Gujarat: આજથી રાજ્યના 160થી વધુ કેન્દ્ર પરથી ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ
રાજ્યના 160થી વધુ કેન્દ્ર પરથી આજથી ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ થશે. મગફળી, સોયાબીન, અડદ અને મગની ટેકાના ભાવે આજથી ખરીદી શરૂ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હિંમતનગરથી પ્રારંભ કરાવ્યો છે. આજથી રાજ્યના 160થી વધુ કેન્દ્ર પરથી ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હિંમતનગરથી મગફળીના ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ કરાવ્યો છે. આજથી 90 દિવસ સુધી મગફળી, સોયાબીન, અડદ અને મગની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે.રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડ ખાતે લોધીકા,કોટડા સાંગાણી અને રાજકોટ તાલુકાના ખેડૂતો મગફળી વેચવા માટે આવશે. અત્યાર સુધીમાં રાજ્યમાં 329552 ખેડૂતોએ નોંધણી કરાવી છે. મગફળી ઉપરાંત મગ,અડદ,સોયાબીનની પણ ખરીદી કરવામાં આવશે. મોટાભાગની ખરીદી ગુજકોમાસોલ દ્વારા કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવ એક મણ મગફળીના 1356 રૂપિયા જાહેર કરવામાં આવ્યા છે. ઓપન માર્કેટમાં ખેડૂતોને મગફળીના ભાવ સરેરાશ 1100 થી 1200 રૂપિયા મળી રહ્યા છે જેના કારણે ખેડૂતો ટેકા ના ભાવે વેચાણ માટે આ વર્ષે વધુ રસ દાખવશે.રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી કુલ રૂ. 7,645 કરોડના મૂલ્યની ૧૧.૨૭ લાખ મેટ્રિક ટન મગફળી, રૂ.450 કરોડના મૂલ્યની 92,000 મેટ્રિક ટન સોયાબીન, રૂ. 370 કરોડના મૂલ્યની 50,970 મેટ્રિક ટન અડદ અને રૂ. 70 કરોડના મૂલ્યની 8,000 મેટ્રિક ટન મગની મળીને કુલ રૂ. 8,474 કરોડના મુલ્યની આશરે 12.78 લાખ મેટ્રિક ટન જણસીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે.રાજ્ય સરકાર દ્વારા મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવશે અને તે માટે રાજ્ય સરકાર દ્વારા તમામ આગોતરૂ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર દ્વારા વર્ષ 2024-25 માટે સરકારે મગફળી માટે પ્રતિ મણના રૂ. 1356.60નો ભાવ નિર્ધાર કર્યો છે. મગ પ્રતિ મણના રૂ. 1736.40, સોયાબીન પ્રતિ મણ માટે રૂ. 978.40 અને પ્રતિ મણ અડદ માટે રૂ. 1480નો ભાવ નક્કી કર્યો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજ્યના 160થી વધુ કેન્દ્ર પરથી આજથી ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ થશે. મગફળી, સોયાબીન, અડદ અને મગની ટેકાના ભાવે આજથી ખરીદી શરૂ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હિંમતનગરથી પ્રારંભ કરાવ્યો છે. આજથી રાજ્યના 160થી વધુ કેન્દ્ર પરથી ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હિંમતનગરથી મગફળીના ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ કરાવ્યો છે. આજથી 90 દિવસ સુધી મગફળી, સોયાબીન, અડદ અને મગની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે.
રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડ ખાતે લોધીકા,કોટડા સાંગાણી અને રાજકોટ તાલુકાના ખેડૂતો મગફળી વેચવા માટે આવશે. અત્યાર સુધીમાં રાજ્યમાં 329552 ખેડૂતોએ નોંધણી કરાવી છે. મગફળી ઉપરાંત મગ,અડદ,સોયાબીનની પણ ખરીદી કરવામાં આવશે. મોટાભાગની ખરીદી ગુજકોમાસોલ દ્વારા કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવ એક મણ મગફળીના 1356 રૂપિયા જાહેર કરવામાં આવ્યા છે. ઓપન માર્કેટમાં ખેડૂતોને મગફળીના ભાવ સરેરાશ 1100 થી 1200 રૂપિયા મળી રહ્યા છે જેના કારણે ખેડૂતો ટેકા ના ભાવે વેચાણ માટે આ વર્ષે વધુ રસ દાખવશે.
રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી કુલ રૂ. 7,645 કરોડના મૂલ્યની ૧૧.૨૭ લાખ મેટ્રિક ટન મગફળી, રૂ.450 કરોડના મૂલ્યની 92,000 મેટ્રિક ટન સોયાબીન, રૂ. 370 કરોડના મૂલ્યની 50,970 મેટ્રિક ટન અડદ અને રૂ. 70 કરોડના મૂલ્યની 8,000 મેટ્રિક ટન મગની મળીને કુલ રૂ. 8,474 કરોડના મુલ્યની આશરે 12.78 લાખ મેટ્રિક ટન જણસીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે.
રાજ્ય સરકાર દ્વારા મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવશે અને તે માટે રાજ્ય સરકાર દ્વારા તમામ આગોતરૂ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર દ્વારા વર્ષ 2024-25 માટે સરકારે મગફળી માટે પ્રતિ મણના રૂ. 1356.60નો ભાવ નિર્ધાર કર્યો છે. મગ પ્રતિ મણના રૂ. 1736.40, સોયાબીન પ્રતિ મણ માટે રૂ. 978.40 અને પ્રતિ મણ અડદ માટે રૂ. 1480નો ભાવ નક્કી કર્યો છે.