Anandમાં રોંગ સાઈડમાં આવતી લકઝરી બસના ડ્રાઈવરે 2 લોકોને કચડી નાખ્યાં

આણંદના તારાપુરમાં રોંગ સાઈડમાં આવતી લકઝરી બસે બે લોકોને કચડયા હોવાની વાત સામે આવી છે જેમાં બે લોકોના ઘટના સ્થળે મોત થયા છે,સાથે સાથે રમોદડી અંડરપાસ પાસે આ ઘટના બની હતી,રમોદડી અંડરપાસ પાસે લકઝરી બસે અકસ્માત સર્જયો હતો,અકસ્માતમાં બાઈકસવારનું માથું ધડથી અલગ થઈ ગયું હતુ અને પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથધરી છે. રોંગ સાઈડમાં આવતી લકઝરીએ 2 લોકોને કચડયા આણંદના તારાપુરમાં અકસ્માતમાં બાઈક પર સવાર બે લોકોના ઘટના સ્થળે મોત થયા છે,હોટેલ પરથી રમોદડી તરફ બસ રોંગ સાઈડ જતી હતી અને બાઈકસવારોને ઉડાવ્યા હતા,તારાપુરની એક હોટેલ પરથી રમોદડી ફાટક તરફ રોંગ સાઈડમાં જતી લક્ઝરી બસની અડફેટે બાઈક સવારનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું છે,1 પુરુષ અને એક મહિલાનું મોત થયું છે.મરણ જનારના મૃતદેહને પેટલાદ ગ્રામ્ય પોલીસ દ્વારા પીએમ અર્થે પેટલાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડયા છે. બ્રિજ પર સીસીટીવી કેમેરા નથી 19 ઓક્ટોબરે તારાપુરથી રમોદડી બ્રિજ તરફ 4 કિમી રોંગ સાઈડમાં ચાલતી લક્ઝરી બસનો અહેવાલ સંદેશ ન્યૂઝે પ્રસિદ્ધ કરેલો તેમ છતાં તંત્ર ઉંઘતું રહ્યું અને કોઈ કામગીરી કરી નહી,આટલા મોટા બ્રિજ પર નથી કોઈ સીસીટીવી કેમેરા તો નથી કોઈ પોલીસની સુરક્ષા તો હાઇવે ઓથોરિટી, પોલીસ અને ખાનગી હોટેલ માલિકો ની સાંઠગાંઠ હોવાનો લોકો આક્ષેપ કરી રહ્યાં છે,પેટલાદ અને તારાપુર પોલીસ સહિત આર.ટી.ઓ આણંદ પર ઊઠી રહ્યા છે સવાલો. ગઈકાલે પણ સર્જાયો અકસ્માત આણંદનાં તારાપુર-વટામણ હાઇવે પર અચાનક શ્વાન આડું ઉતરતા ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા કાર રેલિંગ સાથે અથડાઈ પલટી ગઈ હતી. આ અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. વડોદરાથી સાળંગપુર જઈ રહેલા પાંચ મિત્રોને ગંભીર અકસ્માત નડતા બે મિત્રોનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે ત્રણ ઈજાગસ્તો કરમસદ મેડિકલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યા હતા.અકસ્માતની જાણ થતાં 108 ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારે પ્રણવ પંડયા અને જીગ્નેશ વસાવાને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું

Anandમાં રોંગ સાઈડમાં આવતી લકઝરી બસના ડ્રાઈવરે 2 લોકોને કચડી નાખ્યાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

આણંદના તારાપુરમાં રોંગ સાઈડમાં આવતી લકઝરી બસે બે લોકોને કચડયા હોવાની વાત સામે આવી છે જેમાં બે લોકોના ઘટના સ્થળે મોત થયા છે,સાથે સાથે રમોદડી અંડરપાસ પાસે આ ઘટના બની હતી,રમોદડી અંડરપાસ પાસે લકઝરી બસે અકસ્માત સર્જયો હતો,અકસ્માતમાં બાઈકસવારનું માથું ધડથી અલગ થઈ ગયું હતુ અને પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથધરી છે.

રોંગ સાઈડમાં આવતી લકઝરીએ 2 લોકોને કચડયા

આણંદના તારાપુરમાં અકસ્માતમાં બાઈક પર સવાર બે લોકોના ઘટના સ્થળે મોત થયા છે,હોટેલ પરથી રમોદડી તરફ બસ રોંગ સાઈડ જતી હતી અને બાઈકસવારોને ઉડાવ્યા હતા,તારાપુરની એક હોટેલ પરથી રમોદડી ફાટક તરફ રોંગ સાઈડમાં જતી લક્ઝરી બસની અડફેટે બાઈક સવારનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું છે,1 પુરુષ અને એક મહિલાનું મોત થયું છે.મરણ જનારના મૃતદેહને પેટલાદ ગ્રામ્ય પોલીસ દ્વારા પીએમ અર્થે પેટલાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડયા છે.

બ્રિજ પર સીસીટીવી કેમેરા નથી

19 ઓક્ટોબરે તારાપુરથી રમોદડી બ્રિજ તરફ 4 કિમી રોંગ સાઈડમાં ચાલતી લક્ઝરી બસનો અહેવાલ સંદેશ ન્યૂઝે પ્રસિદ્ધ કરેલો તેમ છતાં તંત્ર ઉંઘતું રહ્યું અને કોઈ કામગીરી કરી નહી,આટલા મોટા બ્રિજ પર નથી કોઈ સીસીટીવી કેમેરા તો નથી કોઈ પોલીસની સુરક્ષા તો હાઇવે ઓથોરિટી, પોલીસ અને ખાનગી હોટેલ માલિકો ની સાંઠગાંઠ હોવાનો લોકો આક્ષેપ કરી રહ્યાં છે,પેટલાદ અને તારાપુર પોલીસ સહિત આર.ટી.ઓ આણંદ પર ઊઠી રહ્યા છે સવાલો.

ગઈકાલે પણ સર્જાયો અકસ્માત

આણંદનાં તારાપુર-વટામણ હાઇવે પર અચાનક શ્વાન આડું ઉતરતા ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા કાર રેલિંગ સાથે અથડાઈ પલટી ગઈ હતી. આ અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. વડોદરાથી સાળંગપુર જઈ રહેલા પાંચ મિત્રોને ગંભીર અકસ્માત નડતા બે મિત્રોનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે ત્રણ ઈજાગસ્તો કરમસદ મેડિકલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યા હતા.અકસ્માતની જાણ થતાં 108 ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારે પ્રણવ પંડયા અને જીગ્નેશ વસાવાને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું