Radhanpur: મીઠાની સફેદ ખેતી કરતા અગરિયા ટાઢમાં ઠૂંઠવાયા

રણમાં રાત-દિવસ 24 કલાક પાણીમાં મીઠું પકવવાનું કામ કરતા અગરિયાઓની હાલત કાતિલ ઠંડીમાં અત્યંત દયનીય બની છે. રણકાંઠાનાં અંદાજે 1000 કરતા વધારે અગરિયા પરીવારો દર વર્ષે ઓક્ટોબરથી મે માસ દરમિયાન વર્ષનાં આઠ મહિના ગાત્રો થીજાવતી કડકડતી ઠંડી અને ધોમધખતા તાપમાં મીઠું પકવવાનું આકરૂ કામ કરે છે.રાજ્યમાં છેલ્લા બે દિવસથી ઉત્તર પૂર્વી ઠંડા પવન શરૂ થયા છે. વધુમાં શીત લહેરના પગલે ઠંડા પવનથી કાતિલ ઠંડી નોંધાતા લોકોને ગરમ કપડા પહેરવાની ફરજ ઉભી થઈ છે. એમાય બુધવારે રણમાં ઠંડીનો પારો 15 ડીગ્રીની અંદર પહોંચતા રણમાં મીઠું પકવવાનું કામ કરતા અગરિયાઓ ઠુઠવાયા હતા. એમાય રણમાં રાત-દિવસ 24 કલાક ઉઘાડા પગે પાણીમાં રહીને મીઠું પકવવાનું કામ કરતા અગરીયાઓની હાલત કાતિલ ઠંડીમાં અત્યંત દયનીય બની છે. જેમાં રણમાં પડતી કડકડતી ઠંડીમાં સૌથી કફેડી હાલત વૃધ્ધ અગરિયાઓ, મહિલાઓ અને ભુલકાઓની થઈ હતી. રણમાં અગરિયાઓ માટે દિવસ તો ગમે તેમ કરીને પસાર થઈ જાય છે. પરંતુ કડકડતી ઠંડી અને સુસવાટા મારતા પવનમાં એમના માટે કંતાનના ઝુપડામાં રણમાં રાત પસાર કરવી અસહ્ય બની જાય છે. રણમાં કોઈપણ જાતની સુવિધા વગર કંતાનના ઝુપડામાં રહેતા અગરીયા પરિવારો માટે હજી જો ઠંડીનો ચમકારો વધશે તો એમના માટે રણમાં રહી મીઠું પકવવાનું કામ આકરૂ થતુ જશે. માવઠાની આશંકાથી અગરિયાઓનો જીવ પડીકે બંધાયો હતો રણમાં કમોસમી માવઠાની આશંકાએ અગરિયાઓનો જીવ પડીકે બંધાય હતા અને જો રણમાં કમોસમી વરસાદ ખાબકે તો અગરીયા સમુદાયની બે મહિનાની મહેનત પર પાણી ફરી વળે તો અગરીયા સમુદાયનો મોઢામાં આવેલો કોળીયો છીનવાઈ જવાની દહેશત ઉભી થઇ છે.તો અગરિયાઓ એ જણાવ્યું હતું. અગરિયાઓ અને વેપારીઓને ગત વર્ષે ભારે નુકસાન સહન કરવું પડયું હતું પાટણ જિલ્લા નજીક આવેલા અને બનાસકાંઠાના સુઇગામ તાલુકામાં આવેલ બોરું રણ તેમજ સાંતલપુર તાલુકાના રણમાં ગત વર્ષે ભારે વરસાદ પડતા દસ દિવસ કરતા વધારે સમય સુધી મીઠાની ખેતી કરતા અગરિયાઓ રણમાં જઈ શક્ય ન હતા. વરસાદને કારણે અગરિયાઓ તેમજ મીઠાના વેપારીઓ લાખો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો.

Radhanpur: મીઠાની સફેદ ખેતી કરતા અગરિયા ટાઢમાં ઠૂંઠવાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રણમાં રાત-દિવસ 24 કલાક પાણીમાં મીઠું પકવવાનું કામ કરતા અગરિયાઓની હાલત કાતિલ ઠંડીમાં અત્યંત દયનીય બની છે. રણકાંઠાનાં અંદાજે 1000 કરતા વધારે અગરિયા પરીવારો દર વર્ષે ઓક્ટોબરથી મે માસ દરમિયાન વર્ષનાં આઠ મહિના ગાત્રો થીજાવતી કડકડતી ઠંડી અને ધોમધખતા તાપમાં મીઠું પકવવાનું આકરૂ કામ કરે છે.

રાજ્યમાં છેલ્લા બે દિવસથી ઉત્તર પૂર્વી ઠંડા પવન શરૂ થયા છે. વધુમાં શીત લહેરના પગલે ઠંડા પવનથી કાતિલ ઠંડી નોંધાતા લોકોને ગરમ કપડા પહેરવાની ફરજ ઉભી થઈ છે. એમાય બુધવારે રણમાં ઠંડીનો પારો 15 ડીગ્રીની અંદર પહોંચતા રણમાં મીઠું પકવવાનું કામ કરતા અગરિયાઓ ઠુઠવાયા હતા. એમાય રણમાં રાત-દિવસ 24 કલાક ઉઘાડા પગે પાણીમાં રહીને મીઠું પકવવાનું કામ કરતા અગરીયાઓની હાલત કાતિલ ઠંડીમાં અત્યંત દયનીય બની છે. જેમાં રણમાં પડતી કડકડતી ઠંડીમાં સૌથી કફેડી હાલત વૃધ્ધ અગરિયાઓ, મહિલાઓ અને ભુલકાઓની થઈ હતી. રણમાં અગરિયાઓ માટે દિવસ તો ગમે તેમ કરીને પસાર થઈ જાય છે. પરંતુ કડકડતી ઠંડી અને સુસવાટા મારતા પવનમાં એમના માટે કંતાનના ઝુપડામાં રણમાં રાત પસાર કરવી અસહ્ય બની જાય છે. રણમાં કોઈપણ જાતની સુવિધા વગર કંતાનના ઝુપડામાં રહેતા અગરીયા પરિવારો માટે હજી જો ઠંડીનો ચમકારો વધશે તો એમના માટે રણમાં રહી મીઠું પકવવાનું કામ આકરૂ થતુ જશે.

માવઠાની આશંકાથી અગરિયાઓનો જીવ પડીકે બંધાયો હતો

રણમાં કમોસમી માવઠાની આશંકાએ અગરિયાઓનો જીવ પડીકે બંધાય હતા અને જો રણમાં કમોસમી વરસાદ ખાબકે તો અગરીયા સમુદાયની બે મહિનાની મહેનત પર પાણી ફરી વળે તો અગરીયા સમુદાયનો મોઢામાં આવેલો કોળીયો છીનવાઈ જવાની દહેશત ઉભી થઇ છે.તો અગરિયાઓ એ જણાવ્યું હતું.

અગરિયાઓ અને વેપારીઓને ગત વર્ષે ભારે નુકસાન સહન કરવું પડયું હતું

પાટણ જિલ્લા નજીક આવેલા અને બનાસકાંઠાના સુઇગામ તાલુકામાં આવેલ બોરું રણ તેમજ સાંતલપુર તાલુકાના રણમાં ગત વર્ષે ભારે વરસાદ પડતા દસ દિવસ કરતા વધારે સમય સુધી મીઠાની ખેતી કરતા અગરિયાઓ રણમાં જઈ શક્ય ન હતા. વરસાદને કારણે અગરિયાઓ તેમજ મીઠાના વેપારીઓ લાખો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો.