Mehsana જિલ્લાની નગરપાલિકાઓ અને ગ્રામ પંચાયતો પાણી બિલ ભરવામાં પાણીમાં બેસી
મહેસાણા અને પાટણ જિલ્લાની નગરપાલિકાઓ અને ગ્રામ પંચાયતોના અણઘડ વહીવટનો વધુ એક નમૂનો બહાર આવ્યો છે. આ બંન્ને જિલ્લાના મોટાભાગના શહેરી અને ગ્રામ્ય વિસ્તાર ધરોઈ જૂથ પાણી પૂરવઠા યોજના પર નિર્ભર છે.આ માટે પાણી પૂરવઠા બોર્ડ કરોડોના ખર્ચે એક ફિલ્ટર પ્લાન્ટ સ્થાપ્યો છે અને શહેરી વિસ્તારોને માત્ર 4 રૂપિયાના ભાવે એક હજાર લિટર પાણી અપાય છે તો ગ્રામ્ય વિસ્તારમાં પ્રતિ વ્યક્તિ દીઠ વાર્ષિક 14 રૂપિયાના દરે પાણી અપાય છે. તેની સામે પાલિકાઓ અને ગ્રામ પંચાયતો લોકો પાસેથી મોટોમસ પાણી વેરો ઉઘરાવે છે. આમ છતાં પાલિકાઓ આ વેરાના પૈસા અન્ય જગ્યાએ ખર્ચી નાખતાં ધરોઈનું પાણી મેળવી બિલ ભરપાઈ કરતા નથી. પાણીના કરોડો રૂપિયા ચૂકવવાના બાકી આ કારણે ધરોઈ જૂથ યોજનાનું પાણી મેળવતી મહેસાણા જિલ્લાની 4 અને પાટણ જિલ્લાની 1 નગરપાલિકાનું 59,06,52,080 રૂપિયાનું પાણી બિલ ચઢી ગયુ છે અને 457 ગ્રામ પંચાયતોનું 47 કરોડ રૂપિયા બિલ બાકી છે. આ સ્થિતિમાં ધરોઈ જૂથ યોજના ડચકાં ખાવા લાગી છે તો નર્મદા યોજનામાં ત્રણ નગરપાલિકાઓ અને 117 ગ્રામ પંચાયતના 52 કરોડ રૂપિયાનું બિલ ભરપાઈ થયુ નથી. જો કે આ સ્થિતિમાં પણ પાણી પુરવઠા બોર્ડ કોઈ કાર્યવાહી કરી શકતું નથી અને દિવસેને દિવસે આ યોજનાઓની લેણી રકમ વધી રહી છે. મહેસાણા અને પાટણ જિલ્લાના લોકો માટે કાર્યરત કરાયેલી નર્મદા અને ધરોઈ પાણી પૂરવઠા યોજના પાછળ સરકારે દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરવો પડે છે અને તેની સામે પ્રજાને ચોખ્ખું પાણી મળે તે માટે સાવ મામૂલી રકમ વસૂલવામાં આવે છે. આમ, છતાં ઉંઝા નગરપાલિકાએ 17,05,57,892, વડનગર નગરપાલિકાએ 9,65,67,400, ખેરાલુ પાલિકાએ 7,68,45,740 , વિસનગર નગરપાલિકાએ 17,81,15,944, મહેસાણા પાલિકાએ 20.16 કરોડ, ચાણસ્મા પાલિકાએ 1.20 કરોડ, સિધ્ધપુર પાલિકાએ 6,85,65,104, પાટણ પાલિકાએ 50 લાખ અને કડી નગરપાલિકાના રૂપિયા 4.09 કરોડના બિલ ભરવાના બાકી છે. કોંગ્રેસ દ્વારા કડક પગલાં ભરી બિલ વસૂલવાની માગ નર્મદાનું પાણી મેળવતા 117 જેટલા ગામ દ્વારા રૂપિયા 25.41 કરોડનું બિલ બાકી છે અને આ કુલ રકમ 110 કરોડ કરતા પણ વધુ થવા જઈ રહી છે તો વળી ગ્રામ્ય વિસ્તારોમાં તો 875 ગામડા આ યોજના અંતર્ગત પીવાનું પાણી મેળવી રહ્યા છે અને આ વિસ્તારોએ પણ 65.80 કરોડ રૂપિયાનો લોકફાળો ભરપાઈ કર્યો નથી. આ સ્થિતિમાં પાણી પૂરવઠા બોર્ડે લાભાર્થી પાલિકાઓ અને પંચાયતોને વારંવાર નોટિસ આપી બિલ ભરપાઈ કરવા તાકીદ કરી હોવા છતાં પરિણામ શૂન્ય છે. ત્યારે કોંગ્રેસ દ્વારા આ મામલે કડક પગલાં ભરીને બિલ વસૂલવાની માગ કરવામાં આવી છે. પાલિકાઓનો વહીવટ પાણી કાપ પછી સુધરે તેવી આશા રાજ્ય સરકાર દ્વારા કાર્યરત થયેલી આ યોજનાઓનો ઉદ્દેશ્ય પ્રજાને ફ્લોરાઈડ વાળા પાણીથી મુક્તિ અપાવવાનો છે, તેવા સમયે પ્રજા પાસેથી પાણીવેરો ઉઘરાવી તેનો આડેધડ ખર્ચ કરી પ્રજાને પાલિકાઓએ મુશ્કેલીમાં મૂકી છે તો હવે પાલિકાઓનો વહીવટ કદાચ પાણી કાપ બાદ સુધરે તેવી આશા પાણી પૂરવઠા બોર્ડ વ્યક્ત કરી રહ્યું છે. જો કે,પાણી જીવન જરૂરિયાત સેવા હોવાને કારણે પાણી પૂરવઠા બોર્ડ પણ મજબૂર છે. જેનો ગેરલાભ પાલિકાઓ અને પંચાયતો ઉઠાવી રહી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
મહેસાણા અને પાટણ જિલ્લાની નગરપાલિકાઓ અને ગ્રામ પંચાયતોના અણઘડ વહીવટનો વધુ એક નમૂનો બહાર આવ્યો છે. આ બંન્ને જિલ્લાના મોટાભાગના શહેરી અને ગ્રામ્ય વિસ્તાર ધરોઈ જૂથ પાણી પૂરવઠા યોજના પર નિર્ભર છે.
આ માટે પાણી પૂરવઠા બોર્ડ કરોડોના ખર્ચે એક ફિલ્ટર પ્લાન્ટ સ્થાપ્યો છે અને શહેરી વિસ્તારોને માત્ર 4 રૂપિયાના ભાવે એક હજાર લિટર પાણી અપાય છે તો ગ્રામ્ય વિસ્તારમાં પ્રતિ વ્યક્તિ દીઠ વાર્ષિક 14 રૂપિયાના દરે પાણી અપાય છે. તેની સામે પાલિકાઓ અને ગ્રામ પંચાયતો લોકો પાસેથી મોટોમસ પાણી વેરો ઉઘરાવે છે. આમ છતાં પાલિકાઓ આ વેરાના પૈસા અન્ય જગ્યાએ ખર્ચી નાખતાં ધરોઈનું પાણી મેળવી બિલ ભરપાઈ કરતા નથી.
પાણીના કરોડો રૂપિયા ચૂકવવાના બાકી
આ કારણે ધરોઈ જૂથ યોજનાનું પાણી મેળવતી મહેસાણા જિલ્લાની 4 અને પાટણ જિલ્લાની 1 નગરપાલિકાનું 59,06,52,080 રૂપિયાનું પાણી બિલ ચઢી ગયુ છે અને 457 ગ્રામ પંચાયતોનું 47 કરોડ રૂપિયા બિલ બાકી છે. આ સ્થિતિમાં ધરોઈ જૂથ યોજના ડચકાં ખાવા લાગી છે તો નર્મદા યોજનામાં ત્રણ નગરપાલિકાઓ અને 117 ગ્રામ પંચાયતના 52 કરોડ રૂપિયાનું બિલ ભરપાઈ થયુ નથી. જો કે આ સ્થિતિમાં પણ પાણી પુરવઠા બોર્ડ કોઈ કાર્યવાહી કરી શકતું નથી અને દિવસેને દિવસે આ યોજનાઓની લેણી રકમ વધી રહી છે.
મહેસાણા અને પાટણ જિલ્લાના લોકો માટે કાર્યરત કરાયેલી નર્મદા અને ધરોઈ પાણી પૂરવઠા યોજના પાછળ સરકારે દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરવો પડે છે અને તેની સામે પ્રજાને ચોખ્ખું પાણી મળે તે માટે સાવ મામૂલી રકમ વસૂલવામાં આવે છે. આમ, છતાં ઉંઝા નગરપાલિકાએ 17,05,57,892, વડનગર નગરપાલિકાએ 9,65,67,400, ખેરાલુ પાલિકાએ 7,68,45,740 , વિસનગર નગરપાલિકાએ 17,81,15,944, મહેસાણા પાલિકાએ 20.16 કરોડ, ચાણસ્મા પાલિકાએ 1.20 કરોડ, સિધ્ધપુર પાલિકાએ 6,85,65,104, પાટણ પાલિકાએ 50 લાખ અને કડી નગરપાલિકાના રૂપિયા 4.09 કરોડના બિલ ભરવાના બાકી છે.
કોંગ્રેસ દ્વારા કડક પગલાં ભરી બિલ વસૂલવાની માગ
નર્મદાનું પાણી મેળવતા 117 જેટલા ગામ દ્વારા રૂપિયા 25.41 કરોડનું બિલ બાકી છે અને આ કુલ રકમ 110 કરોડ કરતા પણ વધુ થવા જઈ રહી છે તો વળી ગ્રામ્ય વિસ્તારોમાં તો 875 ગામડા આ યોજના અંતર્ગત પીવાનું પાણી મેળવી રહ્યા છે અને આ વિસ્તારોએ પણ 65.80 કરોડ રૂપિયાનો લોકફાળો ભરપાઈ કર્યો નથી. આ સ્થિતિમાં પાણી પૂરવઠા બોર્ડે લાભાર્થી પાલિકાઓ અને પંચાયતોને વારંવાર નોટિસ આપી બિલ ભરપાઈ કરવા તાકીદ કરી હોવા છતાં પરિણામ શૂન્ય છે. ત્યારે કોંગ્રેસ દ્વારા આ મામલે કડક પગલાં ભરીને બિલ વસૂલવાની માગ કરવામાં આવી છે.
પાલિકાઓનો વહીવટ પાણી કાપ પછી સુધરે તેવી આશા
રાજ્ય સરકાર દ્વારા કાર્યરત થયેલી આ યોજનાઓનો ઉદ્દેશ્ય પ્રજાને ફ્લોરાઈડ વાળા પાણીથી મુક્તિ અપાવવાનો છે, તેવા સમયે પ્રજા પાસેથી પાણીવેરો ઉઘરાવી તેનો આડેધડ ખર્ચ કરી પ્રજાને પાલિકાઓએ મુશ્કેલીમાં મૂકી છે તો હવે પાલિકાઓનો વહીવટ કદાચ પાણી કાપ બાદ સુધરે તેવી આશા પાણી પૂરવઠા બોર્ડ વ્યક્ત કરી રહ્યું છે. જો કે,પાણી જીવન જરૂરિયાત સેવા હોવાને કારણે પાણી પૂરવઠા બોર્ડ પણ મજબૂર છે. જેનો ગેરલાભ પાલિકાઓ અને પંચાયતો ઉઠાવી રહી છે.