Mehsana: 7 જિલ્લામાંથી તડીપાર હનીફે કડીમાં આતંક મચાવ્યો, મહિલાને કારથી ઉડાવી

કડી શહેરના કસ્બા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી અસામાજિક તત્વો દ્વારા આતંક થતો જોવા મળી રહ્યો છે. દિવસેને દિવસે કડી શહેરના કસ્બા વિસ્તારમાં મારામારી તેમજ હુમલાની અનેક ઘટનાઓ સામે આવતા કસ્બા વિસ્તારમાં રહેતા રહીશોમાં ભય જોવા મળી રહ્યો છે. જ્યારે ગઈકાલે રાત્રે એક જ કોમના બે જૂથ વચ્ચે સામસામે ધીંગાણું અને મારામારી થતા કડી તેમજ નંદાસણ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. જ્યાં સાત જિલ્લામાંથી તડીપાર અને ગુજસીટોકના આરોપીએ પોતાની કારથી એક મહિલાને ઉડાવી દીધી હતી. જે બાદ કડી પોલીસે બંને જૂથની ફરિયાદ લઈ ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી. ટોળા દ્વારા કાચની બોટલો ફેંકવામાં આવી કડી શહેરના સાહારા ગેસ્ટ હાઉસ પાસે રહેતા અયુબભાઈ કુરેશી કે જેઓ વેપાર ધંધો કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. ગત રાત્રિએ તેમના ઘરની આગળ આવેલી દુકાનની બહાર હોબાળો થતા તેઓ ઘરની બહાર આવ્યા હતા. જે દરમિયાન સહારા ગેસ્ટ હાઉસ બાજુથી એક ટોળું કાચની બોટલો ફેંકી રહ્યું હતું. ત્યારે અયુબભાઈને કાનના ભાગે વાગતા તેઓને લોહી નીકળ્યું હતું. મકબુલભાઈ કાદરભાઈ વેપારી, તોફિક ઈસ્માઈલભાઈ વેપારી, અનસ ઈસ્માઈલભાઈ વેપારી, બિલાલ ઈસ્માઈલભાઈ વેપારી, સાકીર ફકીરભાઈ વેપારી, અકીલ ફકીરભાઈ વેપારી કાચની બોટલો ફેંકતા હતા. તેમ જ હાથમાં ધોકા અને લાકડીઓ લઈને ઉભા હતા. હનીફ ઉર્ફે જાડી કાદર વેપારીએ ગાડીથી અક્ટિવાને ટક્કર મારી કાચની બોટલ વાગતા અયુબભાઈને માથાના ભાગે ઇજાઓ પહોંચી હતી. જેથી તેઓ તેમના મિત્ર સાથે એક્ટિવા ઉપર દવાખાને જઈ રહ્યા હતા. ત્યારે પાછળથી ઇનોવા ગાડી નંબર GJ-2-BP-7744 લઈને ગુજસીટોક ગુનામાં જામીન ઉપર છુટેલા અને 7 જિલ્લામાંથી તડીપાર હનીફ ઉર્ફે જાડી કાદર વેપારી, સરફરાજ ઉર્ફે જમાઈ રસુલભાઇ કુરેશી અને ઈરશાદ ઉર્ફે ચુહો ફારૂકભાઈ દિવાન બેસીને આવી રહ્યા હતા. જેણે પોતાની કાર ગફલતભરી રીતે ચલાવી અયુબભાઈને ટક્કર મારતા તેઓ તેમના મિત્ર સાથે રોડ ઉપર પછડાયા હતા. તડીપાર આરોપીએ મહિલાને ગાડીથી ઉડાવી હનીફ ઉર્ફે જાડીએ ટોળામાં ગાડી નાખતા ભાગદોડ મચી જવા પામી હતી. આરોપીએ અયુબભાઈના બહેનને પણ ટક્કર મારી હતી અને હવામાં ફંગોળી હતી. તેઓને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા અયુબભાઈ તેમના મિત્ર અને તેમની બહેનને કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર માટે લઈ આવ્યા હતા. અયુબભાઈ અને તેમની બહેનને માથાના ભાગે ડૉક્ટર દ્વારા ટાંકા લેવામાં આવ્યા હતા. તેમજ તેમની બહેનને માથાના ભાગે ફ્રેક્ચર થતા બંનેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એકાએક બંને પક્ષ વચ્ચે ધીંગાણું થતાં કડી પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી. અચાનક બંને પક્ષ વચ્ચે ધીંગાણું સર્જાયું કડી શહેરના કસ્બા વિસ્તારમાં એકાએક રાત્રિ દરમિયાન બે ટોળા વચ્ચે સામસામે ધીંગાણું થતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. તો બીજી તરફ સહારા ગેસ્ટહાઉસ પાસે રહેતા પરવીનબેન વેપારી ગત રાત્રિએ પરિવાર સાથે તેમના ઘરે હાજર હતા. ત્યારે સહારા ગેસ્ટ હાઉસ બાજુ હોબાળો થતા તેઓ ઘરની બહાર આવતા જોયું હતું કે, મૈમુદભાઈ ચાંદભાઈ કુરેશી, અયુબભાઈ ચાંદભાઈ કુરેશી, આરીફ ચાંદભાઈ, ઇમરાન ચાંદ ભાઈ, ઈરફાન ચાંદભાઈ, ફેઝુલ મેમુદભાઈ, સાહિલ મહેબૂબ ભાઈ, મોઈન ભુરાભાઈ, ઈસ્માઈલ ઉર્ફે જાડિયો, સાજીદ અલ્લઈ, નદીમ ચણા વાળો, અલ્તાફ ચણા વાળો, નિશાર ચણા વાળો, જુબેર કસાઈ, જુનેદ કસાઈ હાથમાં ધોકા, લાકડીઓ, છરી, સોડાની બાટલીઓ, પથ્થરો લઈને ઉભા હતા. કડીમાં તડીપાર આરોપીનો ખૌફ વધતા ભયનો માહોલ હૂમલાખોરોએ પરવીનબેનના પતિ મહેબુબભાઇ ઉપર હુમલો કરતા આજુબાજુના રહીશો આવી પહોંચ્યા હતા અને પરવીનબેન તેના પતિ મહેબૂબ વેપારીને ઘરે લઈને જતા હતા. ત્યારે ટોળામાંથી બૂમો પડી રહી હતી કે, આજે તું બચી ગયો છે, તું જે દિવસે ઘાટમાં આવીશ તને જાનથી મારી નાખીશું. જે બાદ પરવીનબેને પરિવાર સાથે કડી પોલીસ સ્ટેશન ખાતે પહોંચી ગુનો દાખલ કરાવ્યો હતો. જ્યારે ગત ડિસેમ્બર 2023માં ગુજસીટોકમાંથી જામીન ઉપર છુટેલા અને ગુજરાત હાઇકોર્ટ દ્વારા સાત જિલ્લામાંથી તડીપાર ફરમાવેલા હનીફ ઉર્ફે જાડી ફરીથી પોતાની ગેંગની સક્રિય કરી રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે. દિવસે ને દિવસે તેનો ત્રાસ વધતા કસ્બા વિસ્તારમાં રહેતા રહીશોમાં ભય જેવો માહોલ જોવા મળી રહ્યો છે.

Mehsana: 7 જિલ્લામાંથી તડીપાર હનીફે કડીમાં આતંક મચાવ્યો, મહિલાને કારથી ઉડાવી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કડી શહેરના કસ્બા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી અસામાજિક તત્વો દ્વારા આતંક થતો જોવા મળી રહ્યો છે. દિવસેને દિવસે કડી શહેરના કસ્બા વિસ્તારમાં મારામારી તેમજ હુમલાની અનેક ઘટનાઓ સામે આવતા કસ્બા વિસ્તારમાં રહેતા રહીશોમાં ભય જોવા મળી રહ્યો છે. જ્યારે ગઈકાલે રાત્રે એક જ કોમના બે જૂથ વચ્ચે સામસામે ધીંગાણું અને મારામારી થતા કડી તેમજ નંદાસણ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. જ્યાં સાત જિલ્લામાંથી તડીપાર અને ગુજસીટોકના આરોપીએ પોતાની કારથી એક મહિલાને ઉડાવી દીધી હતી. જે બાદ કડી પોલીસે બંને જૂથની ફરિયાદ લઈ ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.


ટોળા દ્વારા કાચની બોટલો ફેંકવામાં આવી

કડી શહેરના સાહારા ગેસ્ટ હાઉસ પાસે રહેતા અયુબભાઈ કુરેશી કે જેઓ વેપાર ધંધો કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. ગત રાત્રિએ તેમના ઘરની આગળ આવેલી દુકાનની બહાર હોબાળો થતા તેઓ ઘરની બહાર આવ્યા હતા. જે દરમિયાન સહારા ગેસ્ટ હાઉસ બાજુથી એક ટોળું કાચની બોટલો ફેંકી રહ્યું હતું. ત્યારે અયુબભાઈને કાનના ભાગે વાગતા તેઓને લોહી નીકળ્યું હતું. મકબુલભાઈ કાદરભાઈ વેપારી, તોફિક ઈસ્માઈલભાઈ વેપારી, અનસ ઈસ્માઈલભાઈ વેપારી, બિલાલ ઈસ્માઈલભાઈ વેપારી, સાકીર ફકીરભાઈ વેપારી, અકીલ ફકીરભાઈ વેપારી કાચની બોટલો ફેંકતા હતા. તેમ જ હાથમાં ધોકા અને લાકડીઓ લઈને ઉભા હતા.

હનીફ ઉર્ફે જાડી કાદર વેપારીએ ગાડીથી અક્ટિવાને ટક્કર મારી

કાચની બોટલ વાગતા અયુબભાઈને માથાના ભાગે ઇજાઓ પહોંચી હતી. જેથી તેઓ તેમના મિત્ર સાથે એક્ટિવા ઉપર દવાખાને જઈ રહ્યા હતા. ત્યારે પાછળથી ઇનોવા ગાડી નંબર GJ-2-BP-7744 લઈને ગુજસીટોક ગુનામાં જામીન ઉપર છુટેલા અને 7 જિલ્લામાંથી તડીપાર હનીફ ઉર્ફે જાડી કાદર વેપારી, સરફરાજ ઉર્ફે જમાઈ રસુલભાઇ કુરેશી અને ઈરશાદ ઉર્ફે ચુહો ફારૂકભાઈ દિવાન બેસીને આવી રહ્યા હતા. જેણે પોતાની કાર ગફલતભરી રીતે ચલાવી અયુબભાઈને ટક્કર મારતા તેઓ તેમના મિત્ર સાથે રોડ ઉપર પછડાયા હતા.


તડીપાર આરોપીએ મહિલાને ગાડીથી ઉડાવી

હનીફ ઉર્ફે જાડીએ ટોળામાં ગાડી નાખતા ભાગદોડ મચી જવા પામી હતી. આરોપીએ અયુબભાઈના બહેનને પણ ટક્કર મારી હતી અને હવામાં ફંગોળી હતી. તેઓને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા અયુબભાઈ તેમના મિત્ર અને તેમની બહેનને કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર માટે લઈ આવ્યા હતા. અયુબભાઈ અને તેમની બહેનને માથાના ભાગે ડૉક્ટર દ્વારા ટાંકા લેવામાં આવ્યા હતા. તેમજ તેમની બહેનને માથાના ભાગે ફ્રેક્ચર થતા બંનેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એકાએક બંને પક્ષ વચ્ચે ધીંગાણું થતાં કડી પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.

અચાનક બંને પક્ષ વચ્ચે ધીંગાણું સર્જાયું

કડી શહેરના કસ્બા વિસ્તારમાં એકાએક રાત્રિ દરમિયાન બે ટોળા વચ્ચે સામસામે ધીંગાણું થતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. તો બીજી તરફ સહારા ગેસ્ટહાઉસ પાસે રહેતા પરવીનબેન વેપારી ગત રાત્રિએ પરિવાર સાથે તેમના ઘરે હાજર હતા. ત્યારે સહારા ગેસ્ટ હાઉસ બાજુ હોબાળો થતા તેઓ ઘરની બહાર આવતા જોયું હતું કે, મૈમુદભાઈ ચાંદભાઈ કુરેશી, અયુબભાઈ ચાંદભાઈ કુરેશી, આરીફ ચાંદભાઈ, ઇમરાન ચાંદ ભાઈ, ઈરફાન ચાંદભાઈ, ફેઝુલ મેમુદભાઈ, સાહિલ મહેબૂબ ભાઈ, મોઈન ભુરાભાઈ, ઈસ્માઈલ ઉર્ફે જાડિયો, સાજીદ અલ્લઈ, નદીમ ચણા વાળો, અલ્તાફ ચણા વાળો, નિશાર ચણા વાળો, જુબેર કસાઈ, જુનેદ કસાઈ હાથમાં ધોકા, લાકડીઓ, છરી, સોડાની બાટલીઓ, પથ્થરો લઈને ઉભા હતા.

કડીમાં તડીપાર આરોપીનો ખૌફ વધતા ભયનો માહોલ

હૂમલાખોરોએ પરવીનબેનના પતિ મહેબુબભાઇ ઉપર હુમલો કરતા આજુબાજુના રહીશો આવી પહોંચ્યા હતા અને પરવીનબેન તેના પતિ મહેબૂબ વેપારીને ઘરે લઈને જતા હતા. ત્યારે ટોળામાંથી બૂમો પડી રહી હતી કે, આજે તું બચી ગયો છે, તું જે દિવસે ઘાટમાં આવીશ તને જાનથી મારી નાખીશું. જે બાદ પરવીનબેને પરિવાર સાથે કડી પોલીસ સ્ટેશન ખાતે પહોંચી ગુનો દાખલ કરાવ્યો હતો. જ્યારે ગત ડિસેમ્બર 2023માં ગુજસીટોકમાંથી જામીન ઉપર છુટેલા અને ગુજરાત હાઇકોર્ટ દ્વારા સાત જિલ્લામાંથી તડીપાર ફરમાવેલા હનીફ ઉર્ફે જાડી ફરીથી પોતાની ગેંગની સક્રિય કરી રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે. દિવસે ને દિવસે તેનો ત્રાસ વધતા કસ્બા વિસ્તારમાં રહેતા રહીશોમાં ભય જેવો માહોલ જોવા મળી રહ્યો છે.