Rain NES: ઉ.ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર, જનજીવન ખોરવાયું
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા જળમગ્નબે દિવસમાં સૌથી વધુ મેઘરજ, મોડાસામાં 11 ઈંચ કરતાં વધુ વરસાદ, ઠેર-ઠેર જળબંબાકાર સતત વરસાદ ચાલુ જ રહેતાં લોકો ઘરમાંથી બહાર પણ ન નીકળી શકે તેવી હાલત સર્જાઈ હતી મઘા નક્ષત્રમાં મેઘાએ ધબધબાટી બોલાવતાં માત્ર ત્રણ જ દિવસમાં અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં વરસાદની મોટાભાગની ઘટ પુરાઈ ગઈ છે. રવિવાર અને સોમવાર બે દિવસ બંને જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડયો હતો. જેમાં મોડાસા અને મેઘરજ પંથકમાં બે દિવસમાં 11 ઈંચ કરતાં વધુ વરસાદ તૂટી પડતાં સ્થિતિ વણસી હતી. બાયડ પંથકમાં પણ આઠ ઈંચ જેટલો વરસાદ તૂટી પડયો હતો. જેના પગલે સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ પેદા થઈ હતી. સતત વરસાદ ચાલુ જ રહેતાં લોકો ઘરમાંથી બહાર પણ ન નીકળી શકે તેવી હાલત સર્જાઈ હતી. હિંમતનગર તાલુકામાં પણ બે દિવસમાં સાત ઈંચ જેટલો વરસાદ તૂટી પડયો હતો. જેના કારણે જળબંબાકાર જેવી સ્થિતિનું નિમાર્ણ થયું હતું. માલપુર, તલોદ અને પ્રાંતિજ અને ધનસુરા તાલુકામાં પણ છ ઈંચ કરતાં વધુ વરસાદ વરસ્યો હતો. જેના કારણે પાણી જ પાણી થઈ ગયું હતું. ઈડર અને ભિલોડા તાલુકાના વિસ્તારોમાં ચાર ઈંચ વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા હતા અને લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. છેલ્લા બે દિવસમાં વિજયનગરમાં 3.5ઈંચ, ખેડબ્રહ્મા, વડાલી અને પોશીના તાલુકામાં બે ઈંચ કરતાં વધુ વરસાદ પડયો હતો. આ વર્ષે શરૂઆતથી જ અરવલ્લી અને સાબરકાંઠામાં વરસાદની અનિયમિતતાથી ઘટ રહી હતી, પરંતુ જન્માષ્ટમીના તહેવારો દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડતાં જ માત્ર ત્રણ દિવસમાં વરસાદના આંકડા બદલાઈ ગયા છે. 23 ઓગસ્ટ સુધીમાં સાબરકાંઠા જિલ્લામાં માત્ર 57.53 ટકા જ વરસાદ હતો પરંતુ 27 ઓગસ્ટ સવાર સુધીમાં જિલ્લામાં મોસમનો કુલ 79.26 ટકા વરસાદ નોંધાયો હતો અને માત્ર ત્રણ દિવસમાં ર1.73 ટકા વરસાદ પડી ગયો છે. આ જ રીતે અરવલ્લીમાં 23મી સુધી માત્ર 47.47 ટકા વરસાદ નોંધાયો હતો પરંતુ 27મી સવાર સુધીમાં 79.57 ટકા વરસાદ નોંધાયો છે અને આ જિલ્લામાં માત્ર ત્રણ જ દિવસમાં 32.10 ટકા વરસાદ પડી ગયો છે. હજુ આગામી બે દિવસ અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં યલો એલર્ટ હોઈ ભારે વરસાદની શક્યતાઓ સેવાઈ રહી છે. અરવલ્લીમાં વરસાદની સાથે-સાથે અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદથી 70 કાચાં મકાનોને નુકસાન જિલ્લામાં ભારે વરસાદથી ત્રણ પશુઓના મોત, 11 વૃક્ષો ધરાશાઈ થયા મોડાસામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં 21 વ્યકિતઓનું સ્થળાંતર કરાયું અને શેલ્ટર હોમાં આશરો અપાયો વરસાદ અને પવનથી જિલ્લામાં વૃક્ષો ધરાશાઈ થતાં 10 વધુ માર્ગો બંધ થયા, અરવલ્લી કલેક્ટર દ્વારા તમામ કંટ્રોલરૂમના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ, તમામ અધિકારીઓને એલર્ટ રહેવા આદેશ માલપુરના અણિયોર નજીક કરણપુરના વાંઘામાં પૂર આવતાં 40થી વધુ ઘેટાં-બકરાં અને વાછરડાં તણાઈ ગયાં, પશુપાલક પરિવારના ચાર વ્યકિતઓએ ઝાડ ઉપર રાત વિતાવીભારે વરસાદથી વાત્રક નદીમાં ઘોડાપૂર આવ્યું, નદી કિનારે આવેલ જૂના રક્ષેશ્વર મહાદેવ મંદિર પાણીમાં જળમગન માલપુરનું રાજેરા તળાવ ઓવરફ્લો થતાં લોકોમાં ચિંતા પ્રસરી, ઉભરાણ તળાવના પાણી પણ ગામમાં ફરી વળ્યા ભિલોડા તાલુકામાં હાથમતી, ઈન્દ્રાસી અને બુઢેલી નદી બે કાંઠે વહેતી થઈ સાબરકાંઠાના જળાશયોમાં પાણીની આવક, અરવલ્લીના જળાશયોમાં ઉપરવાસમાંથી સતત પાણીની આવક વરસાદને પગલે પોળો ફોરેસ્ટ મંગળવારે બંધ રાખવાનો નિર્ણય મોડાસા, મેઘરજ, પ્રાંતિજમાં 100 ટકા કરતા વધુ વરસાદ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા જળમગ્ન
- બે દિવસમાં સૌથી વધુ મેઘરજ, મોડાસામાં 11 ઈંચ કરતાં વધુ વરસાદ, ઠેર-ઠેર જળબંબાકાર
- સતત વરસાદ ચાલુ જ રહેતાં લોકો ઘરમાંથી બહાર પણ ન નીકળી શકે તેવી હાલત સર્જાઈ હતી