્યા

હુસેની ચોક, દરકોલી દરવાજા પાસે પાણી પાણી અસ્થાના બજાર, હટડીયા બજારમાં પાણી ભરાયા મોડાસા હાઇવે ઉપર ઘૂંટણસમા પાણી ભરાયા હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતના અમુક જિલ્લાઓમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે,ત્યારે મહિસાગરના લુણાવાડામાં વહેલી સવારથી વરસાદ વરસતા નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે,શહેરના હુસેની ચોક,દરકોલી દરવાજા પાસે પાણી ભરાયા છે,તો ગલીઓમાંથી નદીઓ નિકળતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. મહિસાગર જિલ્લામાં વહેલી સવારથી વરસાદ મહિસાગર જિલ્લામાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે,શહેરમાં વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે.જિલ્લામાં ચાર દિવસના વિરામ બાદ વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે.સંતરામપુર તાલુકામાં એક ઇંચ, લુણાવાડા, કડાણા અડધો ઇંચ વરસાદ ખાબકયો છે.તો જિલ્લાના છ તાલુકાઓ છૂટો છવાયો વરસાદી માહોલ જામ્યો છે.મોડાસા હાઇવે ઉપર ઘૂંટણ સમા પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.જિલ્લામાં ફરી એક વખત ધોધમાર વરસાદ શરૂ થતા વહીવટી તંત્ર સજ્જ છે. ખેડૂતોના પાકને મળ્યુ જીવતદાન મહિસાગર જીલ્લો ખેતી આધારિત જિલ્લો છે,હાલ ખેડૂતોએ મકાઈ અને ડાંગરનું વાવેતર શરૂ કર્યું છે,વરસાદ વરસતા નાના ચેકડેમોમાં પાણીની આવક નોંધાઈ છે,સાથે સાથે જળસ્તરો પણ ઉંચા આવવા લાગ્યા છે,ખેડૂતોમાં ખુશીનો માહોલ છે કેમ કે વરસાદ વરસતા પાકને જીવતદાન મળ્યું છે,સાથે સાથે પાક લીલોછમ જોવા મળ્યો છે,ખેડૂતોની આશા છે કે હજી બીજા રાઉન્ડમાં સારો વરસાદ આવી જાય તો પાકને વધારે ફાયદો થશે અને પાક સારો ઉગી નિકળશે. સુરત, તાપી, વલસાડ, ડાંગમાં ભારે વરસાદની આગાહી સુરત, તાપી, વલસાડ, ડાંગમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ પંચમહાલ, દાહોદ તથા અમરેલી, ભાવનગરમાં પણ ભારે વરસાદની આગાહી છે. અમદાવાદ શહેરમાં પણ સરેરાશ અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો. આ સાથે અમદાવાદ શહેરમાં સિઝનનો 100 ટકા વરસાદ પૂર્ણ થયો છે. તેમજ છેલ્લા 6 દિવસમાં જ 40 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. અમદાવાદ શહેરમાં 24 ઓગસ્ટ સુધી 19.29 ઈંચ સાથે સરેરાશ 60 ટકા વરસાદ વરસ્યો હતો. જેની સરખામણીએ હવે 32.12 ઈંચથી વધુ વરસાદ પડી ગયો છે.  

Mahisagarના લુણાવાડા શહેરમાં ભારે વરસાદ વરસતા નદીઓ વહી જતા દ્રશ્યો સામે આવ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • હુસેની ચોક, દરકોલી દરવાજા પાસે પાણી પાણી
  • અસ્થાના બજાર, હટડીયા બજારમાં પાણી ભરાયા
  • મોડાસા હાઇવે ઉપર ઘૂંટણસમા પાણી ભરાયા

હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતના અમુક જિલ્લાઓમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે,ત્યારે મહિસાગરના લુણાવાડામાં વહેલી સવારથી વરસાદ વરસતા નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે,શહેરના હુસેની ચોક,દરકોલી દરવાજા પાસે પાણી ભરાયા છે,તો ગલીઓમાંથી નદીઓ નિકળતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.

મહિસાગર જિલ્લામાં વહેલી સવારથી વરસાદ

મહિસાગર જિલ્લામાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે,શહેરમાં વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે.જિલ્લામાં ચાર દિવસના વિરામ બાદ વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે.સંતરામપુર તાલુકામાં એક ઇંચ, લુણાવાડા, કડાણા અડધો ઇંચ વરસાદ ખાબકયો છે.તો જિલ્લાના છ તાલુકાઓ છૂટો છવાયો વરસાદી માહોલ જામ્યો છે.મોડાસા હાઇવે ઉપર ઘૂંટણ સમા પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.જિલ્લામાં ફરી એક વખત ધોધમાર વરસાદ શરૂ થતા વહીવટી તંત્ર સજ્જ છે.


ખેડૂતોના પાકને મળ્યુ જીવતદાન

મહિસાગર જીલ્લો ખેતી આધારિત જિલ્લો છે,હાલ ખેડૂતોએ મકાઈ અને ડાંગરનું વાવેતર શરૂ કર્યું છે,વરસાદ વરસતા નાના ચેકડેમોમાં પાણીની આવક નોંધાઈ છે,સાથે સાથે જળસ્તરો પણ ઉંચા આવવા લાગ્યા છે,ખેડૂતોમાં ખુશીનો માહોલ છે કેમ કે વરસાદ વરસતા પાકને જીવતદાન મળ્યું છે,સાથે સાથે પાક લીલોછમ જોવા મળ્યો છે,ખેડૂતોની આશા છે કે હજી બીજા રાઉન્ડમાં સારો વરસાદ આવી જાય તો પાકને વધારે ફાયદો થશે અને પાક સારો ઉગી નિકળશે.

સુરત, તાપી, વલસાડ, ડાંગમાં ભારે વરસાદની આગાહી

સુરત, તાપી, વલસાડ, ડાંગમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ પંચમહાલ, દાહોદ તથા અમરેલી, ભાવનગરમાં પણ ભારે વરસાદની આગાહી છે. અમદાવાદ શહેરમાં પણ સરેરાશ અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો. આ સાથે અમદાવાદ શહેરમાં સિઝનનો 100 ટકા વરસાદ પૂર્ણ થયો છે. તેમજ છેલ્લા 6 દિવસમાં જ 40 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. અમદાવાદ શહેરમાં 24 ઓગસ્ટ સુધી 19.29 ઈંચ સાથે સરેરાશ 60 ટકા વરસાદ વરસ્યો હતો. જેની સરખામણીએ હવે 32.12 ઈંચથી વધુ વરસાદ પડી ગયો છે.